નામ ભી બડે ઔર દર્શન ભી બડે….. રૂ. 10000થી રૂ. 1 લાખની કિંમતના શેર્સ ખરીદાય…?!!

ગત વર્ષે નેગેટિવ રિટર્ન આપનારા મલ્ટીબેગર શેર્સમાં લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખી શકાય

અમદાવાદ, 13 મેઃ સામાન્ય રીતે શેરબજારમાં સામાન્ય રોકાણકારો કે જેઓ રૂ. 1/ 5 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરતાં હોય તેઓ રૂ. 1000થી નીચેની બજાર કિંમત ધરાવતાં શેર્સ ઉપર નજર દોડાવશે. જે રોકાણકારો રૂ. 5/ 25 લાખ રોકતાં હશે તેઓ રૂ. 1000- 3500 સુધીની બજાર કિંમત ધરાવતાં શેર્સમાં મૂડીરોકાણ કરવાનું વિચારી શકતાં હોય છે. ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ 5000+ કંપનીઓ પૈકી 3500 કંપનીઓ એવી છે કે, જેમના શેર્સની બજાર કિંમત રૂ. 500 કે તેથી ઓછી હશે. પરંતુ કેટલાંક સ્ટોક્સ એવાં પણ જોવા મળશે કે જેમની કિંમત હજ્જારોમાં હોય….

કંપનીના મૂલ્ય અને કંપનીના શેરની બજાર કિંમતને આમ તો સ્નાન સૂતકનો પણ સંબંધ નથી હોતો. ઘણીવાર રૂ. 2000 કરતાં માર્કેટ પ્રાઇસ ધરાવતા શેર્સ તેમની હરીફ કંપનીઓના સાવ સસ્તાં મળતાં શેર્સ કરતાં નબળી નાણાકીય કામગીરી ધરાવતાં હોય તેવું પણ જોવા મળી શકે છે. તો બીજી તરફ રૂ. 100ની બજાર કિંમત ધરાવતાં શેર્સ એકવાર ધારણ કર્યા પછી ઘણી વાર રોકાણકારોને ભારે પડી જતાં હોય છે અને ગળામાં ઘંટ બંધાઇ ગયાની ફિલિંગ કરાવતાં હોય છે.

સામાન્ય રોકાણકારો માટે રૂ. 5000- 1000 કે એમઆરએફ જેવી રૂ. 100000 આસપાસની બજાર કિંમત ધરાવતાં શેર્સ ખરીદવાનું મુશ્કેલ હોય છે. પરંતુ તેમના વિશે જાણકારી મેળવવી પણ એટલી જ જરૂરી હોય છે. તેને ધ્યાનમાં રાખીને બિઝનેસ ગુજરાતએ એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કર્યો છે…

ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ 15 સ્ટોક્સ એવાં છે કે, તેમની વેલ્યૂ રૂ. 10000થી રૂ. 100000 વચ્ચે રમે છે

ભારતીય શેરબજારોમાં લિસ્ટેડ 15 સ્ટોક્સ એવાં છે કે, તેમની વેલ્યૂ રૂ. 10000થી રૂ. 100000 વચ્ચેની હોય તેમની વર્તમાન બજાર કિંમત, કંપનીની નાણાકીય કામગીરી તેમજ વિવિધ પેરામિટર્સના આધારે તે શેર્સની રિયલ વેલ્યૂ અને શેરબજારની રિયાલિટી વિશે અંદાજ આવે તેવો પ્રયાસ કરી રહ્યા છીએ.

ખાસ નોંધઃ આવા શેર્સમા મૂડીરોકાણ કરતાં પહેલાં રોકાણકારોએ પુરતો અભ્યાસ કરીને યોગ્ય નિષ્ણાતોની સલાહના આધારે જ આગળ વધવું જોઇએ જેથી મોટા નુકસાનમાંથી બચી શકાય. કારણકે શેરબજારમાં તમે જે ઘડીએ કોઇ શેર ખરીદો છો તેની બીજી જ  સેન્કડે તે શેરનો ભાવ વધી કે ઘટી જશે તેની તમને કોઇ પાક્કી ખાતરી હોતી નથી.

