નિફ્ટીએ 20000ની સપાટી પાછી મેળવીબીએસઇ માર્કેટકેપ રૂ. 3.33 લાખ કરોડની ટોચે
1893 સ્ક્રીપ વધી, માર્કેટબ્રેડ્થ પોઝિટિવBSE:318 સ્ક્રીપ વર્ષની ટોચે, 31 વર્ષના તળિયે
સેન્સેક્સની 26 સ્ક્રીપ્સ સુધરી, 4 સ્ક્રીપ્સ ઘટીસેન્સેક્સ 67927ની ટોચથી 1000 છેટો

અમદાવાદ, 29 નવેમ્બરઃ ખાસ્સા સમય સુધી વોલ્યૂમ્સ અને વોલેટિલિટીમાં સુસ્તી નોંધાવ્યા બાદ ભારતીય શેરબજારો ક્રિસમસને આવકારવાની તડામાર તૈયારીમાં હોય તેમ સેન્સેક્સે બુધવારે એક ઝાટકે 728 પોઈન્ટના ઉછાળા સાથે 66,902 પોઇન્ટની સપાટીએ બંધ આપીને સામાન્ય રોકાણકારોને ઊંઘતા ઝડપ્યા હોય તેવો માહોલ સર્જાયો હતો. કારણકે એચએનઆઇ અને ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ તો ક્યારના વેલ્યૂ બાઇંગ શરૂ કરીને બેઠાં છે. નિફ્ટી 207 પોઈન્ટ વધીને 20,096 પર સમાપ્ત થયો હતો. સેન્સેક્સ અને નિફ્ટીને ફરી એકવાર રેકોર્ડ ઉચ્ચ સ્તરની નજીક પહોંચાડતા, બુધવારે માર્કેટકેપે ઇતિહાસમાં પ્રથમ વખત $4-ટ્રિલિયનના માઇલસ્ટોનને વટાવી હતી. નિફ્ટીનું તાજેતરના 20,000ની સાયકોલોજિકલ સપાટીને વટાવવું, BSE માર્કેટકેપનું $4-ટ્રિલિયનના ચિહ્ન સુધી પહોંચવું એ નવા સુધારાની શરૂઆતનો સંકેત આપે છે.

બુધવારની રેલીને બળ આપનારા સાત મુખ્ય પરીબળો જાણો

એ ગ્રૂપની 10 ટકાથી વધુ સુધરેલી સ્ક્રીપ્સ એક નજરે

SecurityGr.LTPChg%Chg
ASTERDMA396.1563.5019.09
Cressanda
Solutions
A13.552.0617.93
CRESSANA26.813.8816.92
ATGLA732.7088.5513.75
MARKSANSA159.5516.7511.73
TORNT
POWER
A941.6097.7511.58
MINDA
CORP
A373.2037.6011.20
  1.  તો… ફેડનો વ્યાજદર ઘટાડાનો સંકેત

ફેડના ગવર્નર ક્રિસ્ટોફર વોલરે જો ફુગાવો ચાલુ રહેશે તો આગામી મહિનાઓમાં વ્યાજદર ઘટાડવાની શક્યતા દર્શાવી છે.

2. FIIની ઇન્ડિયન ઇક્વિટીમાં ખરીદી

વિદેશી રોકાણકારો, જેઓ છેલ્લા બે મહિનામાં નેટ સેલર્સ હતા તેઓ હવે ભારતીય શેરોના નેટ

બાયર્સ બન્યા છે. મંગળવારના ડેટા દર્શાવે છે કે FIIએ રૂ. 784 કરોડના ભારતીય શેર ખરીદ્યા છે. NSDLના ડેટા અનુસાર આ મહિનામાં અત્યાર સુધીમાં FIIની ચોખ્ખી ખરીદી રૂ. 2,901 કરોડ છે.

