અમદાવાદ, 1 નવેમ્બરઃ ફાર્મા અગ્રણી સન ફાર્માએ ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો રૂ. 2,375.5 કરોડ નોંધાવ્યો છે. જે ગતવર્ષે સમાનગાળામાં રૂ. 2262.22 કરોડ સામે 5 ટકા વધ્યો છે.

પરિણામોના પગલે સન ફાર્માનો શેર આજે 3 ટકા સુધી વધી 1120.30ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. જે અંતે 2.67 ટકા ઉછાળા સાથે 1117.80 પર બંધ રહ્યો હતો.

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં આવક રૂ. 12,192 કરોડ થઈ હતી, જે એક વર્ષ અગાઉના રૂ. 10,952.3 કરોડની સરખામણીએ 11.3 ટકા વધુ છે. EBITDA પહેલાં કંપનીની કમાણી રૂ. 3179 કરોડ થઈ હતી, જે અગાઉના વર્ષના સમાન ગાળામાં રૂ. 2,956.5 કરોડ હતી. EBITDA માર્જિન એક વર્ષ અગાઉના ગાળામાં 27 ટકા સામે 26.1 ટકા હતો.

સેગમેન્ટ મુજબ, સન ફાર્માનું ઈન્ડિયા ફોર્મ્યુલેશન વેચાણ રૂ. 3842.5 કરોડ સાથે ગયા વર્ષના બીજા Q2ની સરખામણીમાં 11.1 ટકા વધુ છે. યુએસ ફોર્મ્યુલેશનનું વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળામાં 4.2 ટકા વધુ $430 મિલિયન થયું હતું.

R&D પાછળ ખર્ચ વધાર્યો

સન ફાર્માએ બીજા ત્રિમાસિકમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પાછળ રૂ. 773.4 કરોડનો ખર્ચ કર્યો છે, જે  ગતવર્ષે રૂ. 571 કરોડના વેચાણ સામે 6.4 ટકા છે. કંપનીએ આ ક્વાર્ટરમાં 3 ન્યૂ ડ્રગ એપ્લિકેશન (ANDAs) ફાઇલ કરી હતી અને આ ક્વાર્ટરમાં 8 ANDA માટે મંજૂરીઓ મેળવી હતી.

સન ફાર્માની ગ્લોબલ સ્પેશિયાલિટી પાઇપલાઇનમાં છ પ્રોડક્ટ્સ છે. જેમાં ડ્યુરોક્સોલિટિનિબનો સમાવેશ થાય છે, જે હાલમાં એલોપેસીયાની સારવાર માટે યુએસ એફડીએ અને ત્વચાના કેન્સરની સારવાર માટે નિડલેજીમાં દાખલ કરવામાં આવી છે.

સન ફાર્માના યુનિટ Taroના વેચાણ વધ્યા

સન ફાર્માના યુનિટ ટારોનું ચોખ્ખું વેચાણ વધીને $148.2 મિલિયન થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળામાં ક્વાર્ટરમાં $130.49 મિલિયન સામે વધ્યું છે. બોર્ડે “સંસાધનોના શ્રેષ્ઠ ઉપયોગ” અને કાર્યક્ષમતામાં વધારો કરવાના હેતુ સાથે તેની સંપૂર્ણ માલિકીની પાંચ પેટાકંપનીઓના એકીકરણને પણ મંજૂરી આપી હતી.