IPO Listing: Inox Indiaનો આઈપીઓ 41 ટકા પ્રીમિયમે લિસ્ટેડ, રોકાણકારોને રૂ. 6000નો નફો
Inox India IPO Listing
ઈશ્યૂ પ્રાઈસ | 660 |
ખૂલ્યો | 933.15 |
પ્રીમિયમ | 41 ટકા |
હાઈ | 978.90 |
રિટર્ન | 48.32 ટકા |
અમદાવાદ, 21 ડિસેમ્બરઃ Inox India IPO આજે વોલેટાઈલ માર્કેટમાં રૂ. 660ની ઈશ્યૂ પ્રાઈસ સામે બીએસઈ ખાતે 41 ટકા પ્રીમિયમે રૂ. 933.15 અને એનએસઈ ખાતે રૂ. 949.65ના સ્તરે લિસ્ટેડ થયો હતો. જો કે, બાદમાં ઓપનિંગ પ્રાઈસની તુલનાએ 8 ટકા સુધી તૂટ્યો હતો. ઉંચામાં 978.90ની સર્વોચ્ચ ટોચ બનાવ્યા બાદ ઘટી 862 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
રોકાણકારોને 22 શેર્સના લોટ દીઠ રૂ. 6000નો નફો થયો છે. માર્કેટની વોલેટિલિટીના લીધે પ્રોફિટ બુકિંગ વધતાં શેર તૂટી 855.20 થયો હતો. આઈનોક્સ ઈન્ડિયાના ઈશ્યૂને ક્યુઆઈબી દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો હતો. ક્યુઆઈબી પોર્શન 147.80 ગણો, એનઆઈઆઈ 53.20 ગણો અને રિટેલ 15.30 ગણા સબ્સ્ક્રિપ્શન સાથે કુલ 61.28 ગણો ભરાયો હતો.
આઈનોક્સ ઈન્ડિયાએ રૂ. 660ની ઈશ્યૂ પ્રાઈસ હેઠળ રૂ. 1459.32 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. જેમાં એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી પણ રૂ. 437.80 કરોડ એકત્રિત કર્યા હતા. કંપની ક્રાયોજેનિક ઈક્વિપમેન્ટની ઉત્પાદક અને સપ્લાયર છે. આ સેગમેન્ટમાં માત્ર 3 કંપનીઓ છે. જેથી માર્કેટ સ્કોપ વધુ હોવાની સાથે ફંડામેન્ટલ્સ પણ મજબૂત છે. જેની પાસે રૂ. 1036 કરોડનો ઓર્ડર પણ છે. કંપનીએ ઈસરોના ચંદ્રયાન-3 મિશનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. દેવુ પણ નજીવુ રૂ.31.03 કરોડ (સપ્ટેમ્બર અંત સુધી) હોવાથી કંપનીનું ભાવિ ઉજ્જવળ જણાઈ રહ્યું છે.
ગ્રે માર્કેટમાં આઈનોક્સ ઈન્ડિયાના વેલ્યૂએશન ઉંચા હોવા છતાં રૂ.550 પ્રીમિયમ હતા. જે લિસ્ટિંગ 83 ટકા પ્રીમિયમે થવાની અપેક્ષા દર્શાવતા હતા. પરંતુ માર્કેટની તેજીમાં મોટાપાયે પ્રોફિટ બુકિંગના લીધે વોલેટિલિટીની અસર લિસ્ટિંગ પર જોવા મળી છે. રોકાણકારોને વર્તમાન સ્થિતિમાં પ્રોફિટ બુક કરવા સલાહ છે. તેમજ લાંબાગાળાના રોકાણકારો 50 ટકા પ્રોફિટ બુક કરી બાકીના શેર હોલ્ડ કરી શકે છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)