MUTUAL FUND/ NFO LAUNCH NEWS

મોતીલાલ ઓસવાલ મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા લોન્ચ કરાયા ઈન્ડેકસ ફન્ડસ અને ઈટીએફસ
મુંબઈ: મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની (એમઓએએમસી) એ ફેકટર આધારિત ફન્ડસ એટલે કે મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ કવોલિટી ઈટીએફ અને મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ કવોલિટી ઈન્ડેકસ ફન્ડ અને મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ ઈનહેન્સ્ડ વેલ્યુ ઈટીએફ અને મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ ઈનહેન્સ્ડ વેલ્યુ ઈન્ડેકસ ફન્ડના લોન્ચની જાહેરાત કરી છે. આ એનએફઓ 29 જુલાઈ 2022થી ખૂલીને 12 ઓગસ્ટ 2022ના બંધ થશે. આ બન્ને ફન્ડસના એનએફઓ દરમિયાન, રોકાણકારો ઓછામાં ઓછા રૂપિયા 500/- અને ત્યારબાદ રૂપિયા 1/-ના ગુણાંકમાં રોકાણ કરી શકે છે.
મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ કવોલિટી ઈટીએફ અને એસએન્ડપી બીએસઈ કવોલિટી ઈન્ડેકસ ફન્ડ
મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ કવોલિટી ઈટીએફ અને ઈન્ડેકસ ફન્ડ એ એક પરિબળ (ફેકટર) આધારિત ઈન્વેસ્ટમેન્ટસ સ્ટ્રેટેજિસ છે જેનો હેતુ નિયમ આધારિત માપદંડો સાથેના ટોચના 30 કવોલિટી સ્ટોકસનો સમાવેશ કરવાનો છે. ટકાઉ બિઝનેસ મોડેલ્સ અને સ્થિર સ્પર્ધાત્મક લાભો ધરાવતી કંપનીઓનો આમાં સમાવેશ છે. આ ઈન્ડેકસમાં સમાવિષ્ટ સ્ટોકસની પસંદગી એસએન્ડપી બીએસઈ લાર્જકેપ ઈન્ડેકસમાંથી કરાઈ છે. ઊંચા માર્જિન, સારા અર્નિંગ્સ અને નીચા દેવાબોજના માપદંડોને આધારે કંપનીઓની પસંદગી કરાઈ છે. લાંબા ગાળાના દ્રષ્ટિકોણથી એવું નિરીક્ષણ કરાયું છે કે, આવી કંપનીઓ નીચા કવોલિટી સ્ટોકસની સરખામણીએ સારી કામગીરી દર્શાવવાની કવોલિટી ધરાવે છે. કારણ કે પ્રતિકૂળ સ્થિતિને ખમી શકવાની તેમનામાં સારી ક્ષમતા હોય છે.
મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ ઈનહેન્સ્ડ વેલ્યુ ઈટીએફ અને એસએન્ડપી બીએસઈ ઈનહેન્સ્ડ વેલ્યુ ઈન્ડેકસ ફન્ડ
મોતીલાલ ઓસવાલ એસએન્ડપી બીએસઈ ઈનહેન્સ્ડ વેલ્યુ ઈટીએફ અને ઈન્ડેકસ ફન્ડ એ એક પરિબળ (ફેકટર) આધારિત ઈન્વેસ્ટમેન્ટસ સ્ટ્રેટેજિસ છે જેનો હેતુ નિયમ આધારિત માપદંડો સાથેના ટોચના 30 વેલ્યુ સ્ટોકસ જે સૌથી વધુ આકર્ષક મૂલ્યાંકનો ધરાવે છે તેમનો સમાવેશ કરવાનો છે. આ ઈન્ડેકસમાં સમાવિષ્ટ સ્ટોકસની પસંદગી એસએન્ડપી બીએસઈ લાર્જ મિડકેપ ઈન્ડેકસમાંથી કરાઈ છે. આ વેલ્યુ સ્ટોકસની પસંદગી અર્નિંગ્સથી નીચા ભાવના પ્રમાણ તથા પ્રાઈસ ટુ બુક તથા પ્રાઈસ ટુ સેલ્સના પ્રમાણને આધારે કરવામાં આવે છે. વેલ્યુ ઈન્વેસ્ટિંગ એ રોકાણની એક ઘણી જ જુની અને જાણીતી પદ્ધતિ છે. નીચા મૂલ્ય સાથેના સ્ટોકસ જે આકર્ષક મૂલ્યાંકનો ધરાવે છે, તે લાંબા ગાળે ઊંચા મૂલ્યના સ્ટોકસ કરતા પણ સારી કામગીરી દર્શાવી શકે છે તેવી માન્યતાને આધારે આવા સ્ટોકસમાં રોકાણ કરવામાં આવે છે. એમ મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિ.ના એમડી તથા સીઈઓ નવીન અગરવાલે જણાવ્યું હતું. મોતીલાલ ઓસવાલ એસેટ મેનેજમેન્ટ કંપની લિ.ના પેસિવ ફન્ડસના વડા પ્રતિક ઓસવાલે, જણાવ્યું હતું કે, “જે રોકાણકારો તેમના પોર્ટફોલિઓને વૈવિધ્ય બનાવવા માગે છે અને કવોલિટી તથા વેલ્યુ ફેકટરને ધ્યાનમાં રાખી રોકાણ કરવા માગે છે, તેવા રોકાણકારો માટે આ સિંગલ ફેકટર આધારિત ફન્ડસની રચના કરવામાં આવી છે. કવોલિટી ફન્ડસનો હેતુ એવી કંપનીમાં રોકાણ કરવાનો રહ્યો છે જે પ્રતિકૂળ સ્થિતિ સામે સ્થિતિસ્થાપક રહી શકે અને વિવિધ બજાર વાતાવરણમાં પણ સારી કામગીરી પૂરી પાડી શકતી હોય, ખાસ કરીને મંદી તથા રિકવરીના તબક્કા વખતની સ્થિતિમાં. આજ રીતે વેલ્યુ ફન્ડસનો હેતુ એવી કંપનીઓમાં રોકાણ કરવાનો રહેલો છે, જે અર્નિંગ્સથી નીચા ભાવના પ્રમાણ તથા પ્રાઈસ ટુ બુક તથા પ્રાઈસ ટુ સેલ્સના પ્રમાણ જેવા માપદંડો પર આકર્ષક મૂલ્યાંકનોએ વેપાર થતી હોય. માર્કેટ રિકવરીના તબક્કામાં આ સ્ટ્રેટેજી સારી પૂરવાર થતી હોવાનું ઐતિહાસિક રીતે જોવા મળ્યું છે. ”