મુંબઇ, 9 ઓક્ટોબરઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ રેપોરેટ અથવા ટૂંકા ગાળાના ધિરાણ દરને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે મોનેટરી પોલિસી કમિટીએ ફુગાવાના દબાણ વચ્ચે સળંગ દસમી બેઠકમાં મુખ્ય નીતિ દરો યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો અને નીતિના વલણમાં ‘આવાસ’માંથી ‘તટસ્થ’માં ફેરફારની જાહેરાત કરી હતી.

ગયા મહિને અમેરિકાની સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજદરમાં 50 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. ત્યારબાદ ભારત સહિતના અન્ય દેશોમાં પણ વ્યાજદર ઘટશે એવી આશા રાખવામાં આવી રહી હતી. પણ હવે તે આશા પર પાણી ફરી ગયું છે. જોકે આરબીઆઈએ ઓગસ્ટમાં જ આ વાતની સ્પષ્ટતા આપી દીધી હતી કે માત્ર ને માત્ર સ્થાનિક અર્થતંત્રની સ્થિતિ કેવી રહેશે છે તેની પર વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લેવામાં આવશે. સેન્ટ્રલ બેન્ક છેલ્લા ઘણા સમયથી રિટેલ ઇનફલેશનને પણ ઓછો કરવા માટે મહેનત કરી રહી છે.

કઈ રીતે રેપો રેટની અસર EMI પર પડે છે?

વ્યાજદર (RBI Repo Rate)નો સીધો સંબંધ હોય છે બેંક લોન લેનારા કસ્ટમર્સ સાથે. જો વ્યાજદરમાં ઘટાડો થાય છે તો લોનની ઈએમઆઈમાં પણ ઘટાડો થાય છે. અને એ જ રીતે વ્યાજદર જો વધે છે તો ઈએમઆઈ પણ વધે છે.

રેપો રેટ યથાવતના નિર્ણય બાદ શેરબજારોમાં સુધારાની ચાલ

હવે જ્યારે આરબીઆઇ તરફથી સતત 10મી વખત રેપો રેટને યથાવત રાખવાનો નિર્ણય લેવાયો છે તેની અસર આજે શેરબજાર ઉપર પણ જોવા મળી હતી. લગભગ 150 પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહેલો BSE સેન્સેક્સ અચાનક 411 પોઈન્ટ ઉછળ્યો હતો અને તે 82,046.48ની ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આ સાતે જ BSE નિફ્ટીએ પણ 25,190ને પાર કરી કરીને નવો સ્કોર બનાવ્યો હતો.

RBI Repo Rate: અત્યારે નિષ્ણાતો કહી રહ્યા છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં જો રિટેલ ઇનફલેશન કાબુમાં આવી જશે તો સેન્ટ્રલ બેંક ડિસેમ્બરમાં વ્યાજ દર ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે. ઓક્ટોબર પછી તેની આગામી નાણાકીય નીતિ ડિસેમ્બરમાં આવવાની છે.

શક્તિકાંત દાસના ભાષણની વિશેષતાઓ:

 MPCએ વલણને તટસ્થમાં બદલવું અને ફુગાવાને ટકાઉ લક્ષ્ય સુધી લાવવા પર અસ્પષ્ટપણે ધ્યાન કેન્દ્રિત કરવાનું યોગ્ય માન્યું

 FY25 પછી ખાદ્ય ફુગાવાના દબાણમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે

આરબીઆઈએ તેની FY25 વાસ્તવિક જીડીપી વૃદ્ધિ દર વર્ષે 7.2 ટકા અને સીપીઆઈ ફુગાવો 4.5 ટકા વાર્ષિક ધોરણે રાખ્યો

 ઓગસ્ટ પછીના વિકાસ ટકાઉ ફુગાવાના લક્ષ્યાંકોમાં પ્રગતિ દર્શાવે છે

બેંકો, NBFC ને સૂક્ષ્મ અને નાના સાહસોને લોન પર ફોરક્લોઝર ચાર્જીસ અથવા પ્રી-પેનલ્ટી વસૂલવાની પરવાનગી નથી.

 ક્રેડિટ માર્કેટમાં ટ્રાન્સમિશન સંતોષકારક રહ્યું છે.

UPI 123Pay માં પ્રતિ ટ્રાન્ઝેક્શન મર્યાદા રૂપિયા 5,000 થી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવશે. યુપીઆઈ લાઇટ વોલેટની મર્યાદા રૂ. 2,000થી વધારીને રૂ. 5,000 કરવામાં આવી છે.

 FPI પ્રવાહમાં આ વર્ષે જૂન-ઓક્ટોબર વચ્ચે $4.2 બિલિયનના આઉટફ્લોથી $19.2 બિલિયનના પ્રવાહમાં ટર્નઅરાઉન્ડ જોવા મળ્યો છે.

ભારતના ફોરેક્સ રિઝર્વે $700 બિલિયનથી વધુનો માઈલસ્ટોન પાર કર્યો છે

 મની માર્કેટ રેટ, ડિપોઝિટ અને ધિરાણ દર પોલિસી રેટ સાથે અનુસંધાનમાં આગળ વધે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)