મુંબઈ, 1 નવેમ્બરઃ રિલાયન્સ રિટેલે પોતાની રિટેલ પહોંચને વિસ્તરિત કરતાં એસબીઆઈ કાર્ડ્સ સાથે મળી રિલાયન્સ એસબીઆઈ કાર્ડ લોન્ચ કર્યું છે. લાઈફસ્ટાઈલ આધારિત આ ક્રેડિટ ગ્રાહકોને સર્વગ્રાહી અને લાભદાયી શોપિંગ અનુભવ પ્રદાન કરશે.

રિલાયન્સ રિટેલ કાર્ડ રિલાયન્સ રિટેલની વ્યાપક અને વૈવિધ્યસભર ઇકોસિસ્ટમમાં ટ્રાન્જેક્શન કરતી વખતે રિવોર્ડ અને બેનિફિટ્સ અનલૉક કરવાની મંજૂરી આપે છે. જેમાં ફેશન અને જીવનશૈલીથી લઈને કરિયાણા, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સથી ફાર્મા, ફર્નિચરથી જ્વેલરી અને ઘણું બધું છે. વધુમાં, રિલાયન્સ એસબીઆઈ કાર્ડ યુઝર એસબીઆઈ કાર્ડ દ્વારા શરૂ કરાયેલ ક્યુરેટેડ ઑફર્સનો આનંદ લઈ શકે છે.

આ ભાગીદારીનો હેતુ SBI કાર્ડના યુઝરની પહોંચના વ્યાપક નેટવર્ક અને રિલાયન્સ રિટેલના અનન્ય રિટેલ પ્રસ્તાવનો લાભ ગ્રાહકો સુધી પહોંચાડવાનો છે. જેમાં વેલકમ રિવોર્ડ તરીકે વિશિષ્ટ ટ્રાવેલિંગ અને એન્ટરટેઈનમેન્ટના લાભો સહિત વિશિષ્ટ રિવોર્ડ ઉપલબ્ધ છે.

રિલાયન્સ રિટેલ નેટવર્ક પરના વ્યવહારો માટે રિન્યુઅલ ચાર્જ માફી અને રિલાયન્સ રિટેલ વાઉચર્સ પણ સામેલ છે.

આ કાર્ડ બે વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવશે – રિલાયન્સ એસબીઆઈ કાર્ડ અને રિલાયન્સ એસબીઆઈ કાર્ડ પ્રાઇમ, દરેક ગ્રાહકની ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ વિવિધ પુરસ્કારો અને જીવનશૈલી સુવિધાઓ લાવવા માટે રચાયેલ છે.

રિલાયન્સ એસબીઆઈ કાર્ડ

  • યુઝર રિલાયન્સ SBI કાર્ડ પ્રાઇમ માટે ₹2,999ની વાર્ષિક ફી વત્તા લાગુ પડતા ટેક્સ ચૂકવવો પડશે.
  • રિલાયન્સ SBI કાર્ડ ધારકોએ ₹499ની વાર્ષિક ફી વત્તા લાગુ પડતો ટેક્સ ચૂકવવો પડશે.
  • કાર્ડધારકો રિલાયન્સ એસબીઆઈ કાર્ડ પ્રાઇમ પર ₹3,00,000 અને રિલાયન્સ એસબીઆઈ કાર્ડ પર ₹1,00,000ના વાર્ષિક ખર્ચના લક્ષ્યને હાંસલ કરવા પર રિન્યૂઅલ ફી ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
  • આ કાર્ડ રિસાયકલ પ્લાસ્ટિકનું બનેલું છે અને તેને RuPay પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવ્યું છે.
  • કાર્ડધારકો રિલાયન્સની અગ્રણી રિટેલ બ્રાન્ડ્સ જેમ કે રિલાયન્સ સ્માર્ટ, સ્માર્ટ બજાર, રિલાયન્સ ફ્રેશ સિગ્નેચર, રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ ટ્રેન્ડ્સ, JioMart, Ajio, Reliance Jewels, Urban Ladder, Netmeds અને ઘણી બધી પર ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.