મુંબઈ, 6 ફેબ્રુઆરી: એજેસ ફેડરલ લાઇફ ઇન્સ્યોરન્સ (એએફએલઆઇ)એ એની લેટેસ્ટ ઓફર મલ્ટિકેપ ફંડ પ્રસ્તુત કરવાની જાહેરાત કરી હતી, જે એના યુલિપ (યુનિટ લિન્ક્ડ વીમાયોજના) પોર્ટફોલિયોનો એક ભાગ છે. આ ઓપન-એન્ડેડ ફંડ વિવિધ માર્કેટ કેપ્સમાં લિસ્ટેડ કંપનીઓના વિવિધતાસભર પોર્ટફોલિયોમાં વ્યૂહાત્મક રોકાણ કરીને વળતર કરવા માટે બનાવી છે.

આ મલ્ટિકેપ ફંડ 5 ફેબ્રુઆરી, 2024 સુધી નીચેના ઉત્પાદનોમાં ધરાવશેઃ પ્લેટિનમ વેલ્થ બિલ્ડર, સ્માર્ટ ગ્રોથ પ્લાન, વેલ્થશ્યોરન્સ SP II

મલ્ટિકેપ ફંડ ગ્રાહકોને સુસ્થાપિત બ્લૂ-ચિપ કંપનીઓ, વિકસતી બ્લૂ-ચિપ કંપનીઓ, મિડ-કેપ કંપનીઓ અને પસંદ કરેલી સ્મોલ-કેપ કંપનીઓના કાળજીપૂર્વક બનાવેલા મિશ્રણમાં રોકાણ કરીને તેમની મૂડી વધારવામાં મદદ કરશે. મધ્યમથી લાંબા ગાળા પર ધ્યાન કેન્દ્રિત કરવાની સાથે ફંડનો ઉદ્દેશ વિવિધ ક્ષેત્રોમાં સ્ટોકમાં રોકાણ કરીને જોખમને ઘટાડવાનું છે, જે ગ્રાહકોને વિવિધતાસભર અને સંભવિત લાભદાયક રોકાણ વ્યૂહરચના પ્રદાન કરે છે.

મલ્ટિકેપ ફંડની મુખ્ય વિગતોમાં સામેલ છેઃ ફંડનું નામઃ મલ્ટિકેપ ફંડ, કાણનો ઉદ્દેશ: તમામ માર્કેટ કેપ્સમાં વિવિધતાસભર પોર્ટફોલિયો મારફતે મૂડી સંવર્ધન, રોકાણનો ગાળોઃ મધ્યમથી લાંબો

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)