ટોરન્ટ પાવરનું રૂ. 4 અંતિમ ડિવિડન્ડ, વાર્ષિક નફો રૂ. 447 કરોડ
અમદાવાદ, 23 મેઃ ટોરન્ટ પાવર લિ.એ માર્ચ-24ના અંતે પુરાં થયેલા વર્ષ માટે જાહેરા કરેલા પરીણામ અનુસાર કંપનીએ શેરદીઠ ₹4.00ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી છે. કુલ ડિવિડન્ડ ₹16.00 પ્રતિ ઈક્વિટી શેર છે, જેમાં ₹12.00ના વચગાળાના ડિવિડન્ડ અને ઈક્વિટી શેરદીઠ ₹4.00ના અંતિમ ડિવિડન્ડનો સમાવેશ થાય છે. માર્ચ 2024 ક્વાર્ટરમાં તેના એકીકૃત ચોખ્ખા નફામાં 7.6 ટકાનો ઘટાડો નોંધાયો હતો જે મુખ્યત્વે ઊંચા ખર્ચને કારણે રૂ. 447 કરોડ હતો. કંપનીએ માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 484 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. કામગીરીમાંથી આવક 8.1% વધીને રૂ. 6,529 કરોડ થઈ હતી, જોકે, ઈંધણના ખર્ચને કારણે કુલ ખર્ચ લગભગ 10% વધીને રૂ. 6,008 કરોડ થયો હતો.
ટોરેન્ટ પાવરના ચેરમેન, સમીર મહેતાએ પરીણામો અંગે જણાવ્યું હતું કે વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થામાં પાવરની માંગને આગળ જતા મજબૂત રહેવા માટે જુએ છે. કંપની પાસે 4,328 મેગાવોટ પીક (MWp) ની એકંદર સ્થાપિત ઉત્પાદન ક્ષમતા છે જેમાં 2,730 મેગાવોટ (MW) ગેસ આધારિત ક્ષમતા, 1,236 MWp નવીનીકરણીય ક્ષમતા અને 362 MW કોલસા આધારિત ક્ષમતાનો સમાવેશ થાય છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)