ગ્રીન્ઝો એનર્જીએ હાઈડ્રોજન બનાવવાના 1 મેગાવોટના પ્રોટોટાઈપ મશીનનું સફળ પરીક્ષણ કર્યું
અમદાવાદ, 26 ફેબ્રુઆરીઃ ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટેના એક મેગાવોટના મશીનની પ્રતિકૃતિનું ગ્રીન્ઝો એનર્જી ઇન્ડિયા લિમિટેડે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. ગ્રીન્ઝો ઇન્ડિયાની આ સીમાચિહ્નરૂપ સફળતાએ ભારત અને ગુજરાતમાંથી ઇલેક્ટ્રોલાઈઝર ખરીદીને ગ્રીન હાઈડ્રોજનનું ઉત્પાદન કરવાની ઇચ્છા ધરાવનારાઓમાં ઇલેક્ટ્રોલાઈઝરની માગ વધી છે. ગ્રીન્ઝો એનર્જીના સફળ પરીક્ષણને પરિણામે તેમને આઈએસઓ 22734નું પ્રમાણપત્ર મળવા માટેનો માર્ગ પણ મોકળો થયો છે.
ગ્રીન્ઝો એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર-એમડી સંદીપ અગ્રવાલે જણાવ્યું હતું કે, “ગ્રીન હાઈડ્રોજન બનાવવા માટેની આ સિસ્ટમની ડિઝાઈન વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. જોખમી વિસ્તારોમાં પણ આ સિસ્ટમમાં વિસ્ફોટ થવાની શક્યતા સાવ જ ઘટી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તેમ જ એક્સ્પ્લોઝન-વિસ્ફોટ થવાની શક્યતા નિર્માણ થતી હોય તો તેવા સંજોગોમાં મશીનની દબાણ અને ટેમ્પરેચરને કંટ્રોલ કરી તેવી ઇન્ટરલોકિંગ સિસ્ટમ પણ તેમાં લગાડવામાં આવેલી છે. ગ્રીન હાઈડ્રોજન પેદા કરવા માટેની આ મશીનરી સફળતા પૂર્વક લગાડી શકાય તેની પાક્કી ખાતરી કરાવતી સુપરવિઝન સર્વિસ, સપ્લાય અને મેન્યુફેક્ચરિંગની સુવિધા તથા એન્જિનિયરિંગ માટેનો સર્વગ્રાહી અવકાશ-સ્કોપ પણ તેમાં ઉપબલ્ધ કરાવવામાં આવ્યો છે.
ગ્રીન હાઈડ્રોજન બનાવી આપતી આ સિસ્ટમમાં ઇલેક્ટ્રોલાઈઝર યુનિટ (સેલ), બાયપોલાર સીલ સાથેની કોમ્પેક્ટ ડિઝાઈન છે. આ સિસ્ટમ કલાકના 200 એન.એમ.-3ની ક્ષમતા સાથે ગ્રીન હાઈડ્રોજન પેદા કરે છે. આ સિસ્ટમ સેલ્ફ સરક્યુલેટિંગના સિદ્ધાંત પર કામ કરે છે. આ સિસ્ટમને તમામ જરૂરી પૂરક પૂર્જાઓથી સજ્જ કરવામાં આવેલી છે. તેમ જ સલામતી માટેના ખાસ ફીચર્સ પણ મૂકવામાં આવેલા છે. આ સિસ્ટમના ધાતુના એન્ક્લોઝર(બોક્સ)ની વચ્ચે રેક્ટિફાયટ પેનલ પણ બેસાડવામાં આવેલી છે. આ પેનલ એસસીઆર અને રેક્ટિફાયર જેવા સાધનોને સપોર્ટ-ટેકો આપવાનું પણ કામ કરે છે.
કેવી રીતે ઈલેક્ટ્રોલાઈઝર કામ કરે છે
દરેક ઇલેક્ટ્રોલાઈઝર માટે એક ઓક્ઝિલરી સ્કીમ હોય છે. તેમાં ઓક્સિજન અને હાઈડ્રોજનને અલગ પાડતા સેપરેટર્સ, કૂલર્સ, ડેમિસ્ટર્સ, ફિલ્ટર્સ હોય છે. તેમ જ ઇલેક્ટ્રોલાઈટ સરક્યુલેટિંગ પમ્પ અને તેને સંલગ્ન ઉપકરણો પણ હોય છે. તેમાંનું ગેસની શુદ્ધતાને માપી આપતું ઉપકરણ ઓક્સિજનના સ્તરને તથા દરેક સ્ટીમ પ્રવાહ-વરાળના બહાર જવાના દરેક પ્રવાહ પર જોવા મળતા પાણી જેવા બિન્દુઓનું નિયમન પણ કરે છે. હાઈડ્રોજનને શુદ્ધ કરવા માટે પાલાડિયમ કેટાલિસ્ટનો ઉપયોગ કરતાં હાઈડ્રોજન ગેસ પ્યુરિફાયરનું પણ નિયમન કરે છે. તેમાં એક બીજાના જોડતી પાઈપિંગ, ફિટિંગ્સ, વાલ્વ્સ તથા બેટરીની મર્યાદામાં રહીને સતત એકબીજાને જોડી રાખવાની ખાતરી આપતી સપોર્ટ સિસ્ટમ પણ છે. તેમાં જોડવામાં આવેલો હાઈડ્રોજન લીક ડિટેક્ટર હાઈડ્રોજનના સંભવિત લીકેજને પકડી આપતું અને સલામતી વધારતું એક ફીચર છે.
