જો તમારો ડેસ્ટીની નંબર 4 કે 8 હોય તો સટ્ટો 50 ટકા રિસ્કી સાબિત થઇ શકે

કનૈયાલાલ દવે

જો તમારી જન્મતારીખ 4,8,13,17,22 કે 26 અને 31 હોય અને જન્મતારીખના આંકડાઓનું ટોટલ કરી તેનો સિંગલ ડિજિટ નંબર પણ 4 કે 8 આવતો હોય તો તમારે શેરબજારમાં સટ્ટાખોરીથી દૂર રહેવાનું અંકશાસ્ત્ર સૂચવે છે. કારણકે એતમારા માટે અતિ જોખમી પૂરવાર થઇ શકે છે. જન્મતારીખ ઉપર પ્રમાણે હોય અને ટોટલના આંકડાના સરવાળાથી મળતો નંબર 4 કે 8 ના હોય તો અથવા ઉપરના આંકડામાંતી જન્મતારીખ ના હોય તો ડેસ્ટીની નંબર 4 કે 8 હોય તો 50 ટકા રિસ્કી બાબત ગણાય. પણ તેવાં સંજોગોમાં જોખમ શા માટે ખેડવું?!!

ઉદાહપણ 31 માર્ચ, મે, જુલાઇ, ઓગસ્ટ, ઓક્ટોબર અને ડિસેમ્બરે જન્મેલી વ્યક્તિઓનો બર્થ નંબર 4 થશે અને 31-01-1965 જન્મતારીખ હોયતો 3+1+0+1+1+9+6+5= 26= 2+6= 8 ડેસ્ટીની નંબર થશે. જો તમારી આ જન્મ તારીખ હોય તો મહેરબાની કરીને શેરબજારમાં સટ્ટાખોરીનું જોખમ ના લેશો. તમે જાતે જ તમારો બર્થ નંબર અને ડેસ્ટીની નંબર ગણીને જાતે નિર્ણય લઇ શકો છો…. શુભેચ્છા…!!

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)