પ્રાઇમરી માર્કેટ મોનીટરઃ વોડાફોનના FPOમાં 2 લાખના ફોર્મમાં રૂ. 30-35 હજારનો ફાયદો
અમદાવાદ, 28 એપ્રિલઃ
વિતેલા સપ્તાહમાં પ્રાઈમરી બજારમાં વોડાફોન આઈડિયાના મેગા ફૉલો-ઓન પબ્લિક ઓફરને પગલે ભારે ગરમાવો રહ્યો હતો. વોડાફોન જોકે રીટેઈલમાં 1.01 ગણો જ ભરાયો હતો અને ફુલ અને ફર્મ એલોટમેન્ટ થયું હતું. ધણા વખત પછી કોઈ ઈશ્યુમાં રીટેઈલ રોકાણકારોને અરજી કર્યા મુજબના શેર લાગ્યા હતા. લિસ્ટિંગ બાદ શેરમાં ભારે તેજી વચ્ચે રીટેઈલ રોકાણકારોમાં ખુશાલીનો માહોલ છવાયો હતો.
આધાર હાઉસિંગનો આઇપીઓ પણ ટૂંક સમયમાં યોજાય તેવી શક્યતા
મે મહિનાની શરૂઆત મોટા મેઈનબોર્ડ ઇશ્યૂની એન્ટ્રા સાથે થાય તેવા સંકેતો છે. બે-ત્રણ વાર ઈશ્યુ સાઈઝમાં ઘટાડા ભાદ બ્લેસ્ટોન સમર્થિત એનબીએફસી આધાર હાઉસિંગનો પબ્લિક ઈશ્યુ ટૂંક સમયમાં યોજાય તેવી શક્યતા છે. આ ઉપરાંત ભજારના સૂત્રોથી એવું પણ જાણવા મળી રહ્યું છે કે આવનારા એનટીપીસી બાદ 10 જેટલી પબ્લિક સેક્ટરની કંપનીઓ પણ પબ્લિક ઈશ્યુ થકી ભંડોળ એકઠું કરી શકે છે.
2023-24 દરમિયાન 22508 કરોડની ઓફર ફોર સેલ યોજાઇ
ઓફર ફોર સેલ અને પ્રમોટર સ્ટેક સેલની વાત કરીએ તો, સ્ટોક એક્સચેન્જો પર ઓફર ફોર સેલ (OFS) ટ્રાન્ઝેક્શન દ્વારા પ્રમોટરના હિસ્સાના ઘટાડામાં નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. કુલ ઓફર ફોર સેલ રૂ. 22,508 કરોડ સુધી પહોંચ્યો હતો જે અગાઉના વર્ષની સરખામણીમાં 102 ટકાનો વધારો દર્શાવે છે.
કુલ 79 ભારતીય કંપનીઓએ મેઈનબોર્ડ IPO દ્વારા રૂ. 91,915 કરોડ એકત્ર કર્યા હતા, જે નાણાકીય વર્ષ 22-23માં 37 IPO દ્વારા એકત્રિત કરાવેલ રૂ. 52,116 કરોડથી 19 ટકાનો વધારો દર્શાવે છે. FY23-24માં IPOમાં ફેશ ઈશ્યુ દ્વારા એકત્ર કરાવેલી મૂડી રૂ. 28,818 કરોડ માતી, જે કુલ પબ્લિક ઈશ્યુની રકમના 47 ટકા હતી, અને બાકીની રકમ પ્રમોટરો, PES/VCS અને અન્યો દ્વારા ઓફર ફોર સેલ હતી.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)