માર્કેટ પ્રાઇસની દ્રષ્ટિએ ટોપ 15 સ્ટોક્સ એટ એ ગ્લાન્સ

ક્રમકંપનીછેલ્લો ભાવ (12-5-23)52WH52WL
1.MRF966799987965900
2.Page Industries422635426235600
3.Honeywell Automation370394432230162
4.Shree Cements247382701317900
5.Abbott India212062314216202
6.3M India234202524017300
7.Nestle India218002229616000
8.Bosch189841985412940
9.P & G Hygiene138981550012751
10.Kama Holdings12589146009615
11.Lakshmi machine11412141948115
12. Bmbay oxygen109201691010002 
13.The Yamuna Syndicate*105001495010202
14.Tasty Bite Eatables9522144007955
15.Polson ltd11781144889132

* Periodic Call Auction

કંપનીMCap( Rs Cr)
MRF36,697
Page Ind. 45,338
Honeywell Automation31,614
Shree Cement86,874
Abbott India47,250
3M India25,132
Nestle India1,99,223
Bosch55,408
P&G Hygiene45,004
Yamuna Syndicate345.63
Kama Holdings7,937.26
Bombay Oxygen163.24
Lakshmi Machine11,336
Tasty Bite2,214.73
Polson136.44
  1. MRF મદ્રાસ રબર ફેક્ટરી (એમઆરએફ) એ ટાયર કંપની છે. હાલમાં બીએસઇ અને એનએસઇ ખાતે માર્કેટ પ્રાઇસની દ્રષ્ટિએ નં.1 કંપની છે. શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત ધરાવતાં શેર અ પીઇ રેશિયો આશરે 61.69 છે અને છેલ્લા એક વર્ષમાં 22 ટકા આસપાસ આ શેર રિટર્ન આપી રહ્યો છે.
  2. 2. Page Industries પેજ ઇન્ડસ્ટ્રીઝ એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કંપની છે. જે જોકી બ્રાન્ડ હેઠળ ઇનરવેરનું ઉત્પાદન ધરાવતે છે. છેલ્લા 10 વર્ષમાં આ શેરે આશરે 1100 ટકા જેટલું રિટર્ન આપ્યું છે. કંપની રૂ. 66.34નો પીઇ રેશિયો ધરાવે છે.
  3. Honeywell Automation (હનીવેલ ઓટોમેશન) એ યુએસ બેઝ્ડ હનીવેલ ગ્રૂપનો એક ભાગ છે. જે ઇન્ટીગ્રેટેડ ઓટોમેશન અને સોફ્ટવેર સોલ્યૂશન્સ આપે છે. કંપનીના શેરમાં છેલ્લા પાંચ વર્ષમાં 39 ટકાનું રિટર્ન નોંધાયું છે. જેનો પીઇ રેશિયો 79.30 આસપાસ છે.
  4. 4. Shree Cements (શ્રી સિમેન્ટ) એ કોલકાતા બેઝ્ડ સિમેન્ટ કંપની છે. કંપની રાજસ્થાનમાં અજમેર જિલ્લાના બિયાવરમાં પ્લાન્ટ ધરાવે છે. જેનો પીઇ રેશિયો 62 આસપાસ અને છેલ્લાં એક વર્ષમાં આ શેર 8 ટકા આસપાસ રિટર્ન આપી ચૂક્યો છે.

5. Abbott India (એબોટ ઇન્ડિયા) એ મુંબઇ હેડક્વાર્ટર ધરાવતી ફાર્મા કંપની છે. 51 આસપાસનો પીઇ રેશિયો અને છેલ્લા એક વર્ષમાં 27 ટકા રિટર્ન આપી ચૂક્યો છે આ શેર.

6. 3M India (3એમ ઇન્ડિયા) 3એમ કંપની યુએસએની પેટા કંપની તરીકે લિસ્ટેડ આ કંપની ડેન્ટલ, સિમેન્ટ, હેલ્થકેર વગેરેમાં વૈવિધ્યકૃત કામગીરી ધરાવે છે. 60 આસપાસના પીઇ રેશિયો સાથે આ શેરમાં જોકે, છેલ્લા એક વર્ષમાં 27 ટકા નેગેટિવ રિટર્ન નોંધાયું છે.

7. Nestle India (નેસ્લે ઇન્ડિયા) ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી કંપની મેગી, કીટકેટ, નેસકાફે, એવરીડે જેવી પ્રચલિત બ્રાન્ડ્સ ધરાવે છે. જે સ્વીસ મલ્ટીનેશનલ કંપનીની પેટા કંપની તરીકે લિસ્ટેડ થયેલી છે. છેલ્લા એક વર્ષમાં 13 ટકા આસપાસ રિટર્ન આપતી આ કંપનીનો પીઇ રેશિયો 78 આસપાસ ચાલી રહ્યો છે.

