મુંબઈ, 16 માર્ચઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કપાસ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 20 કિલોદીઠ રૂ.1,655.50ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.63.50 વધી રૂ.1655.50ના ભાવે જ બંધ થયો હતો. કોટન ખાંડી માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.63,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,100 અને નીચામાં રૂ.61,320 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,200 ઘટી રૂ.61,480ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.9.80 ઘટી રૂ.939.40 બોલાયો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ માર્ચ વાયદો 16,730 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,861 અને નીચામાં 16,643 બોલાઈ, 218 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 90 પોઈન્ટ વધી 16,761 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.

સોના-ચાંદીમાં તેજી જારી

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.65,599ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.66,356 અને નીચામાં રૂ.65,382 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.189 વધી રૂ.65,595ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.683 વધી રૂ.52,330 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.16 વધી રૂ.6,426ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ રૂ.189 વધી રૂ.65,435ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.74,530ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.75,641 અને નીચામાં રૂ.73,583 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.911 વધી રૂ.75,226 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.892 વધી રૂ.75,194 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.897 વધી રૂ.75,183 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ માર્ચ વાયદો રૂ.738.40ના ભાવે ખૂલી, રૂ.16.75 વધી રૂ.752.20 જ્યારે એલ્યુમિનિયમ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.203.70 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.10 વધી રૂ.182ના ભાવ થયા હતા. જસત માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.75 વધી રૂ.223ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 વધી રૂ.204.00 સીસુ-મિની માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.181.75 જસત-મિની માર્ચ વાયદો રૂ.2.05 વધી રૂ.223.20 બંધ થયો હતો.

ક્રૂડ બેરલદીઠ રૂ. 187 વધ્યું

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,525ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,766 અને નીચામાં રૂ.6,367 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.187 વધી રૂ.6,742 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની માર્ચ વાયદો રૂ.186 વધી રૂ.6,745 બંધ થયો હતો. નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.153ના ભાવે ખૂલી, રૂ.10.70 ઘટી રૂ.143.30 અને નેચરલ ગેસ-મિની માર્ચ વાયદો 10.9 ઘટી 143.3 બંધ થયો હતો.