સિલ્વાન પ્લાયબોર્ડનો IPO 24 જૂને ખૂલશે, ઇશ્યૂ પ્રાઇસ રૂ.55
IPO ખૂલશે | 24 જૂન |
IPO બંધ થશે | 26 જૂન |
ઇશ્યૂ પ્રાઇસ | રૂ.55 |
ઇશ્યૂ સાઇઝ | 51 લાખ શેર્સ |
ઇશ્યૂ સાઇઝ | 28.05 કરોડ |
લોટ સાઇઝ | 2000 શેર્સ |
લિસ્ટિંગ | એનએસઇ ઇમર્જ |
મુંબઈ, 23 જૂન: પશ્ચિમ બંગાળના હુગલીમાં આવેલી અને પ્લાયવુડ, બ્લોક બોર્ડ અને ફ્લશ ડોર જેવા લાકડાની વિવિધ પ્રોડક્ટ્સના ઉત્પાદનમાં વિશેષતા ધરાવતી સિલ્વાન પ્લાયબોર્ડ (ઈન્ડિયા) લિમિટેડ એસએમઈ પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ. 28.05 કરોડ સુધી એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂ 24 જૂને સબસ્ક્રીપ્શન માટે ખુલશે અને 26 જૂને બંધ થશે.
ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરેઃ આ ઇશ્યૂમાંથી મળેલી રકમનો ઉપયોગ કંપનીની વિસ્તરણ યોજનાઓ માટે ભંડોળ માટે કરવામાં આવશે, જેમાં પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટેના મૂડી ખર્ચ, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા અને સામાન્ય કોર્પોરેટ હેતુઓનો સમાવેશ થાય છે.
લીડ મેનેજર્સઃ ફિનશોર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ ઇશ્યૂની લીડ મેનેજર છે.
લિસ્ટિંગઃ કંપનીના શેર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
રૂ. 28.05 કરોડના ફ્રેશ ઇશ્યૂમાં રૂ. 10ની ફેસ વેલ્યુ સાથેના 51 લાખ ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ સામેલ છે, જેની કિંમત રૂ. 55 પ્રતિ શેર છે. ઇશ્યૂમાંથી મળેલી આવકમાંથી પ્લાન્ટ અને મશીનરીની ખરીદી માટે રૂ. 3.71 કરોડ, કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે રૂ. 16.93 કરોડ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે રૂ. 4.3 કરોડ ફાળવવામાં આવશે. અરજી માટે લઘુત્તમ લોટ સાઈઝ 2,000 શેર છે, જેના પગલે અરજી દીઠ રોકાણ રૂ. 1,10,000 જેટલું થાય છે. IPO માટે રિટેલ રોકાણકાર ક્વોટા નેટ ઓફરના 50 ટકા નક્કી કરવામાં આવ્યો છે. હાલનું 99.80 ટકા પ્રમોટર હોલ્ડિંગ ઇશ્યૂ પછી ઘટીને 71.23 ટકા થઈ જશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ
2002માં સ્થપાયેલીસિલ્વાન પ્લાયબોર્ડ (ઈન્ડિયા) લિમિટેડ વિવિધ ગ્રેડ અને જાડાઈમાં પ્લાયવુડ, બ્લોક બોર્ડ, ફ્લશ ડોર, વિનિયર અને સૉન ટિમ્બર સહિત વિવિધ લાકડાની પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. કંપનીનો ઇતિહાસ 70 વર્ષ પહેલાનો 1951 સુધીનો છે. તે 13 રાજ્યોમાં 223 અધિકૃત ડીલરો ધરાવે છે અને શિપિંગ, બાંધકામ, રિયલ એસ્ટેટ, ઇન્ટિરિયર ડેકોર, ફર્નિચર, એવિયેશન, શિક્ષણ, હેલ્થકેર, પરિવહન, બેંકિંગ અને સરકારી પ્રોજેક્ટ્સ જેવા ઉદ્યોગોને પ્રોડક્ટ્સ સપ્લાય કરે છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે
ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નાણાંકીય વર્ષ 2023-24ના નવ મહિના માટે કંપનીએ રૂ. 4.48 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 161.93 કરોડની આવક નોંધાવી હતી, જેની સરખામણીએ નાણાકીય વર્ષ 2022-23માં રૂ. 3.53 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 199.15 કરોડની આવક હતી. 30 ડિસેમ્બર, 2023 સુધીમાં કંપનીની નેટવર્થ રૂ. 94.57 કરોડ હતી, જેમાં રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 80.29 કરોડ અને એસેટ બેઝ રૂ. 217.26 કરોડ હતી. કંપનીનું ઇક્વિટી પરનું વળતર (આરઓઈ) 4.9 ટકા હતું, રોકેલી મૂડી પરનું વળતર (આરઓસીઈ) 7.56 ટકા હતું અને નેટવર્થ પર વળતર (આરઓએનડબ્લ્યુ) 4.74 હતું.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)