અમદાવાદ, 12 ડિસેમ્બરઃ હિન્દાલકો ઈન્ડસ્ટ્રીઝની રૂ. 800 કરોડના રોકાણની જાહેરાત સાથે જ શેરમાં આજે તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે Hindalco Industriesનો Stock 3.10 ટકા ઉછાળા સાથે 538.70ની વાર્ષિક ટોચે પહોંચ્યો હતો. જે 11.53 વાગ્યે 2.33 ટકા ઉછાળી 534.70 પર કારોબાર થઈ રહ્યો હતો.

વિશ્વની સૌથી મોટી એલ્યુમિનિયમ રોલિંગ અને રિસાયક્લિંગ કંપની હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝ તેની ફાઈન-ક્વોલિટી એલ્યુમિનિયમ ફોઈલની ઉત્પાદન ક્ષમતાને નોંધપાત્ર રીતે વિસ્તૃત કરવાની યોજના સાથે ઈલેક્ટ્રિક વ્હિકલ્સ (EVs) માર્કેટમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માગે છે. કંપની ઓડિશામાં સંબલપુર નજીક એક નવો પ્લાન્ટ બનાવવા માટે રૂ. 800 કરોડનું રોકાણ કરી રહી છે જે શરૂઆતમાં 25,000 ટન લિથિયમ-આયન અને સોડિયમ-આયન સેલ્સ માટે અતિ મહત્વનું ફાઈન ક્વોલિટી એલ્યુમિનિયમ ફોઈલ્સનું ઉત્પાદન કરશે.

2030 સુધીમાં, ભારતમાં બેટરી-ગ્રેડ એલ્યુમિનિયમ ફોઇલની માંગ અનેક ગણી વધીને 40,000 ટન થવાની ધારણા છે, જે મુખ્યત્વે અદ્યતન સેલ મેન્યુફેક્ચરિંગ માટે ગીગાફેક્ટરીઝમાં ગ્રોથ દ્વારા સંચાલિત છે.

હિન્દાલ્કો ઈન્ડસ્ટ્રીઝના એમડી સતિશ પાઈએ જણાવ્યું હતું કે, “અમે બેટરી ઈક્વિપમેન્ટની માંગમાં ઝડપી ગ્રોથ જોઈ રહ્યા છીએ, જે ઇલેક્ટ્રિક વાહન અને ગ્રીડ સ્ટોરેજ ક્ષેત્રો માટે પ્રભાવશાળી વૃદ્ધિને આભારી છે. આવા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં કાચા માલનું સ્થાનિકીકરણ મહત્વપૂર્ણ છે. હિન્દાલ્કો આત્મનિર્ભર ભારત બનાવવા માટે બેટરી મટિરિયલ્સ અને ટેક્નોલોજીમાં વિવિધ રોકાણો કરી રહી છે. આ નવી બેટરી ફોઇલ મિલમાં રોકાણ એ આ દિશામાં એક બીજું પગલું છે.”

  • મહારાષ્ટ્રમાં મૌડા યુનિટ ખાતે ફાઈન ક્વોલિટી બેટરી ફોઈલ્સના ઉત્પાદન માટે ટેક્નોલોજી વિકસાવી
  • મૌડા પ્લાન્ટ ભારત ઉપરાંત યુરોપ, અમેરિકાના લિથિયમ-આયન સેલ મેન્યુફેક્ચરર્સને સપ્લાય પૂરો પાડે છે
  • જુલાઈ-25 સુધી 25 મેગાવોટ સોલાર પાવર પ્લાન્ટ નજીક સ્થિત નવો પ્લાન્ટ કાર્યરત થશે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)