ચાલુ નાણા વર્ષના પહેલા છ માસમાં EBITDA રુ.43,688 કરોડ (USD 5.3 બિલિયન) 47% જે અત્યાર સુધીની સૌથી વધુ અર્ધ વાર્ષિક વૃદ્ધિમુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો કે જે અનુમાન, સ્થિરતાની  ઉચી કક્ષાનું બહુ પાંખી પ્રતિબિંબ દર્શાવે છે અને કુલ EBITDA માં 86% ફાળો આપે છે
નાણાકીય વર્ષ-૧૯ના પાછલા-બાર-મહિનાના EBITDAનો આશરે ત્રણ ગણો જે રુ.71,253 કરોડ (USD 8.6 બિલિયન) હતોલિક્વીડીટીની શ્રેષ્ઠ  સ્થિતિ: અત્યાર સુધીની સૌથી વધુ રોકડ અને સિલક રુ.૪૫,૮૯૫ કરોડ(USD 5.5 billion)

અમદાવાદ, ૧2 ડિસેમ્બર: . અદાણી પોર્ટફોલિયોએ  ​​ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ  અર્ધવાર્ષિક સમયગાળામાં કરેલા સંગીન નાણાકીય દેખાવની નવી વિગતો જારી કરી છે. અદાણી સમૂહના ચીફ ફાયનાન્સિયલ ઓફિસર શજુગશિન્દર(રોબી) સિંધે જણાવ્યું હતું કે ૨૦૨૪ના મહેસુલી વર્ષના પ્રથમ છ મહિનામાં પોર્ટફોલિયો સ્તરે EBITDA રૂ. 43,688 કરોડ (USD 5.3 બિલિયન) હતો, જે વાર્ષિક ધોરણે 47% વધુ રહ્યો હતો. આ વૃદ્ધિએ પોર્ટફોલિયોના ઐતિહાસિક પાંચ-વર્ષના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (CAGR) 26.3%ના આંકને ઘણો પાછળ છોડી દીધો છે. ચાલુ નાણાકીય વર્ષ-૨૪ના પ્રથમ છ માસિક ગાળાના EBITDAએ નાણા વર્ષ ૨૨નાના સમગ્ર વર્ષના EBITDAને વટાવી દીધો છે. ઉપરાંત પાછલા બાર મહિનાનો EBITDA ઉલ્લેખનીય છે કે ૨૦૧૯ના નાણાકીય વર્ષના EBITDA ની ત્રણ ગણો નજીક છે.

મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર વ્યવસાયો વાર્ષિક ધોરણે 52% વધીને રુ. 37,379 કરોડ (USD 4.5 Bn) થઈ હતી, જે કુલ EBITDAમાં 86% ફાળો આપે છે. આ વ્યવસાયોમાં (અદાણી ગ્રીન એનર્જી, અદાણી એનર્જી સોલ્યુશન્સ, અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસ), ​​પરિવહન (અદાણી પોર્ટ્સ) નો સમાવેશ થાય છે.

અદાણી એન્ટરપ્રાઈઝીસની છત્રછાયા હેઠળ  સર્વાંગી માર્ગે આગળ વધી રહેલા પોર્ટફોલિઓમાં કુલ EBITDAમાં અસ્કયામતોનો ફાળો 8% છે. ઓછી કિંમતના ગ્રીન હાઇડ્રોજન ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગના ઉભરતા વ્યવસાયે 212% વાર્ષિક આવક વૃદ્ધિ અને  EBITDAની વૃધ્ધિને 10x કરી છે. અદાણી એન્ટરપ્રાઈઝીસ હેઠળના એરપોર્ટના  બિઝનેસે પ્રથમ છ મહિનામાં 29% વાર્ષિક વૃદ્ધિ નોંધાવી હતી, આમ આવકમાં 42% વૃદ્ધિ થઈ હતી. અદાણી ગ્રીન એનર્જી હેઠળના રિન્યુએબલ બિઝનેસે  વાર્ષિક ધોરણે 76% EBITDA વૃદ્ધિ નોંધાવી છે, જેણે પાછળના-બાર મહિનાના આધારે પ્રથમવાર રુ. 8,325 કરોડ (USD 1 બિલિયન)નું  સિમાચિહ્નરુપ  EBITDA હાંસલ કર્યો છે.

છ માસના સમય ગાળામાં સૌ પ્રથમવાર અદાણી પોર્ટ્સ અને સેઝએ ઘરઆંગણાના કાર્ગો વોલ્યુમની વૃધ્ધિ  ૨૦૦ મિલિયન મેટ્રિક ટનના આકર્ષક આંકડાને વટાવી દીધી છે. ભારતમાં પોર્ટ બિઝનેસ ક્ષેત્રની આ એક યશકલગીરુપ સિધ્ધી છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)