IPO ખૂલશે14 સપ્ટેમ્બર
IPO બંધ થશે18 સપ્ટેમ્બર
ફેસવેલ્યૂરૂ.1
પ્રાઇસબેન્ડરૂ.156-164
લોટ90 શેર્સ
ઇશ્યૂ સાઇઝ34352255 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 563.4 કરોડ
લિસ્ટિંગBSE, NSE

મુંબઇ, 14 સપ્ટેમ્બરઃ ઝેગલ પ્રીપેડ ઓશન સર્વિસિસ લિમિટેડ કંપનીના પ્રસ્તાવિત IPO પહેલાં પ્રતિ શેર રૂ. 1ની મૂળ કિંમત સાથે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 164 (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 163ના પ્રીમિયમ)ના અપર પ્રાઇઝ બેન્ડ ઉપર 23 એન્કર ઇન્વેસ્ટર્સે 15,458,515 ઇક્વિટી શેર્સ ફાળવીને રૂ. 253.52 કરોડનું રોકાણ કર્યું છે. જેમાં LIC MF, ICICI MF, કોટક MF સહિત પ્રતિષ્ઠિત સંસ્થાકીય રોકાણકારો, ઇસ્ટ સ્પ્રિંગ, અબક્કસ, આશિષ કચોલિયા, IIFL, વેલ્યુ ક્વેસ્ટ, લૂમિસ અને મેથ્યુસ એશિયા જેવાં પ્રમુખ રોકાણકારો એન્કર બુક પ્રક્રિયામાં સામેલ થયાં હતા.

કંપનીનો આઇપીઓ તા. 14 સપ્ટેમ્બરના રોજ ખૂલી ગયો છે. જેમાં પ્રતિ શેર રૂ. 1 (ઇક્વિટી શેર)ની મૂળ કિંમતે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 156થી રૂ. 164 પ્રાઇઝ બેન્ડ નક્કી કરાઇ છે. ઇક્વિટી શેર્સની મૂળ કિંમતથી ફ્લોર પ્રાઇઝ 156 ગણી અને કેપ પ્રાઇઝ 164 ગણી વધુ છે. બીડ/ઓફર 18 સપ્ટેમ્બર, 2023ના રોજ બંધ થશે. બિડ લઘુત્તમ 90 ઇક્વિટી શેર્સ માટે કરી શકાશે અને ત્યારબાદ 90 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાશે

એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવાયેલા કુલ 15,458,515 ઇક્વિટી શેર્સમાંથી 3,780,630 ઇક્વિટી શેર્સ (એટલે કે એન્કર ઇન્વેસ્ટર્સને કુલ ફાળવણીમાંથી 24.46 ટકા) કુલ ચાર સ્કીમ દ્વારા ત્રણ ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવાયા હતાં.