ઈશાન ટેક્નોલોજીસે મુંબઈમાં ડેટા સેન્ટર લોન્ચ કર્યું
મુંબઈ, 6 ફેબ્રુઆરીઃ ગુજરાતમાં હેડક્વાર્ટર ધરાવતી ઈશાન ટેક્નોલોજીસે મુંબઈમાં તેના ડેટા સેન્ટરની શરૂઆત સાથે તેની હાજરી વિસ્તારી છે. સમગ્ર ભારતમાં કનેક્ટવિટી નેટવર્ક ધરાવતી ઈશાન ટેક્નોલોજીસ બેન્ડવિથ, કોલોકેશન સર્વિસીઝ અને ક્લાઉડ ઇન્ટરકનેક્ટ ઓફર કરે છે જે ક્લાયન્ટને એસએલએ મેનેજમેન્ટ કરતાં વધુ ઉચ્ચ કંટ્રોલ પૂરો પાડે છે. 24X7 ઓનસાઇટ ફિઝિકલ સિક્યોરિટી, એડવાન્સ્ડ ફાયર સિસ્ટમ્સ, મજબૂત ડેટા સિક્યોરિટી અને સંપૂર્ણ નેટવર્ક સિક્યોરિટી પ્રોટોકોલ્સ સહિતના વ્યાપક પગલાં સાથે સુરક્ષા કેન્દ્રસ્થાને છે.
બીએફએસઆઈ, આઈટી અને આઈટીઈએસ અને બ્રોકરેજ કંપનીઓ જેવા વિવિધ સેક્ટર્સને સેવાઓ પૂરી પાડતા ઈશાન ટેક્નોલોજીસ સિંગલ રેક, સ્પ્લીટ રેક્સ, કેજિંગ અને કોઈપણ મોડ્યુલર સોલ્યુશન્સ સહિતના ફ્લેક્સિબલ કોલોકેશન કન્ફિગરેશન ઓફર કરે છે. ભારતભરતમાં નેટવર્ક અને સિસ્ટમ ઇન્ટિગ્રેશનમાં કંપનીની પુરવાર થયેલી નિપુણતા અસરકારક ઉકેલો અને સરળ લિફ્ટ એન્ડ શિફ્ટ ક્ષમતાઓ સુનિશ્ચિત કરે છે.
ઈશાન ટેક્નોલોજીસના ચેરમેન અને એમડી પિંકેશ કોટેચાએ જણાવ્યું હતું કે ડેટા એ નવીનતાની અનિવાર્યતા છે તેવા સમયમાં અમારી ફેસિલિટી વ્યવસાયોને આ ડિજિટલ સમયમાં ટકી રહેવા માટે જે ટૂલ્સ જોઈએ છે તેનાથી સશક્ત કરવા માટે સજ્જ છે. ઈશાન ટેક્નોલોજીસ ડેટા સેન્ટરના ક્ષેત્રે તેની હાજરી વિસ્તારી રહી છે ત્યારે તે અદ્વિતીય સોલ્યુશન્સ પૂરા પાડીને વ્યવસાયોને સશક્ત કરવાનું ચાલુ રાખે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)