વોર્ડવિઝાર્ડ ફૂડ્સે ક્વિકશેફ અને સ્નેક બડી પ્રોડક્ટ્સની શ્રેણી રજૂ કરી
કંપની ગુજરાત ઉપરાંત બે રાજ્યોમાં પ્લાન્ટ સ્થાપવા રૂ. 50 કરોડનું રોકાણ કરશે
ગાંધીનગર: વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડે ખાદ્ય ખોરાક 2022 ખાતે ક્વિકશેફ આરટીઇ પ્રોડક્ટ્સ અને સ્નેક બડી મસાલાની વિશાળ શ્રેણી રજૂ કરી હતી. કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર તરીકે કંપનીએ ગુજરાતની પ્રીમિયર ફૂડ એન્ડ બેવરેજ ઇવેન્ટમાં તેની કુશળતા રજૂ કરી હતી. આ કાર્યક્રમ માટે બુક કરેલ સ્ટોલની જગ્યા ઉપર વોર્ડવિઝાર્ડ ફૂડ્સ એન્ડ બેવરેજિસ લિમિટેડ રેડી-ટુ-ઇટ ભોજનથી લઇને મસાલાઓની શ્રેણીમાં વિવિધ પ્રોડક્ટ્સ પ્રદર્શિત કરશે.
ચાર-દિવસીય કાર્યક્રમમાં ઉદ્યોગના ટોચના પ્રોફેશ્નલ્સ, અગ્રણી બ્રાન્ડ્સ તથા જાણીતા શેફ ઉપસ્થિત થશે. વર્કશોપ, કોન્ફરન્સ અને પ્રદર્શન સહિતની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ખાદ્ય ખોરાક ઉદ્યોગમાં એક સ્થાયી પ્રભાવ પેદા કરવા અને મૂલ્યવાન જાણકારી પ્રાપ્ત કરવા માટે આદર્શ માહોલ પ્રદાન કરે છે.
વોર્ડવિઝાર્ડ ફૂડ્સના ચેરપર્સન અને મેનેજિંગ ડાયરેક્ટર શીતલ ભાલેરાવે કંપનીની ભાવિ યોજનાઓ વિશે કહ્યું હતું કે, ગુજરાત માર્કેટમાં અમારી પ્રોડક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરવાની સાથે-સાથે અમારી મહારાષ્ટ્ર, કર્ણાટક, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢમાં ટૂંક સમયમાં અમારી રિટેઇલ ઉપસ્થિતિ વિસ્તારવાની યોજના છે.
વોર્ડવિઝાર્ડ ફૂડ્સના સીઓઓ શિવાંગ મહેતાએ કહ્યું કે, ખાદ્ય ખોરાક 2022 અમારા માટે ક્વિકશેફ અને સ્નેક બડી પ્રોડક્ટની શ્રેણી રજૂ કરવાનું તથા ગુજરાત માર્કેટમાં અમારી મજબૂત ઉપસ્થિતિ હાંસલ કરવા માટેનું આદર્શ પ્લેટફોર્મ છે. અમે ગુજરાતના 7 ડિસ્ટ્રિબ્યુટર્સ સાથે અમારી 16 પ્રોડક્ટ્સ રજૂ કરી રહ્યા છીએ. અમને આશા છે કે આ ડિસ્ટ્રિબ્યુશન ચેનલ અમને ગ્રાહક સુધી વધુ નજીક પહોંચવામાં મદદ કરશે.