મુંબઈ:આદિત્ય બિરલા કેપિટલ લિમિટેડ (ABCL)ની જીવન વીમા પેટાકંપની આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સ (ABCLI)એ વ્હોટ્સએપ પર ભારતની પ્રથમ તાત્કાલિક પોલિસી ઇશ્યૂ કરવાની જાહેરાત કરી છે. એબીએસએલઆઈએ અગ્રણી કન્વર્સેશનલ એંગેજમેન્ટ પ્લેટફોર્મ, મેટા-ઑન્ડ વ્હોટ્સએપ, વિશ્વની પ્રથમ લોકપ્રિય કમ્યુનિકેશન ચેનલ ગપશપ અને ડેટા એનાલીટિક્સ, ઓટોમેશન અને નાણાકીય સંસ્થાઓને નિર્ણય લેવા માટે સૌથી મોટી ડેટા એનાલીટિક્સ, ઓટોમેશન અને નિર્ણય લેવામાં સોલ્યુશન પ્રોવાઇડર કરઝા ટેકનોલોજીસ સાથે જોડાણ કર્યું છે. એબીએસએલઆઈ ભારતની પ્રથમ વીમા કંપની છે, જેણે વ્હોટ્સએપ પર જીવન વીમા ઉત્પાદનોની સંપૂર્ણ સફર પ્રદાન કરી છે. આદિત્ય બિરલા સન લાઇફ ઇન્સ્યોરન્સના એમડી અને સીઇઓ કમલેશ રાવે કહ્યું કે, અત્યારે ગ્રાહક વધુને વધુ ડિજિટલ બની રહ્યો છે અને વ્હોટસએપ જેવા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોવાથી અમારા માટે અમારા ગ્રાહકો જ્યાં હોય ત્યાં હોવું ફરજિયાત છે.