3. બ્લૂચીપ્સ સ્ક્રીપ્સમાં વેલ્યૂ બાઇંગ

નાના શેરો માટે રોકાણકારોના ખરીદીના ક્રેઝ વચ્ચે છેલ્લાં કેટલાંક સપ્તાહોથી વેચવાલીના દબાણ હેઠળ રહેલા બ્લુચિપ શેરોમાં હવે તેજીના સંકેત દેખાઈ રહ્યા છે. બુધવારની રેલીને નિફ્ટી બેન્ક અને નિફ્ટી આઈટી બંને સૂચકાંકો દ્વારા ટેકો મળ્યો હતો, જેમાં દરેકમાં 1.5%નો વધારો થયો હતો. એક્સિસ બેંક 3.7% ઊંચકાયો હતો જ્યારે HDFC બેંક પણ 2% વધ્યો હતો.

એ ગ્રૂપની 3થી 10 ટકા ઘટેલી સ્ક્રીપ્સ એટ એ ગ્લાન્સ

SecuritGr.LTPChg%Chg
UTISXN50A62.53-7.47-10.67
AETHERA828.95-77.80-8.58
TEXRAILA141.30-9.75-6.45
NDTVA220.05-9.55-4.16
GATEWAYA106.65-3.89-3.52
STLTECHA152.00-5.15-3.28
DBLA400.40-12.45-3.02
HCCA29.42-0.91-3.00

4. વર્લ્ડ સ્ટોક માર્કેટ્સમાં સુધારાની શરૂઆત

બુધવારે એશિયન શેર્સમાં મોટાભાગે ઘટાડો થયો હતો. જાપાનનો બેન્ચમાર્ક Nikkei 225 0.3% ઘટ્યો. હોંગકોંગનો હેંગસેંગ 2.4% ઘટ્યો, જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ 0.5% ઘટ્યો. દરમિયાન, યુરોપિયન શેરો પ્રારંભિક ટ્રેડિંગમાં 0.1% વધ્યા હતા, જર્મન ડેટા પછી ફ્રેન્કફર્ટના શેરો આગળ વધ્યા હતા.

5. ક્રૂડ તેલમાં ઓપેકની બેઠક ઉપર નજર

બુધવારના રોજ તેલનો ભાવ ઊંચો આવ્યો હતો કારણ કે રોકાણકારો આગામી મહિનાઓમાં આઉટપુટ નીતિ નક્કી કરવા માટે નિર્ણાયક OPEC+ મીટિંગ પહેલાં સાવચેત બન્યા હતા, જ્યારે કાળા સમુદ્રમાં તોફાનને કારણે પુરવઠામાં વિક્ષેપને કારણે ભાવમાં વધારો થયો હતો. બપોરે 3.42 વાગ્યે બ્રેન્ટ ક્રૂડ વાયદો 76 સેન્ટ વધીને 82.23 ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યો હતો. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ ફ્યુચર્સ 73 સેન્ટ્સ અથવા 0.93% વધીને $77.11 પ્રતિ બેરલ પર છે. જો કે, બંને બેન્ચમાર્ક છેલ્લા બે બે મહિનામાં 16% થી વધુ ઘટ્યા છે.

6. બોન્ડ યિલ્ડ જુલાઇ પછીની નીચી સપાટીએ

યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીએ વ્યાજ દરમાં કાપના નવા સંકેત આપ્યા બાદ બુધવારે ટ્રેઝરી યીલ્ડ બહુ-મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી. બે વર્ષની યીલ્ડ 4.69% પર જુલાઇના મધ્યથી સૌથી નીચી સપાટીએ પહોંચી હતી અને બેન્ચમાર્ક 10-વર્ષની ઉપજ 6 bps ઘટીને સપ્ટેમ્બર પછીની સૌથી નીચી 4.28% પર પહોંચી હતી.

7. ડોલર ઇન્ડેક્સ 103ની નીચે, ઇક્વિટી માટે પોઝિટિવ

ડૉલર ઇન્ડેક્સ, જે વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ગ્રીનબેકની હિલચાલને ટ્રૅક કરે છે, બુધવારે 0.12% વધીને 102.87 થયો હતો, જો કે પાછલા મહિનામાં તે 3.7% ઘટ્યો છે. ડૉલર ઇન્ડેક્સ 103ની નીચે ગબડવો ઇક્વિટી બજારો માટે પોઝિટિવ ગણાય છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)