ઓક્ટોબરમાં લિસ્ટેડ 7માંથી 4 IPO ડિસ્કાઉન્ટમાં: સ્વીગીમાં શું કરશો… ?
અમદાવાદ, 1 નવેમ્બરઃ ઓક્ટોબર મહિનામાં મેઇનબોર્ડ ખાતે લિસ્ટેડ સાત પૈકી ચાર આઇપીઓમાં નેગેટિવ રિટર્ન છૂટી રહ્યું છે. ખાસ કરીને નામ બડે ઔર દર્શન ખોટે જેવો ઘાટ હ્યુન્ડાઇ મોટર્સમાં થયો છે. જે આઇપીઓ ઉપર રિટેલ રોકાણકારો દાવ લગાડવાના હતા તેમાં જ દશેરા સોરી લિસ્ટિંગના દિવસથી અત્યારસુધીમાં ઘોડું દોડ્યું જ નહિં. સતત ઘટી રહેલા આ આઇપીઓના છાંટા સ્વીગીના આઇપીઓને ઊડે તેવી દહેશત સેવાઇ રહી છે. ગ્રે માર્કેટમાં સતત ઘટી રહેલા પ્રિમિયમ વચ્ચે સ્વીગીનો આઇપીઓ પ્રાઇમરી માર્કેટમાં નવાં વર્ષની શરૂઆત નેગેટિવ નોંધાવે તેવી દહેશત માર્કેટ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.
સ્વીગીના આઇપીઓમાં શું કરશો… ?
સ્વિગીની બહુ-અપેક્ષિત પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) આવતા અઠવાડિયે જાહેર સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે, company રૂ. 11,330 કરોડ એકત્ર કરવા માંગે છે. હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનું negative લિસ્ટિંગ સાવચેતીભર્યા મૂડમાં ઉમેરો કરે છે. સ્વિગી શેર હાલમાં રૂ. 22-25ના જીએમપી પર ટ્રેડ થઈ રહ્યા છે, જે ગ્રે માર્કેટના વલણોને ટ્રૅક કરતા ઈન્વેસ્ટરગેઈનના ડેટા મુજબ અંદાજે 6.41 ટકા લિસ્ટિંગ લાભ સૂચવે છે.
નેગેટિવ રિટર્ન ધરાવતાં ઓક્ટોબરના આઇપીઓ
ગોદાવરી બાયોરિફાઇનરી | દિપક બિલ્ડર્સ |
હ્યુન્ડાઇ મોટર્સ | ગરૂડા કન્સ્ટ્રક્શન |
હ્યુન્ડાઇ ઇન્ડિયાનો આઇપીઓ રૂ. 1950ની ઇશ્યૂ પ્રાઇસ સામે લિસ્ટિંગના દિવસે 7.12 ટકા નીચે બંધ રહ્યો હતો. જે ગુરુવારે 7.04 ટકાના નેગેટિવ રિટર્ન સાથે રૂ. 1822.10ની સપાટીએ બંધ રહ્યો હતો. લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે આ આઇપીઓ લિસ્ટિંગમાં ભલે કંઇ ના ઉકાળી શક્યો હોય, પરંતુ લાંબાગાળા માટે સારું રિટર્ન આપે તેવી શક્યતા હોવાનું નિષ્ણાતો માને છે.
Company | Issue Price | Listing Close | Listing Gain | Current Price | Profit/Loss |
Godavari Biorefineries | ₹352 | ₹342.85 | -2.60% | ₹351.90 | -0.03% |
Deepak Builders | ₹203 | ₹161.90 | -20.25% | ₹160.80 | -20.79% |
Waaree Energies | ₹1503 | ₹2,336.80 | 55.48% | ₹2,716.50 | 80.74% |
Hyundai Motor | ₹1960 | ₹1,820.40 | -7.12% | ₹1,822.10 | -7.04% |
Garuda Construction | ₹95 | ₹106.83 | 12.45% | ₹89.80 | -5.47% |
Diffusion Engineers | ₹168 | ₹197.35 | 17.47% | ₹354.90 | 111.25% |
KRN Heat | ₹220 | ₹478.45 | 117.48% | ₹451.90 | 105.41% |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)