IDBI બેંકે રિટેલ ડિપોઝિટના વ્યાજદર 25 bps સુધી વધાર્યા

આઇડીબીઆઈ બેંકે રૂ. 2 કરોડથી ઓછી ટર્મ ડિપોઝિટ પર વ્યાજદરમાં 25 બેસિસ પોઇન્ટના વધારાની જાહેરાત કરી છે. 15 જૂન, 2022થી અમલમાં આવેલા આ દરો સ્થાનિટ ટર્મ ડિપોઝિટ, નોન-રેસિડન્ટ ઓર્ડિનરી (એનઆરઓ) અને નોન રેસિડન્ટ એક્ષ્ટર્નલ (એનઆરઇ) ટર્મ ડિપોઝિટ માટે વિવિધ તમામ મુદ્દત માટે લાગુ થશે. આઇડીબીઆઈ બેંકના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર સુરેશ ખટનહારે જણાવ્યું કે, બેંક એના સૌથી ઊંચા દર 5.75 ટકા અને નમન “સીનિયર સિટિઝન એફડી” બ્રાન્ડ હેઠળ મેચ્યોરિટીઝ પર રેસિડન્ટ સીનિયર સિટિઝન ગ્રાહકોને 75 બેસિસ પોઇન્ટ વધારે વ્યાજદર 6.50 ઓફર કરે છે.” નીચેનું ટેબલ આઇડીબીઆઈ બેંકના હાલના રિટેલ ટર્મ ડિપોઝિટ દર અને 15 જૂન, 2022થી લાગુ સંશોધિત વ્યાજદરોની સરખામણી દર્શાવે છેઃ

કોટક જનરલ ઈન્સ્યોરન્સની મોટર વીમા માટે ફોનપે સાથે ભાગીદારી

ડિજિટલ વિતરણ અને સીધા ગ્રાહક સાથે સાંકળતા ક્ષેત્ર પર મોટો દાવ લગાવીને, કોટક મહિન્દ્રા જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ (કોટક જનરલ ઈન્સ્યોરન્સ)એ આજે જાહેરાત કરી છે કે તેણે ભારતના અગ્રણી ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ, ફોનપે ઈન્સ્યોરન્સ બ્રોકિંગ સર્વિસીસ પ્રાઈવેટ લિમિટેડ (ફોનપે) સાથે ભાગીદારી કરી છે અને આ સાથે તે ફોનપે પ્લેટફોર્મ પરથી 380 મિલિયન ગ્રાહકોને મોટર વીમો ઓફર કરશે. ફોનપે મારફત કોટક જનરલ ઈન્સ્યોરન્સ તેના ગ્રાહકોને ઝડપથી અને સરળતાથી કાર અને ટુ-વ્હીલર વીમા પોલિસીઓ પૂરી પાડશે. કોટક જનરલ ઈન્સ્યોરન્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ, સુરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે, “આ જોડાણથી ફોનપેના ગ્રાહકો આરામથી તેમના સ્માર્ટ ફોનમાંથી માત્ર થોડી ક્લિક્સમાં કાર અને ટુ-વ્હીલર વીમાની શરૂથી અંત સુધી ઓનલાઈન ખરીદી શકશે. ફોનપેના જનરલ ઈન્સ્યોરન્સના વડા, પ્રણય બત્રાએ જણાવ્યું હતું કે, “અમે કોટક જનરલ ઈન્સ્યોરન્સ સાથે ભાગીદારી કરવા માટે ઉત્સાહિત છીએ અને અમારા ગ્રાહકોને ફોનપે પ્લેટફોર્મ પર કાર અને ટુ-વ્હીલર વીમો ખરીદતી વખતે પસંદ કરવા માટે વધુ એક શ્રેષ્ઠ વિકલ્પ પ્રદાન કરીએ છીએ.

