અમદાવાદ, 14 સપ્ટેમ્બર-23: પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓના આકર્ષક પ્રદર્શનના પગલે આઈપીઓ લાવનારી કંપનીઓનું ઘોડાપુર જોવા મળ્યું છે. આજે વધુ બે ઝેગલ અને સામ્હી હોટલનો આઈપીઓ ખૂલ્યો છે. જ્યારે આર આર કાબેલના આઈપીઓનો બીજો દિવસ છે. આવો જાણીએ કે, આ આઈપીઓ માટે બ્રોકરેજ હાઉસિસ શું મંતવ્ય આપી રહ્યા છે

ઝેગલ પ્રિપેઈડ ઓશન

આઈપીઓ સાઈઝ563.38 કરોડ
પ્રાઈસ બેન્ડ156-164
માર્કેટ લોટ90 શેર્સ
તારીખ14થી 18 સપ્ટેમ્બર
ગ્રે પ્રિમિયમરૂ. 20

બ્રોકરેજ વ્યૂહ   કંપની ફિનટેક્ પ્રોડક્ટ્સમાં યુનિકનેસ ધરાવે છે. જેના યુનિક બિઝનેસ અને ફંડામેન્ટલ્સ મજબૂત બનતા નજરે ચડે છે. નવો ફિનટેક્ બિઝનેસ હોવાથી લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી રોકાણ કરવા સલાહ આપી છે.

સામ્હી હોટલ્સ આઈપીઓ

આઈપીઓ સાઈઝ1370.10 કરોડ
પ્રાઈસ બેન્ડ119-126
માર્કેટ લોટ119 શેર્સ
તારીખ14થી 18 સપ્ટેમ્બર
ગ્રે પ્રિમિયમરૂ. 10

બ્રોકરેજ વ્યૂહ   કંપની ફંડામેન્ટલી નબળી છે.  જે તેની પ્રિમિયમ બ્રાન્ડ્સ સાથે બ્રાન્ડ વેલ્યૂમાં વધારો કરવા સતત પ્રયાસ કરી રહી છે. કંપનીની આવકો સતત વધી છે. ઉંચુ જોખમ ધરાવતા રોકાણકારો રોકાણ કરી શકે છે. અન્યને દૂર રહેવા સલાહ.

આર આર કાબેલ

આઈપીઓ સાઈઝ1964.01 કરોડ
પ્રાઈસ બેન્ડ983-1035
લોટ14 શેર્સ
તારીખ13થી 15 સપ્ટેમ્બર
ગ્રે પ્રિમિયમરૂ. 135

બ્રોકરેજ વ્યૂહઃ મજબૂત ફંડામેન્ટલ્સ અને બ્રાન્ડ વેલ્યૂ ધરાવે છે. 2022-23માં માર્જિન પ્રેશર જોવા મળ્યા છે. કંપની છેલ્લા 3 વર્ષથી ડિવિડન્ડ જારી કરી રહી છે. મધ્યમથી લાંબાગાળાના હેતુ સાથે 9 બ્રોકર્સે સબ્સ્ક્રાઈબ કરવા, 1 એ દૂર રહેવા સલાહ આપી છે.