વડોદરા, 10 મે:  વાર્ડવિઝાર્ડ ઇનોવેશન્સ એન્ડ મોબિલિટી લિમિટેડે નાણાકીય વર્ષ 2023 (એપ્રિલ 2022-માર્ચ 2023) અને ચોથા ત્રિમાસિક ગાળા (જાન્યુઆરી-માર્ચ 2023) માટેનાં નાણાકીય પરિણામોની જાહેરાત કરી હતી. તે અનુસાર વાર્ષિક આવકો રૂ. 185.10 કરોડ સામે રૂ. 239.3 કરોડની આવકો નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો રૂ. 8.5 કરોડ સામે વધી રૂ. 9.4 કરોડ થયો છે. કંપનીએ શેરદીઠ 10 પૈસા ડિવિડન્ડની ભલામણ કરી છે.

કંપનીના સીએમડી યતીન ગુપ્તેએ જણાવ્યું કે, અમે વાર્ષિક 29.28 ટકાનાં દરે આવક વૃધ્ધિ નોંધાવી છે. વીતેલા વર્ષમાં વાર્ષિક 19 ટકાનાં દરે આકર્ષક વેચાણ વૃધ્ધિ નોંધાવી હતી.