કોટક મહિન્દ્રા બેંકે સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજદર વધારીને 4 ટકા સુધી કર્યાં

કોટક મહિન્દ્રા બેંક લિમિટેડે સેવિંગ્સ એકાઉન્ટ અને વિવિધ મુદ્દતની ફિક્સ્ડ ડિપોઝિટ ઉપરના વ્યાજદરોમાં વધારો કર્યાંની જાહેરાત કરી છે. સેવિંગ્સ એકાઉન્ટમાં વ્યાજદરમાં વધારો 13 જૂન, 2022થી લાગુ પડશે. સેવિંગ્સ એકાઉન્ટમાં રૂ. 50 લાખથી વધુ દૈનિક બેલેન્સ ઉપર હવે અગાઉના વાર્ષિક 3.5 ટકાથી 50 બેઝિસ પોઇન્ટ્સ વધીને વાર્ષિક 4 ટકા વ્યાજ મળશે. ફિક્સ્ડ ડીપોઝીટ ઉપરના વ્યાજદરોમાં 10થી25 બેઝિસ** પોઇન્ટ્સનો વધારો કરાયો છે. કોટક મહિન્દ્રા બેંકના કન્ઝ્યુમર બેંકિંગના ગ્રૂપ પ્રેસિડેન્ટ શાંતિ એકામ્બરમે જણાવ્યું હતું કે, વ્યાજદરોમાં હવે વધારો થઇ રહ્યો છે. કોટક માટે અમારી સઘળી પહેલોમાં ગ્રાહક હંમેશાથી કેન્દ્રસ્થાને રહ્યાં છે તથા તેમના વિશ્વસનીય બેંકિંગ પાર્ટનર તરીકે અમે અમારા ગ્રાહકોને તેમની જરૂરિયાત મૂજબની પ્રોડક્ટ્સ અને સેવાઓથી સશક્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ. આ સિદ્ધાંત અનુરૂપ અમે અમારા સેવિંગ્સ એકાઉન્ટ ઉપરના વ્યાજદરો વધારીને વાર્ષિક 4 ટકા* કર્યાં છે તેમજ વિવિધ મુદ્દત માટેના અમારા ટર્મ ડિપોઝિટ દરો પણ વધાર્યાં છે, જેથી ગ્રાહકો વધુ વ્યાજનો લાભ લઇ શકે.

મોર્ગેજ ટેક સ્ટાર્ટઅપ ઇઝીએ ફોક્સકાર્ડ પ્રસ્તુત કર્યું

મોર્ગેજ ટેક કંપની ઇઝી હોમ ફાઇનાન્સ લિમિટેડ (ઇઝી)એ આજે પોતાના પ્રકારનાં પ્રથમ ઉત્પાદન ફોક્સકાર્ડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે પ્રોપર્ટી સામે ફ્લેક્સિબ્લ લોન પ્રદાન કરશે. ફોક્સકાર્ડ યુઝર્સને ઇઝીની એપ દ્વારા તેમની પોતાની માલિકી સામે ઇક્વિટી મેળવવા સક્ષમ બનશે, જે તેમના ઘરઆંગણે પ્રદાન થશે. આ એપ-ઑન્લી એપ્લિકેશન પ્રોસેસ હશે. આ નવી પ્રોડક્ટ પ્રસ્તુત થવાની સાથે ઇઝીનો ઉદ્દેશ આગામી 6થી 8 ત્રિમાસિક ગાળાઓ પર આશરે 15,000 કાર્ડગ્રાહકોનો આધાર હાંસલ કરવાનો છે. ફોક્સકાર્ડ કંપની દ્વારા એની શરૂઆતથી અત્યાર સુધીમાં લોંચ થયેલી પ્રોપર્ટી પ્રોડક્ડ સામે બદલાતી ક્રેડિટ મર્યાદા છે. આ પ્રોડક્ટ મધ્યમ-આવક ધરાવતા જૂથને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે, જે શહેરી વિસ્તારોની આસપાસ ટિઅર 2/3/4 શહેરોમાં જીવે છે. આ વિશે ઇઝીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રોહિત ચોખાનીએ કહ્યું હતું કે, “ફોક્સ કાર્ડ પ્રસ્તુત કરવાની સાથે અમે બજારમાં જરૂરિયાતના દેખાતા ગેપની સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. વ્યક્તિની માસિક ચુકવણી ઘટાડે અને સમયગાળો વધારે એવી પ્રોડક્ટ માટેની જરૂરિયાત હતી. અમારા ફોક્સ કાર્ડ સાથે કોઈ પણ વ્યક્તિ વધારાની ઇક્વિટી પર બિનજરૂરી ખર્ચા વિના તેમની પ્રોપર્ટી સામે બદલાતી ઇક્વિટીનો ઉપયોગ કરવાની સંપૂર્ણ ફ્લેક્સિબિલિટી ધરાવશે. એનો ઉદ્દેશ અમારા હાલના અને નવા ગ્રાહકોને લાભ પહોંચાડવાનો છે, જે તેમને ઉપયોગ થયેલી રકમ માટે ઇએમઆઇ ચુકવવામાં મદદ કરશે, નહીં કે લોનની સંપૂર્ણ મંજૂર થયેલી રકમ ચુકવાવમાં. અમે એ સુનિશ્ચિત પણ કરીશું કે, તેમાં આગોતરી ચુકવણી કરવામાં કોઈ પેનલ્ટી નહીં લાગે.