8. Bosch (બોશ) જર્મન મલ્ટીનેશનલ કંપની રોબર્ટ બોશની પેટા કંપની તરીકે આ કંપની ઓટો એન્સિલરી ઇન્ડસ્ટ્રીઝમાં કાર્યરત છે. 40 આસપાસના પીઇ સાથે કંપનીએ છેલ્લા એક વર્ષમાં 40 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે.

9. P & G Hygiene (પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજિન) તરીકે ઓળખાતી કંપની એફએમસીજી સેક્ટરમાં સૌથી ઝડપી ગ્રોથ રેટ ધરાવતી કંપની છે. જે ડ્યુરાસેલ, ઓલે, ટાઇડ, જિલેટ, બ્રાઉન, પ્રીન્ગલ્સ, લાકોસ્ટે, પુમા જેવી પ્રચલિત બ્રાન્ડ સાથે 89નો પીઇ રેશિયો ધરાવતી કંપની છે. છેલ્લા એક વર્ષમાં આ શેરે 0.50 ટકાથી નીચે રિટર્ન આપ્યું છે.

10. The Yamuna Syndicate (યમુના સિન્થેટિક્સ) તરીકે ઓળખાતી કંપની ટ્રેક્ટર્સ, ઇન્ડસ્ટ્રીયલ લ્યૂબ્સ, ઓટોમોટિવ, બેટરીઝ, પેસ્ટીસાઇડ્સ, ખાતર સુગર અને પેટ્રોલપંપ્સ એક્ટિવિટી ધરાવે છે. 5ના પીઇ રેશિયો સાથે આ શેરમાં છેલ્લા એક વર્ષમાં 13 ટકા નેગેટિવ રિટર્ન નોંધાયું છે.

11. Kama Holdings (કામા હોલ્ડિંગ્સ) તરીકે ઓળખાતી કંપની ટેકનિક ટેક્સટાઇલ્સ કેમિકલ્સ, પેકેજિંગ ફિલ્મ્મસ તથા અન્ય સિન્થેટિક પોલિમર્સના ઉત્પાદન અને ટ્રેડિંગ સાથે સંકળાયેલી કંપનીઓમાં હિસ્સો ધરાવે છે. 6.25 આસપાસના પીઇ સાથેના શેરમાં છેલ્લા એક વર્ષમાં 11 ટકા આસપાસ રિટર્ન નોંધાયું છે.

12. Bombay Oxygen (બોમ્બે ઓક્સિજન) તરીકે ઓળખાતી કંપની શેર્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ તથા અન્ય ફાઇનાન્સિયલ એસેટ્સમાં મૂડીરોકાણ ધરાવે છે. અગાઉ કંપની ઇન્ડસ્ટ્રીયલ ગેસ ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલી હતી. કંપનીના શેરમાં છેલ્લા એક વર્ષમાં 22 ટકા આસપાસ નેગેટિવ રિટર્ન નોંધાયું છે.

13. Lakshmi Machine Works (લક્ષ્મી મશીન વર્ક્સ) તરીકે ઓળખાતી કંપની ટેક્સટાઇલ સ્પીનિંગ મશીનરી ઉત્પાદન ઉપરાંત સીએનસી મશીન ટૂલ્સ, હેવી કાસ્ટીંગ્સ, વગેરેના 6 ઉત્પાદન પ્લાન્ટ્સ ધરાવે છે. 31 આસપાસનો પીઇ અને છેલ્લા એક વર્ષમાં 11 ટકા આસપાસ શેરમાં રિટર્ન જોવા મળ્યું છે.

14. Tasty Bite Eatables (ટેસ્ટી બાઇટ ઇટેબલ્સ) તરીકે ઓળખાતી કંપની ફુડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી છે. કંપની રેડી ટૂ સર્વની વિશાળ શ્રેણી ઉપરાંત ટેસ્ટી બાઇટ બ્રાન્ડ હેઠળ ફ્રોઝન ફોર્મ્ડ પ્રોડક્ટ્સના ઉત્પાદન સાથે પણ સંકળાયેલી છે. 86 આસપાસના પીઇ સાથે શેરમાં એક વર્ષમાં 23 ટકા આસપાસ નેગેટિવ રિટર્ન નોંધાયું છે.

15. Polson (પોલસન) તરીકે ઓળખાતી કંપની કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં વેજિટેબલ ટેનિન અને ઇકો ફ્રેન્ડલી લેધર કેમિકલ્સ ઉત્પાદન ધરાવે છે. છેલ્લા એક વર્ષમાં 36 આસપાસના પીઇ સામે કંપનીનો શેર 3 ટકા આસપાસનું રિટર્ન ધરાવે છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)