અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ દેશના 70 ટકા લોકો આરોગ્ય પ્રત્યે આર્થિક સુરક્ષાના ભાગરૂપે હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી રહ્યા હોવાનું એક સર્વેમાં જાણવા મળ્યું છે. હેલ્થ ઈન્સ્યોરન્સ ખરીદી લોકો ટેક્સમાં છૂટ પણ મેળવી શકે છે. 30 ટકા લોકો ટેક્સમાં છૂટનો લાભ લેવા માટે પણ હેલ્થ ઈન્સ્યોરન્સની પસંદગી કરતા હોવાનું આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સના તાજેતરના રિસર્ચ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.

 “કરવેરાના લાભ પર ધ્યાન સાથે હેલ્થ ઇન્શ્યોરન્સમાં ઊભરતા ટ્રેન્ડ્સ પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો રિપોર્ટ” શીર્ષક હેઠળના રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ગ્રાહકો આરોગ્ય ક્ષેત્રે નાણાકીય સુરક્ષાની ખાતરી આપતાં હેલ્થ ઈન્સ્યોરન્સની ખરીદીને પ્રાધાન્ય આપી રહ્યા છે. જેઓ આરોગ્ય સંબંધિત અચાનક આવતી ઈમરજન્સીમાં પોતાને આર્થિક રીતે સક્ષમ બનાવવા માગે છે. જ્યારે 30 ટકા લોકો ટેક્સમાં છૂટ અને રિબેટના કારણોસર હેલ્થ ઈન્સ્યોરન્સની ખરીદી કરતાં હોય છે. 

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના માર્કેટિંગ, કોર્પોરેટ કમ્યૂનિકેશન્સ અને સીએસઆર હેડ શીના કપૂરે જણાવ્યું હતું કે “ટેક્સ સેવિંગ્સ એન્ડ હેલ્થ ઇન્શ્યોરન્સ અંગેના અમારા તાજેતરના રિપોર્ટમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતો સામે આવી છે. સ્પષ્ટ છે કે કરવેરાના લાભો મહત્વના છે પરંતુ હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરવા માટે મોટાભાગના ગ્રાહકોના નિર્ણય પાછળ તે એકમાત્ર કારણ નથી. આ સર્વે હેલ્થ ઇન્શ્યોરન્સના મૂળભૂત મૂલ્યને ઉજાગર કરે છે.”

1. માત્ર સુરક્ષા માટે જ હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી – આ ખ્યાલમાં પરિવર્તન

·       માત્ર 30 ટકા ગ્રાહકોએ જ હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી માટેના ટોચના કારણો પૈકીના એક કારણ તરીકે કરવેરા છૂટછાટ કે કરવેરા રિબેટને આગળ ધર્યું જે દર્શાવે છે કે મોટાભાગના ગ્રાહકો માટે કરવેરાના લાભો જ મહત્વના નથી.

·       કામ કરનારી મહિલાઓની સંખ્યા વધી રહી છે ત્યારે આગામી વર્ષે કરવેરા છૂટછાટ માટે મહિલાઓ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની વધુ સંભાવના ધરાવે છે.

2. ભારતીયો શા માટે હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદે છે?

·       કેશલેસ ક્લેઇમ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટેની ઇચ્છા માટેનું સૌથી મોટું કારણ હોવાનું જણાયું છે જેના બાદ બચતોની સુરક્ષા તથા વધી રહેલા તબીબી ખર્ચ મેનેજ કરવાના કારણો મળ્યા છે.

·       હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવા માટેના હેતુઓ માત્ર કરવેરાના લાભો પર જ આધારિત નથી.

3. કરવેરા બચત માટેના માહિતી સ્ત્રોતો

·       10માંથી 6 કરતા વધુ લોકો (61 ટકા) કરવેરામાં બચત કેવી રીતે કરવી તે સમજવા માટેની માહિતીના મુખ્ય સ્ત્રોત તરીકે મિત્રો, પરિવાર અને તેમના બેંક રિલેશનશિપ મેનેજર પર આધાર રાખે છે.

·       યુવાન લોકો (21-35 વર્ષના) પબ્લિક ડોમેનમાં રહેલી માહિતી દ્વારા પોતે જાગૃત થવા પર વધુ મદાર રાખે છે. 

4. હેલ્થ ઇન્શ્યોરન્સના તમામ પાસાં સમજવા – સુરક્ષા અને રોકાણ

·       સુરક્ષાના સાધન તરીકે હેલ્થ ઇન્શ્યોરન્સની સમજદારી વધી રહી છે, માત્ર 54 ટકા ગ્રાહકો જ એ વાતથી સંપૂર્ણપણે વાકેફ છે કે તેઓ કેવી રીતે હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરીને ટેક્સ બચાવી શકે છે. આ બાબત દર્શાવે છે કે વધુ જાગૃતતા પહેલ હાથ ધરવાની જરૂર છે.

·       હેલ્થ ઇન્શ્યોરન્સનું ભવિષ્ય આશાવાદી છે. હાલના હેલ્થ ઇન્શ્યોરન્સ ધારકો પૈકી લગભગ 98 ટકાએ આગામી વર્ષ માટે રિન્યૂ કરવાની તૈયારી બતાવી હતી અને 72 ટકા લોકોએ આવતા વર્ષમાં પહેલી વખતત ખરીદી કરવા અથવા વધુ હેલ્થ ઇન્શ્યોરન્સ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

5. હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણની બાબતે ભારતના નાણાંકીય બાબતોની સમજ રાખતા ગ્રાહકો સૌથી આગળ છે

·       નાણાંકીય બાબતોની સમજ ધરાવતા નોંધપાત્ર 84 ટકા ગ્રાહકોએ હેલ્થ ઇન્શ્યોરન્સમાં રોકાણ કરેલુ છે જે દર્શાવે છે કે હેલ્થ કવરેજના મહત્વની સમજ વધી રહી છે.

·       ટેક્સ-સેવિંગ વિકલ્પ તરીકે હેલ્થ ઇન્શ્યોરન્સની પસંદગી નોન-મેટ્રો શહેરોમાં વધી રહી છે જે મોટા શહેરોથી આગળ વધી રહેલી અપીલ પર ભાર મૂકે છે.

·       નાણાંકીય નિર્ણયો લેવામાં ઉંમર અને જીવનનો તબક્કો મહત્વની ભૂમિકા ભજવે છે. 26-45 વર્ષના લોકો મોટાપાયે રોકાણો કરી રહ્યા છે.

6. નાણાંકીય રોકાણો અને ઉંમરનો સંબંધ

·       26-35 વર્ષના લોકોએ આવતા વર્ષે હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ, ફિક્સ્ડ ડિપોઝીટ્સ અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો જે નાણાંકીય આયોજન અંગે સક્રિય અભિગમનો સંકેત આપે છે.

7. બ્રાન્ડને ધ્યાનમાં લેવી

·       કરવેરા સંબંધિત અને તેના સિવાયના કારણો બંને માટે હેલ્થ ઇન્શ્યોરન્સની ખરીદી માટે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ સૌથી વધુ પસંદગીની બ્રાન્ડ છે