મુંબઈ, 13 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,44,616 સોદાઓમાં રૂ.70,486.17 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.61,566ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,651 અને નીચામાં રૂ.60,250ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.601 ઘટી રૂ.60,892ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.294 ઘટી રૂ.48,865 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.43 ઘટી રૂ.6,118ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.561 ઘટી રૂ.60,886ના સ્તરે પહોંચ્યો હતો.

સોનાના વાયદામાં રૂ.601 અને ચાંદીમાં રૂ.4,230નો કડાકો

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.78,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.78,292 અને નીચામાં રૂ.73,710ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.4,230 ઘટી રૂ.73,808ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,995 ઘટી રૂ.73,815 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.3,999 ઘટી રૂ.73,804 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં તાંબુ મે વાયદો રૂ.738.45ના ભાવે ખૂલી, રૂ.9.35 ઘટી રૂ.729.20 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.65 ઘટી રૂ.205.95 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.45 વધી રૂ.184ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.4.50 ઘટી રૂ.231ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.50 ઘટી રૂ.206.25 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.183.95 જસત-મિની મે વાયદો રૂ.4.25 ઘટી રૂ.230.90 બંધ થયો હતો. એમસીએક્સ ખાતે 85,277 સોદાઓમાં રૂ.10,125.44 કરોડના વેપાર થયા હતા.

ક્રૂડ તેલમાં સેંકડા વધ્યા, બુલડેક્સ વાયદામાં રૂ.387 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.5,662ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,060 અને નીચામાં રૂ.5,653ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.154 વધી રૂ.5,843 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.154 વધી રૂ.5,847 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.172ના ભાવે ખૂલી, રૂ.5.40 વધી રૂ.179.60 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 5.4 વધી 179.8 બંધ થયો હતો. 7,94,626 સોદાઓમાં રૂ.28,424.91 કરોડનો ધંધો થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.63,140ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,400 અને નીચામાં રૂ.61,720ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,220 ઘટી રૂ.61,860ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.11.60 ઘટી રૂ.955.80 બોલાયો હતો. એમસીએક્સ ખાતે રૂ.59.42 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,09,095 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.340974 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.27,932.69 કરોડનાં 45,720.506 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.42,553.48 કરોડનાં 5,563.121 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.13,593.48 કરોડનાં 22,920,460 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.14,831.43 કરોડનાં 814,603,250 એમએમબીટીયૂનાં કામ થયાં હતાં.

બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,505.51 કરોડનાં 72,488 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.281.51 કરોડનાં 15,283 ટન તાંબાના વાયદાઓમાં રૂ.5,916.56 કરોડનાં 79,598 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,421.86 કરોડનાં 102,522 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.47.97 કરોડનાં 7,680 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.11.45 કરોડનાં 118.44 ટનનાં કામકાજ થયાં હતાં.