શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ ગુજરાતમાં AUM વધારી રૂ. 2500 કરોડની કરશે
અમદાવાદ, 14 સપ્ટેમ્બર: એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ (SHFL)ની જુલાઇ-23 સુધીમાં રાજ્યમાં તેની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) રૂ. 2050 કરોડ હતી. કંપની માર્ચ-24 સુધીમાં એયુએમ વધારીને રૂ. 2500 કરોડ કરવાની યોજના ધરાવે છે. સ્વ-રોજગાર ધરાવતા ગ્રાહકોને લક્ષ્યમાં રાખતાં કંપની નોન-મેટ્રો કેન્દ્રો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરતાં તેની ઉપસ્થિતિ વિસ્તારવાનો ઉદ્દેશ્ય ધરાવે છે તેમજ આગામી બે વર્ષમાં કર્મચારીઓની સંખ્યા બમણી કરીને 1,000 કરવા માગે છે. હાલમાં SHFL ગુજરાતમાં 18 બ્રાન્ચ ધરાવે છે તથા વર્તમાન નાણાકીય વર્ષમાં સંખ્યા વધારીને 25 કરવા માગે છે. કંપનીએ અમદાવાદમાં તેના નવું ઝોનલ હેડક્વાર્ટર શરૂ કર્યું છે. તે કંપનીના તાલીમ કેન્દ્ર તરીકે કામ કરશે, જ્યાં ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્થાનના કર્મચારીઓને ટેક્નિકલ કૌશલ્યો અને ડિજિટલ તાલીમ પૂરી પડાશે.
અમદાવાદમાં નવી ઓફિસ શરૂ કરી, રાજ્યમાં બ્રાન્ચ સંખ્યા વધારી 25 કરશે
SHFL ગુજરાતમાં સૌથી મોટી એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ કંપની (એચએફસી) છે તથા SHFL એફોર્ડેબલ સેગમેન્ટ અને સ્વ-રોજગાર ધરાવતા ગ્રાહકો ઉપર વિશેષ ધ્યાન આપતાં રૂ. 15-17 લાખની ટિકિટસાઇઝ ધરાવતી કંપની મહત્તમ રૂ. 1 કરોડ સુધીની હોમ લોન આપે છે. તે બિલ્ડર અપ્રૂવ્ડ પ્રોજેક્ટ ફાઇનાન્સિંગ (APF) અને સ્મોલ-ટીકીટ લોન અગેઇન્સ્ટ પ્રોપર્ટી (LAP) પણ ઓફર કરે છે, જેથી નાના વ્યવસાયના માલીકો માટે ધિરાણની તકો વધે છે. કંપનની સંપૂર્ણપણે ડિજિટલ લોન પ્રોસેસિંગ ધરાવે છે, જે ન્યૂનતમ દસ્તાવેજો સાથે ઝડપી લોન મંજૂરી અને વિતરણમાં પરિણમે છે.
SHFLના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ રવી સુબ્રમનિયને કહ્યું હતું કે, અમે છેલ્લાં 13 વર્ષથી અનૌપચારિક ક્ષેત્રોની નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યાં છીએ. SHFL રાજ્યમાં એફોર્ડેબલ હાઉસિંગ ફાઇનાન્સ સેગમેન્ટ માટે પસંદગીનું ધિરાણકર્તા છે અને અમારી નવી ઓફિસ દ્વારા અમે ગુજરાતમાં અમારી ઉપસ્થિતિને વધુ મજબૂત કરવાની યોજના ધરાવીએ છીએ.
SHFLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને ચીફ બિઝનેસ ઓફિસર નગેન્દ્ર સિંઘે કહ્યું હતું કે, ગુજરાત સરકારની આત્મનિર્ભર ગુજરાત સ્કીમે નવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપ્યું છે. તેની સાથે વિશેષ કરીને સ્વ-રોજગાર ધરાવતા ગ્રાહકો વચ્ચે એફોર્ડેબલ હોમ લોનની માગ વધી છે કે જેઓ અપૂરતાં ઔપચારિક આવકના પુરાવાના અભાવને કારણે બેંકોમાંથી ધિરાણની સુવિધા મેળવવામાં મૂશ્કેલી અનુભવે છે. અમે અમારા તાલીમ કેન્દ્ર સાથે રાજ્યમાં રોકાણ કરી રહ્યાં છીએ, જેથી ઓછી પહોંચ ધરાવતા મોર્ગેજ માર્કેટમાં અમારા ગ્રાહકોને સહયોગ કરવા માટે કાર્યબળ વિકસિત કરી શકાય.