મુંબઇ,  28 ડિસેમ્બર: યસ બેન્કે S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનિબિલિટી એસેસમેન્ટ (*CSA) 2023માં ભારતીય બેન્કોમાં સૌથી વધુ એન્વાર્યનમેન્ટ, સોશિયલ એન્ડ ગવર્નનન્સ (ESG) સ્કોર હાંસલ કરીને સાતત્યપૂર્ણતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતામાં નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. બેન્કે 2023 S&P ગ્લોબલ કોર્પોરેટ સસ્ટેનિબિલિટી એસેસમેન્ટ (CSA)માં 100માંથી 71નો સ્કોર હાંસલ કર્યો છે, જે 2022માં 68નાં સ્કોરની સરખામણીમાં પાંચ પોઇન્ટનો સુધારો સૂચવે છે.

યસ બેન્કના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અને હેડ (સસ્ટેનેબલ ફાઇનાન્સ) નિરંજન બાંદોકરે જણાવ્યું હતું કે, યસ બેન્ક સાતત્યપૂર્ણ બેન્કિંગ પહેલોમાં અગ્રણી છે. ઇલેક્ટ્રિસિટી જનરેશન લોન એક્સ્પોઝરમાં ફાઇનાન્સ એમિશન રિપોર્ટ કરનાર અને વિજ્ઞાન આધારિત લક્ષ્યાંક પહેલને અનુરુપ લક્ષ્ય નક્કી કરનાર પ્રથમ બેન્ક હતી. બેન્ક 2030 સુધીમાં તેની કામગીરીમાંથી નેટ ઝીરો એમિશન્સ હાંસલ કરવાની દિશામાં પ્રતિબદ્ધ છે અને 2024-25ના નાણાકીય વર્ષ સુધીમાં તેનાં વર્કફોર્સમાં 25 ટકા લિંગ વૈવિધ્યતા હાંસલ કરવાનો લક્ષ્ય ધરાવે છે. બેન્કે નાણાકીય પ્રવૃત્તિની પર્યાવરણીય અને સામાજિક અસરોનાં સંચાલન માટે એન્વાર્યનમેન્ટ એન્ડ સોશિયલ રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમ (ESMS) નો અમલ કર્યો છે. યસ બેન્કે 2015માં ભારતનાં પ્રથમ ગ્રીન બોન્ડ અને 2018માં ભારતની પ્રથમ ગ્રીન ફિક્સ્ડ ડિપોઝીટ જેવાં સંખ્યાબંધ નવાં ફાઇનાન્સિયલ ઇન્સ્ટ્રુમેન્ટ વિક્સાવ્યા છે અને બજારમાં રજૂ કર્યા છે. ESG ઇન્વેસ્ટિંગમાં 2023માં FTSE4 ગુડ ઇન્ડેક્સ સિરીઝમાં યસ બેન્કનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)