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ અને સેવા ફાઉન્ડેશન દ્વારા નવું અભિયાન- એનવીઝન

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, ભારત અને સેવા ફાઉન્ડેશને ભારતના વંચિત સમુદાયોના ચાલીસ લાખ લોકોને આંખની સારવાર  સુવિધા પૂરી પાડવા માટે સહયોગ દ્વારા એનવીઝન નામે એક નવું અભિયાન શરૂ કર્યું છે. આ બે સંસ્થા સહયોગી હોસ્પિટલોની સાથે મળી 65 દ્રષ્ટિ કેન્દ્રો ભારતના નવ રાજ્યો- ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઓડિસા, તામિલનાડુ, ઉત્તર પ્રદેશ, તેલંગણા અને પશ્ચિમ બંગાળમાં શરૂ કરશે. એનવીઝન અભિયાન હેઠળ એવા વિસ્તારોમાં  દ્રષ્ટિ  કેન્દ્રો શરૂ કરાશે જ્યાં આવા કેન્દ્રો હોય નહીં. આ  રીતે તે સર્વને આરોગ્ય સુવિધા પૂરી પાડવાના અભિયાનમાં સાથ પૂરાવશે. આ   કેન્દ્રો 15 અગ્રણી આંખની સારવાર પૂરી પાડનારી સંસ્થાઓ દ્વારા ડિસેમ્બર, 2024 સુધીમાં  શરૂ કરવામાં આવશે, જેમની કુલ ક્ષમતા ચાર લાખ આંખ તપાસની, 67,000 ચશ્મા પૂરા પાડવાની અને 16,000 આંખની શસ્ત્રક્રિયા કરવાની હશે. આ દ્રષ્ટિ કેન્દ્રો સ્થાનિક વિસ્તારોમાં રહેતા વંચિત સમુદાયોના સ્ત્રીઓ અને બાળકો સહિતના લોકોને  કાયમી ધોરણે ઉપલબ્ધ થશે. આવા કેન્દ્રોમાં આંખની સમસ્યાને દૂર કરવાને લગતી 80 ટકા સુવિધા હશે. જટિલ કેસને નજીકની હોસ્પિટલોમાં મોકલવામાં આવશે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્ક, ભારત,ના સસ્ટેઈનઈબીલીટી વિભાગના વડા કરુણા ભાટિયાએ કહ્યું કે, “સેવા ફાઉન્ડેશનના સહયોગમાં અમે એવા લોકોને આંખની સારવાર આપવા માંગીએ છીએ જેમને તે ઉપલબ્ધ નથી અને તે મેળવવાનો ખર્ચ પણ પરવડી શકતો નથી. એનવીઝન દ્વારા અમે એવું માળખું ઊભું કરશું અને પદ્ધતિનું નિર્માણ કરશું જેથી બેન્કનું સ્વપ્ન  ”જોયા પછી જ માનવું ”  સિદ્ધ કરી શકાય. બેન્ક તેના ”જોયા પછી જ માનવું ” સ્વપ્ન કાર્યક્રમ હેઠળ દેશના 1 કરોડ 40 લાખ લોકો સુધી પહોંચી શકી છે. આ કાર્યક્રમ હેઠળ 22 રાજ્યોમાં પથરાયેલા 265 દ્રષ્ટિ કેન્દ્રો દ્વારા મોતિયાની 25 લાખ 80 હજાર શસ્ત્રક્રિયા કરવામાં આવી છે.”