અમદાવાદ, 29 ઑગસ્ટ: પશ્ચિમ ક્ષેત્ર માં મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે રહેતા, ગુજરાતમાં ડાયરેક્ટ સેલિંગ બિઝનેસ રૂ. 1,000 કરોડ ને વટાવી ગયો છે, જે વર્ષ 2022-23માં લગભગ 10%ની વૃદ્ધિ નોંધાવી હોવાનો ઇન્ડિયન ડાયરેક્ટ સેલિંગ એસોસિએશન (IDSA) એ ગુરુવારે મીડિયાને એક સર્વે રિપોર્ટ શેર કર્યો છે. KANTAR દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટમાં સ્વરોજગાર, કૌશલ્ય વિકાસની તકો અને પાયાના સ્તરે સામાજિક-આર્થિક વૃદ્ધિના નિર્માણમાં ઉદ્યોગની મુખ્ય તાકાત દર્શાવે છે, જે પ્રતિબિંબિત કરે છે કે આ સમયગાળા દરમિયાન રાજ્યમાં રૂ. 1,014 કરોડનો બિઝનેસ ટર્નઓવર થયો હતો, જે 2021-22 નાણાકીય વર્ષ કરતાં રૂ. 91 કરોડ વધુ અને 9.86% ની મજબૂત વૃદ્ધિ નોંધાવી છે.

દેશમાં ડાયરેક્ટ સેલિંગ માર્કેટ નવમું સ્થાન જાણવી રાજ્યએ 2.1 લાખથી વધુ નાના સાહસિકોને સ્વ-રોજગાર પૂરો પાડ્યો છે, જેમાં 77 હજારથી વધુ મહિલાઓ છે. IDSAએ શેર કર્યું કે ટેક્સ દ્વારા રાજ્યની તિજોરી માં રૂ. 150 કરોડથી વધુનું મહત્વપૂર્ણ યોગદાન આપતા ઉદ્યોગ, એકંદર રાષ્ટ્રીય વેચાણમાં પણ 4.8 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે, જે 2022-23માં રૂ. 21,282 કરોડ હતો.

કુંવરજીભાઈ મોહનભાઈ બાવળીયા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રીએ એમના સંબોધનમાં ઉદ્યોગને તેમના વિભાગ તરફથી તમામ મદદની ઓફર કરી, જે ગ્રાહક સુરક્ષા (ડાયરેક્ટ સેલિંગ) નિયમો 2021માં પરિકલ્પના મુજબ મોનિટરિંગ મિકેનિઝમ બનાવવા પર પણ કામ કરી રહી છે. આ પ્રસંગે રાજ્યની સંબંધિત કંપનીઓ સાથે ડાયરેક્ટ સેલિંગ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 12 મહિલા ઉદ્યોગ સાહસિકોને તેમણે સન્માનિત પણ કર્યા હતા.”

IDSAના ચેરમેન વિવેક કટોચે જણાવ્યું હતું કે, ડાયરેક્ટ સેલિંગ ઈન્ડસ્ટ્રી માટે ગુજરાત ચાવીરૂપ અને અગ્રતા ધરાવતા બજારોમાંનું એક છે. ઉદ્યોગે લગભગ 86 લાખ ભારતીયો માટે ટકાઉ સ્વ-રોજગાર અને નાના ઉદ્યોગ સાહસિકોને તકો પૂરી પાડી છે અને છેલ્લા ચાર વર્ષમાં આઠ ટકાથી વધુના CAGR સાથે સાતત્યપૂર્ણ અને સતત વૃદ્ધિ દર્શાવી છે. IDSA ની 19 સભ્ય કંપનીઓ ગ્રાહક હિતોની સાથે રાજ્યમાં 2.1 લાખથી વધુ ડાયરેક્ટ સેલર્સના હિતોનું રક્ષણ કરવા માટે વિશ્વાસપૂર્વક દાવો કરી શકે છે.