નિફ્ટી માઇક્રોકેપ 250 જુલાઈ મહિનામાં 7.73% વધ્યો: MOSL
જુલાઈમાં નિફ્ટી મિડકેપ 150 માં 4.94% નો ઉછાળો | જુલાઈમાં નિફ્ટી સ્મોલકેપ 250 4.89% વધ્યો |
જુલાઈમાં નિફ્ટી નેક્સ્ટ 50 4.56% વધ્યો | જુલાઈમાં નિફ્ટી 500 4.30% વધ્યો |
જુલાઈમાં નિફ્ટી 50 3.92% વધ્યો | IT સેક્ટરમાં 0.7% નો ઘટાડો જોવા મળ્યો |
મુંબઇ, 6 ઓગસ્ટઃ તમામ બ્રોડબેઝ્ડ ઈન્ડેક્સે હકારાત્મક વળતર આપ્યું છે, જેમાં નિફ્ટી માઈક્રોકેપ 250 ઇન્ડેક્સ સૌથી વધુ વૃદ્ધિ સાથે આગળ છે. તેણે જુલાઈ મહિનામાં 7.7% નો પ્રભાવશાળી વધારો. નિફ્ટી માઇક્રોકેપ છેલ્લા 3 માસમાં 18.38% અને 6 મહિનામાં 21.06% અને પાછલા એક વર્ષમાં 71.83%ની વૃદ્ધિ નોંધાવી છે.
મોતીલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ કંપનીના ગ્લોબલ માર્કેટ સ્નેપશોટ રિપોર્ટ અનુસાર, નિફ્ટી મિડકેપ 150 ઇન્ડેક્સે છેલ્લા 3 મહિનામાં 15.71% વૃદ્ધિ નોંધાવી છે. જ્યારે છ માસમાં 22.23% અને છેલ્લા એક વર્ષમાં 54.60% નો સુધારો નોંધાવ્યો છે. તેનાથી વિપરીત, નિફ્ટી નેક્સ્ટ 50 એ છેલ્લા 3 મહિનામાં 15.24% ની વૃદ્ધિ દર્શાવી છે, જે છ માસમાં 35.24% થી વધુ અને પાછલા વર્ષમાં 65.14%થી વધુ નોંધાવી છે. નિફ્ટી સ્મોલકેપ 250 ઇન્ડેક્સે છેલ્લા 3 મહિનામાં 13.36% નો ઉછાળો અનુભવ્યો છે, છેલ્લા છ માસમાં 19.15% અને એક વર્ષમાં 58.06% નો વધારો દર્શાવ્યો છે. નિફ્ટી 500 અને નિફ્ટી 50 એ પાછલા વર્ષમાં અનુક્રમે 37.94% અને 26.31% વૃદ્ધિ દર્શાવી છે.
વિવિધ સેકટર્સની સ્થિતિ એક નજરે
IT સેક્ટરે જુલાઈમાં 13% નું વળતર આપતા તેના ઉપરનું વલણ ચાલુ રાખ્યું હતું. તેવી જ રીતે, એફએમસીજી અને હેલ્થકેર સેક્ટરોએ અનુક્રમે 9.38% અને 9.34% વળતર નોંધાવ્યું હતું. તેની સામે બેંક અને મેટલ સેક્ટરમાં અનુક્રમે -1.51%, -2.35% નું નેગેટિવ વળતર જોવા મળ્યું છે. રિયલ્ટી સેક્ટર સતત ત્રણ અને છ મહિનાથી સકારાત્મક વળતરનો સિલસિલો અનુભવી રહ્યું છે. તમામ ક્ષેત્રોએ નિફ્ટી 500માં સકારાત્મક યોગદાન આપ્યું છે, જેમાં આઈટી, કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી અને એફએમસીજી છે.
જુલાઈમાં ક્રૂડ ઓઈલના ભાવમાં 4.5%નો ઘટાડો થયો | ચાંદી 2.8% ઘટી હતી, જ્યારે સોનું 4.1% વધ્યું. | જુલાઈ 2024માં બિટકોઈન 7.1% વધ્યો અને Ethereum 4.2% ઘટ્યો. |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)