એમક્યોર ફાર્માસ્યુટીકલ્સને IPO માટે સેબીની મંજૂરી
અમદાવાદ, 21 જૂનઃ એમક્યોર ફાર્માસ્યુટીકલ્સને માર્કેટ રેગ્યુલેટર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આઈપીઓ લાવવા મંજૂરી આપી છે. કંપનીએ ડિસેમ્બર, 2023માં સેબી સમક્ષ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) ફાઈલ કર્યું હતું.
ગત સપ્તાહે રજૂ કરવામાં આવેલા લેટેસ્ટ ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટ્સ અનુસાર, આઈપીઓમાં રૂ. 800 કરોડનો ઈક્વિટી શેર્સનો ફ્રેશ ઈશ્યૂ અને 1.36 કરોડ ઈક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (ઓએફએસ) સામેલ છે. ઓફર ફોર સેલ અંતર્ગત પ્રમોટર્સ અને શેરધારકો પોતાનો હિસ્સો હળવો કરશે. ફ્રેશ ઈશ્યૂ અંતર્ગત એકત્રિત ફંડનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ પૂરા કરવા અને દેવાની ચૂકવણી માટે કરશે.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, જેફરીજ ઈન્ડિયા, એક્સિસ કેપિટલ, અને જેપી મોર્ગન ઈન્ડિયા ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. આઈપીઓ હેઠળ ફાળવેલા ઈક્વિટી શેર્સનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ ખાતે કરવાનો પ્રસ્તાવ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)