પૂના, 14 સપ્ટેમ્બર, 2023: બજાજ ફાઈનાન્સની પેટા કંપની બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ આજે હોમ લોન્સ પરની ફેસ્ટિવ ઑફર જાહેર કરી છે, જે પગારદારોને પ્રતિ વર્ષ 8.45%*થી શરૂ થતા વ્યાજ દરો પર હોમ લોન આપશે.

આ ફેસ્ટિવ ઑફરથી આશાસ્પદ ગ્રાહકોને ઇન્ડસ્ટ્રીમાં અત્યંત ઓછા ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટ (ઈએમઆઈ), જેની શરૂઆત પ્રતિ લાખ રૂા. 729*ના દરે લોન મળશે. બજાજ હાઉસિંગ ફાઈનાન્સ હોમ લોન્સમાં અન્ય ફાયદાઓ પણ સમાયેલા છે જેમ કે પુન:ચુકવણીના અનુરૂપ વિકલ્પો, 40 વર્ષની અવધિ, અને રેપો રેટની સાથે તમારા વ્યાજ દરને સાંકળી લેવાનો વિકલ્પ આપે છે.

ઑફર:

  1. 750 કે તેથી વધુ ક્રેડિટ સ્કોર ધરાવનારા અરજદારો માટે માન્ય.
  2. 13 સપ્ટેમ્બર, 2023થી 12 નવેમ્બર, 2023 સુધી હોમ લોન્સનું વિતરણ કરાશે.
  3. પુન:ચુકવણીના અનુરૂપ વિકલ્પો અને 48 કલાકમાં લોનનું વિતરણ.