2023: મેઇન બોર્ડમાં માત્ર બે જ IPOનું પોઝિટિવ લિસ્ટિંગ/ રિટર્ન
MAIDEN OVER: મેઇન બોર્ડ ખાતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી એકપણ આઇપીઓ સિવાય વિદાય
અમદાવાદ, 25 ફેબ્રુઆરીઃ પ્રાઈમરી માર્કેટને પણ સેકન્ડરી માર્કેટની મંદીનો માહોલ નડી રહ્યો હોય તેમ ચાલુ કેલેન્ડર વર્ષ 2023ના પ્રથમ બન્ને મહિના એકપણ આઇપીઓ સિવાય કોરા વિદાય લઇ રહ્યા છે. જોકે, વર્ષની શરૂઆતમાં લિસ્ટેડ બે આઇપીઓમાં રોકાણકારોને થોડું ઘણું રિટર્ન મળી રહ્યું છે તે આશ્વાસનરૂપ બાબત ગણાવી શકાય. જાન્યુઆરીમાં મેઇન બોર્ડ ખાતે લિસ્ટેડ બે IPOને બાદ કરતાં પ્રાઇમરી માર્કેટ સુસુપ્ત કન્ડિશનમાં મૂકાઇ ગયું છે. સદનસીબે બન્ને લિસ્ટેડ IPOમાં રોકાણકારો પોઝિટિવ રિટર્ન મેળવી રહ્યા છે. સાહ પોલિમર્સમાં 18.38 ટકા અને રેડિયન્ટ કેશમાં 2.66 ટકાનું રિટર્ન મળી રહ્યું છે.
2023: Main board IPO performance at a glance
Company | Issue Price | Current Price | Profit/Loss |
Sah Polymers | 65 | 76.95 | 18.38% |
Radiant Cash | 94 | 96.5 | 2.66% |
Radiant Cash Management: લાંબાગાળા માટે ખરીદો
લિસ્ટિંગ બાદ અત્યારસુધીમાં રૂ. 116.70ની ટોચ અને રૂ. 88.75નું બોટમ બનાવનારા આ શેરમાં બજાર નિષ્ણાતો લાંબાગાળાના મૂડીરોકાણ માટેની સલાહ આપી રહ્યા છે.
Sah Polymers: લાંબાગાળાના રોકાણ માટે ખરીદો
લિસ્ટિંગ બાદ અત્યારસુધીમાં રૂ. 90.40ની ટોચ અને રૂ. 73.15ની બોટમ બનાવી આ શેર હાલમાં રૂ. 77 આસપાસ મળી રહ્યો છે. લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખી આ શેર ખરીદવાની માર્કેટ નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.
SME IPO: આરબીએમ ઇન્ફ્રાકોનમાં સૌથી વધુ 139% રિટર્ન
SME પ્લેટફોર્મ ખાતે એસએમઇ ખાતે લિસ્ટેડ કુલ 17 IPO પૈકી 12 IPOમાં પોઝિટિવ રિટર્ન મળી રહ્યું છે. જ્યારે બે IPOમાં 0 ટકા રિટર્ન અને 3 IPOમાં નેગેટિવ રિટર્ન મળી રહ્યું છે. જેમાં આરબીએમ ઇન્ફ્રાકોનમાં સૌથી વધુ 139 ટકા રિટર્ન જ્યારે એસવીએસ વેન્ચર્સમાં સૌથી વધુ નેગેટિવ 48.5 ટકા રિટર્ન નોંધાયું છે.
2023: SME IPO performance at a glance
Company | Issue Price | Current Price | Profit/Loss |
Agarwal Float Glass | 42 | 42 | 0% |
Indong Tea | 26 | 19.75 | -24.04% |
Lead Reclaim | 25 | 28.95 | 15.8% |
Shera Energy | 57 | 64.05 | 12.37% |
Earthstahl & Alloys | 40 | 53.45 | 33.63% |
Gayatri Rubbers | 30 | 35.5 | 18.33% |
Transvoy Logistics | 71 | 72.5 | 2.11% |
DHARNI Capital | 20 | 20.2 | 1% |
Aristo Bio-Tech | 72 | 65 | -9.72% |
Ducol Organics | 78 | 114.95 | 47.37% |
Eastern Logica | 225 | 225 | 0% |
Chaman Metallics | 38 | 49.6 | 30.53% |
SVS Ventures | 20 | 10.3 | -48.5% |
Rex Sealing | 135 | 137.8 | 2.07% |
Anlon Technology | 100 | 149.5 | 49.5% |
RBM Infracon | 36 | 86 | 138.89% |
Homesfy Realty | 197 | 433.05 | 119.82% |
બે માસમાં સેબી સમક્ષ મેઇબોર્ડમાં 9 IPO ડ્રાફ્ટ ફાઇલ થયા
ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ બે માસ દરમિયાન અત્યારસુધીમાં 9 ડ્રાફ્ટ ઓફર્સ ફાઇલ થઇ હોવાનું સેબીના ડેટા દર્શાવે છે. જેમાં આઇડિયાફોર્જ ટેકનોલોજી, એક્મે ફીનટ્રેડ, કોરટેક ઇન્ટરનેશનલ, સિએન્ટ ડીએલએમ, રિશભ ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગેરેનો સમાવેશ થાય છે. પરંતુ માર્કેટની કન્ડિશન જોતાં માર્ચમાં કોણ હિંમત કરે છે તે જોવાનું રહેશે.
Date | COMPANY |
Feb 16, 2023 | Ideaforge Technology Limited – DRHP |
Feb 16, 2023 | AKME Fintrade (India) Limited – DRHP |
Feb 10, 2023 | Corrtech International Limited |
Jan 30, 2023 | FirstMeridian Business Services Limited – DRHP |
Jan 27, 2023 | Ratnaveer Precision Engineering Limited |
Jan 20, 2023 | Rashi Peripherals Limited |
Jan 10, 2023 | Cyient DLM Limited |
Jan 06, 2023 | J.G.Chemicals Limited |
Jan 02, 2023 | Rishabh Instruments Limited – DRHP |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)