BSE GAINERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Ch.
DALMIASUG392.55+22.85+6.18
DHAMPURSUG292.05+21.60+7.99
HCC21.11+2.72+14.79
SWANENERGY265.90+19.25+7.80
SEQUENT89.34+8.75+10.86

અમદાવાદ, 22 જૂનઃ બીએસઇ સેન્સેક્સ ગુરુવારે 284.26 પોઈન્ટ તૂટી 63238.89 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 85.60 પોઈન્ટ ઘટી 18771.25 પર બંધ રહ્યો હતો. ડ રિઝર્વે વ્યાજદર મામલે વધારો થવાનો સંકેત આપતાં રોકાણકારોમાં સાવચેતીનો સૂર જોવા મળ્યો હતો. સેન્સેક્સ આજે 78.56 પોઈન્ટના સુધારા સાથે સતત બીજા દિવસે  63601.71ની સર્વોચ્ચ ટોચે ખૂલ્યા બાદ 401.08 પોઈન્ટની વોલેટિલિટીના નોંધાવી છેલ્લે  284.26 પોઈન્ટ તૂટી 63238.89 પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ 85.60 પોઈન્ટ ઘટી 18771.25 પર બંધ રહેવા સાથે સપોર્ટ લેવલ જાળવવામાં સફળ રહ્યો હતો. જોકે, ટેકનિકલ નિષ્ણાતો 18800 પોઇન્ટની સપાટી નીચે બંધ આવે તે માર્કેટ ટોન પ્રોફીટ બુકિંગનો હોવાનું માને છે.

માર્કેટ બ્રેડ્થ નેગેટીવ

વિગતકુલવધ્યાઘટ્યા
બીએસઇ365513182208
સેન્સેક્સ30822

વિવિધ સેક્ટોરલ્સ પૈકી એસએમઈ આઈપીઓ સિવાય તમામ સેક્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યા હતાં. ફાઈનાન્સિયલ સર્વિસિઝ 9331.05  પોઇન્ટ અને ઓટો 34349.49 પોઈન્ટની ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જ્યારે ટેલિકોમ્યુનિકેશન્સ અને પાવર ઈન્ડેક્સ 1 ટકાથી વધુ તૂટ્યા હતા. માર્કેટમાં પ્રોફિટ બુકિંગનું પ્રમાણ વધ્યું છે. ફેડ રિઝર્વે ફુગાવાને અંકુશમાં લેવા વ્યાજદરમાં વધુ વધારો કરવાનો જાહેરાત કરતાં વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર ભારતીય શેરબજારો પર થઈ હતી.

BSE LOSERS AT A GLANCE

SecurityLTP (₹)Change% Change
NIITLTD86.35-4.05-4.48
SPLPETRO452.20-19.25-4.08
INDIACEM218.35-13.20-5.70
M&MFIN313.20-12.50-3.84
IDFCFIRSTB77.65-4.52-5.50


સેન્સેક્સ પેકની 30 સ્ક્રીપ્સ પૈકી 20માં ઘટાડો અને 10માં સુધારો જોવા મળ્યો હતો. 166 સ્ક્રીપ્સ વર્ષની ટોચે અને 21 સ્ક્રીપ્સ વર્ષના તળિયે પહોંચી હતી. આ સાથે કુલટ્રેડેડ 3655 સ્ક્રીપ્સ પૈકી 1317 ગ્રીન ઝોનમાં અને 2209 રેડઝોનમાં બંધ રહી હતી. વોલેટિલિટી વચ્ચે સ્મોલ અને મિડકેપ શેરોમાં પ્રોફિટ બુકિંગનો સામનો કર્યો હતો. જો કે, સુગર કંપનીઓના શેરોમાં મજબૂત ઉછાળો જોવા મળ્યો હતો. ઇથેનોલ ઉત્પાદિત કરવાનો લક્ષ્ય હાંસિલ કરવાના હેતુ સાથે વ્યાજ સબવેન્શન સ્કીમ માટે સમયમર્યાદા લંબાવવામાં આવી છે. જેના લીધે ઉત્તમ સુગર્સ અને ધામપુર સુગર્સના શેર વર્ષની ટોચે પહોંચ્યા હતા.