અડધાથી વધુ ઈક્વિટી લાર્જ-કેપ ફંડોએ વર્ષ 2023માં બેંચમાર્ક કરતાં નબળુ પર્ફોમન્સ નોંધાવ્યું
મુંબઈ, 28 માર્ચ: અડધાથી પણ વધારે ભારતીય ઈક્વિટી લાર્જ-કેપ ફંડ બેંચમાર્કને બીટ કરવામાં નિષ્ફળ રહ્યા છે, જ્યારે 52 ટકા એક્ટિવ મેનેજ્ડ ફંડએ એસએન્ડપી બીએસઈ 100 સામે અપેક્ષાથી નબળુ પર્ફોમન્સ કર્યું છે, ફક્ત 30 ટકા ભારતીય ઈએલએસએસ ફંડ દ્વારા તેમના બેંચમાર્કની તુલનામાં નબળુ પર્ફોમન્સ રજૂ કર્યું છે તથા એસએન્ડપી બીએસઈ 200 એ એકમાત્ર કેટેગરી છે કે જ્યા મોટાભાગના ફંડોએ અગાઉના વર્ષ સંબંધિત બેંચમાર્ક કરતાં સારું પર્ફોમન્સ રજૂ કર્યું છે.
વર્ષ 2023માં ભારતીય ઈક્વિટી મિડ/સ્મોલ-કેપ ફંડ માટે બેંચમાર્ક, એસએન્ડપી બીએસઈ 400 મિડકેપસ્મોલકેપ ઈન્ડેક્સમાં 44 ટકાની વૃદ્ધિ થઈ છે, અને 74 ટકા એક્ટિવ મેનેજર્સે તે સમયગાળા દરમિયાન આ ઈન્ડેક્સમાં નબળું પર્ફોમન્સ નોંધાવ્યું છે. આ ફંડ કેટેગરીનું પર્ફોમન્સ પણ લાંબી અવધીમાં સૌથી ખરાબ રહ્યું છે, અલબત ડિસેમ્બર 2023માં પૂરા થયેલા 10 વર્ષની અવધિમાં તેણે 75 ટકા એસએન્ડપી બીએસઈ 400 મિડસ્મોલકેપ ઈન્ડેક્સથી પાછળ રહેલ છે.
એસએન્ડપી ડાઉ જોન્સ ઈન્ડેક્સના ઈન્ડેક્સ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી બાબતના ડિરેક્ટર બેનેડેક વોરોસે જણાવ્યું હતુંકે જે પ્રમાણે અમે છેલ્લા એક વર્ષની અવધિને પ્રતિબિંબિત કરી છીએ કે બજારની ક્ષમતા સ્પષ્ટ છે, જેમાં એસએન્ડપી બીએસઈ 100 તથા એસએન્ડપી બેસઈ 200 ઈન્ડાઈસિસે અનુક્રમે 23.2 ટકા અને 24.5 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. ભારતીય બજારોમાં જોવા મળેલુ આ પર્ફોમન્સ અસાધારણ રીતે રેખાંકિત કરવામાં આવેલ છે, તે મહદ અંશે સુક્ષ્મ અને સમાવેશી આર્થિક સુધારા તેમ જ વ્યાજ દરો અને કોમોડિટીની કિંમતોમાં જે સ્થિરતા આવી છે તેને આભારી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)