તેમાંના પીએલસી અને એચએમઆઈ એક કંટ્રોલ સિસ્ટમ પૂરી પાડે છે. તેના થકી માનવ અને મશીન સાથે મળીને વધુ સારી ક્ષમતા કે કુશળતા સાથે કાર્ય કરી શકે છે. હાઈડ્રોજન કોમ્પ્રેસર હાઈડ્રોજન ગેસને કોમ્પ્રેસ કરવાની સુવિધા પૂરી પાડે છે. તેમ જ આ સિસ્ટમમાં પેદા કરવામાં આવેલા હાઈડ્રોજનનો ભવિષ્યમાં ઉપયોગ કરી શકાય તે માટે હાઈડ્રોજન સ્ટોરેજ કાસ્કેડ છે. તેમાં બે કન્ટેઈનર્સ હોય છે. એકમાં ઇલેક્ટ્રોલાઈઝર હોય છે અને બીજામાં ગેસ સેપરેશન સ્કિડ હોય છે. તેની સાથે સાથે જ ગેસને શુદ્ધ કરવા માટેના ઉપકરણો, વેન્ટિલેશન, કૂલિંગ ટાવર અને ડીએમ જનરેટર તથા ઇલેક્ટ્રિકલ અને ઓટોમેશનના પૂરજાઓ પણ આવેલા હોય છે.
ગ્રીન્ઝો એનર્જીની ઓર્ડર બુક 1200 કરોડથી વધી
ગ્રીન્ઝો એનર્જીએ પબ્લિક લિમિટેડ કંપની પાસેથી સોલાર પ્રોજેક્ટ સાથે સંલગ્નતા ધરાવતા 5 મેગાવોટના ઇલેક્ટ્રોલાઈઝરના ઓર્ડર મેળવી લીધા છે. આ પબ્લિક લિમિટેડ કંપની પર્યાવરણને જાળવવાને લગતા સોલ્યુશન્સ આપવાના ક્ષેત્રમાં સક્રિય છે. આ કંપની નવા નવા પ્રોજેક્ટ્સના જ કામ હાથમા લે છે. તદુપરાંત કંપનીને રૂ. 400 કરોડથી વધુના મૂડીરોકાણ માટે અરજીઓ મળી છે. આ સાથે જ કંપનીની ઓર્ડર બુક વધીને રૂ.1200 કરોડની સપાટી વટાવી છે. કંપની પ્રેફરન્શિયલ આઈપીઓનો રાઉન્ડ ચાલુ કરે તે પૂર્વે જ તેને આ ઓફર મળી ગઈ છે. તેના પરથી ફલિત થાય છે કે ગ્રીન્ઝો એનર્જીના પ્રોજેક્ટના સંદર્ભમાં ગ્રીન્ઝોની ક્ષમતામાં ઇન્વેસ્ટર્સનો વિશ્વાસ પણ બુલંદ છે.
તકનિકી ખાસિયતો
- ઇલેક્ટ્રોલાઈઝરમાંના સ્ટોરેજ કન્ટેઈનર્સમાં બે કન્ટેઈનર્સનો સમાવેશ થાય છે. તેના ઇલેક્ટ્રોલાઈઝરનો સમાવેશ કરતાં વિભાગના સ્પેસિફિકેશન નીચે મુજબના છે.
- ઇલેક્ટ્રોલાઈઝરની હાઈડ્રોજન જનરેશન કેપેસિટી કલાકના 200 એન.એમ.-3ની છે. તેમ જ ઓક્સિજન જનરેશનની ક્ષમતા કલાકના 100 એન.એમ.-3ની છે. વીજ વપરાશ માટે, સ્ટાર્ટ અપ તાઈમ માટે, હાઈડ્રોજનની શુદ્ધતા માટે અને પ્રેશરની જાળવણી માટેનો આ અત્યંત ચુસ્ત ક્રાયટેરિયા છે.
- તેની સક્રિયતા માટે વીજળીનો પાવર, વોલ્ટેજ, ડીએમ વૉટર, ઇન્સ્ટ્રુમેન્ટ એર, કૂલિંગ વોટર, એન2 ગેસ અને આરંભિક સ્ટાર્ટ અપ માટે કેઓએચ ગેસ જરૂરી છે.