ગુરુવારે નિફ્ટી માટે 17000 સપોર્ટ, 17400 રેઝિસ્ટન્સ
બુધવારે બજારમાં પ્રોફિટ બુકિંગ, સેન્સેક્સ 304 પોઇન્ટ અને નિફ્ટી 70 પોઇન્ટ ઘટીને બંધ
નિફ્ટી માટે 17,000 પર તાત્કાલિક સપોર્ટ અને 17,400 પર તાત્કાલિક રેઝિસ્ટન્સ
વીકલી એક્સપાયરીથી એક દિવસ પહેલા બુધવારે બજાર ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ 304 પોઇન્ટ ઘટીને 57,685 પર બંધ હતો. નિફ્ટી 70 પોઇન્ટ ઘટીને 17,246 પર બંધ રહ્યો હતો. નિફ્ટી બેન્ક 201 પોઇન્ટ ઘટીને 36,147 પર બંધ રહ્યો. જ્યારે મિડકેપ 160 પોઇન્ટ વધીને 29,137 પર બંધ રહ્યો હતો. બજારમાં જોવા મળેલો શરૂઆતી સુધારો સેકન્ડ હાફમાં ધોવાયો હતો. સેન્સેક્સ પેકની 30માંથી 18 સ્ક્રીપ્સમાં ઘટાડો રહ્યો. નિફ્ટીની 50માંથી 28 સ્ક્રીપ્સમાં વેચવાલી રહી જ્યારે નિફ્ટી બેન્કની 12માંથી 7 સ્ક્રીપ્સમાં ઘટાડો રહ્યો હતો.
ડોલર સામે રૂપિયામાં પણ નબળાઇ રહી
ડૉલર સામે રૂપિયામાં પણ આજે નબળાઈ જોવા મળી. રૂપિયો 18 પૈસા નબળો થઈને 76.31ના સ્તર પર બંધ થયો હતો.
જાણકારોનું કહેવું છે કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા લગાડીની સમાપ્તિ અને સપ્લાયની સ્થિતિમાં સુધારાથી ભારતની ઇકોનૉમી અને બજારમાં મજબૂતી જોવા મળી શકે છે. જ્યાં સુધી આવું નહીં થાય ત્યાં સુધી પરિસ્થિતિ પડકારરૂપ બની રહેશે.
આ કારણોસર માર્કેટમાં જોવાઇ રહી છે સાવધાની
– સપ્લાઇની સમસ્યાને કારણે એકવાર ફરિ મોંઘવારીનું દબાણ વધ્યું છે.
– ઇનપુટ કોસ્ટમાં ખર્ચ થઈ રહ્યો છે વધારો, દુનિયામાં ઘણા ભાગોમાં કોવિડના કેસોમાં વધારાને કારણે માંગમાં આવ્યો ઘટાડો
– રશિયા-યુક્રેન યુદ્ધ, કોમોડિટીના વધતા ભાવોનું અર્નિંગ ગ્રોથ પર દબાણ બનાવી રહી છે. – આગળ જતાં આઉટલુકમાં ડાઉન-ગ્રેડિંગની સંભાવના જોવા મળી રહી છે