અમદાવાદ, 10 જૂનઃ મલ્ટિ-મોડલ, રેલ કેન્દ્રિત, 4PL એસેટ-લાઇટ લોજિસ્ટિક્સ કંપની વેસ્ટર્ન કેરિયર્સ (ઈન્ડિયા) લિમિટેડે કેપિટલ માર્કેટ્સ રેગ્યુલેટર SEBI સમક્ષ IPO હેઠળ ફંડ એકત્રિત કરવાના હેતુ સાથે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યો છે. કંપનીની IPO હેઠળ ફ્રેશ ઈશ્યૂ મારફત રૂ. 500 કરોડ એકત્રિત કરવાની યોજના છે. તેમજ કંપનીમાં 99.99 ટકા હિસ્સો ધરાવતા રાજેન્દ્ર સેઠિયા દ્વારા 93,28,995 સુધીના ઇક્વિટી શેરના ઓફર ફોર સેલ કરાશે. ફ્રેશ ઈશ્યૂ હેઠળ એકત્રિત રૂ. 200 કરોડનો ઉપયોગ દેવાની ચૂકવણી કરવા કરશે. માર્ચ, 2023 સુધી કંપનીનું કુલ દેવુ રૂ. 260.81 કરોડ છે. કોમર્શિયલ વાહનોની ખરીદી માટે 186 કરોડ; 40 ફૂટ વિશિષ્ટ કન્ટેનર અને 20 ફૂટ સામાન્ય શિપિંગ કન્ટેનર માટે તેમજ જનરલ કોર્પોરેટ હેતુઓ પૂર્ણ કરશે.

કંપનીના પ્રમોટર રાજેન્દ્ર સેઠિયાએ સૌપ્રથમ 1972માં રેલ-કેન્દ્રિત લોજિસ્ટિક્સ બિઝનેસ તરીકે તેમના લોજિસ્ટિક્સ બિઝનેસની સ્થાપના કરી હતી, જે પાછળથી 2013માં વેસ્ટર્ન કેરિયર્સ દ્વારા હસ્તગત કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર, 2022 સુધીમાં, વેસ્ટર્ન કેરિયર્સ પાસે વિવિધ ક્ષેત્રોમાં 1100થી વધુનો ગ્રાહક આધાર હતો.

કંપની બુક રનિંગ લીડ મેનેજરો સાથે પરામર્શ કરીને, RHP ફાઇલ કર્યા પહેલા 100 કરોડ સુધીની રોકડ વિચારણા માટે પ્રી-IPO પ્લેસમેન્ટ હાથ ધરી શકે છે. જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે.