કોર્પોરેટ સમાચારઃ ટાટા પાવરના ભિવપુરી હાઇડ્રો પ્લાન્ટે સ્વચ્છ ઊર્જાના 100 વર્ષ પૂર્ણ કર્યા
ટાટા પાવરે આજે મહારાષ્ટ્રના ભિવપુરીમાં એના હાઇડ્રોઇલેક્ટ્રિક પાવરપ્લાન્ટની 100મી વર્ષગાંઠ પૂર્ણ થવાના ભવ્ય સીમાચિહ્નની ઉજવણઈ કરી હતી. ભારતમાં સૌથી જૂનાં પાવર પ્લાન્ટ પૈકીનો એક આ પ્લાન્ટ દર વર્ષે આશરે 300 એમયુ વીજળીનું ઉત્પાદન કરે છે અને દેશને 100 વર્ષથી વધારે સમયથી સ્વચ્છ ઊર્જા પ્રદાન કરે છે. કંપનીએ વર્ષ 1916માં ભિવપુરી પાવહાઉસનું નિર્માણ શરૂ કર્યું હતું. આ પાવરહાઉસ મહારાષ્ટ્રમાં મુંબઈ નજીક રાયગડ જિલ્લામાં છે. પ્રોજેક્ટ વર્ષ 1922માં શરૂ થયો હતો અને એ સમયેની એની સ્થાપિત ક્ષમતા 48 મેગાવોટ હતી, જેને પછી 75 મેગાવોટમાં અપગ્રેડ કરવામાં આવ્યું છે, જેમાં 24 મેગાવોટના એક એવા ત્રણ યુનિટ સાથે 72 મેગાવોટના નવા પાવરહાઉસ સામેલ છે. એમાં 3 મેગાવોટના ટેઇલરેસ પાવરહાઉસ પણ સામેલ છે, જે 1.5 મેગાવોટના એક એવા બે યુનિટ ધરાવે છે. અત્યારે પ્લાન્ટ 110 કેવી ટ્રાન્સમિશન લાઇન પર પાવર ઉદ્યોગોને અને મુંબઈ મેટ્રોપોલિસમાં લાઇસન્સ ધરાવતા લોકોને પાવર ટ્રાન્સમિટ કરે છે. ટાટા પાવરના સીઇઓ અને એમડી ડો. પ્રવીર સિંહાએ કહ્યું હતું કે, “અમે આ પ્લાન્ટ મારફતે સ્વચ્છ ઊર્જા પ્રદાન કરવા કટિબદ્ધ છીએ અને આ પ્રસંગે વર્ષ 2030 સુધીમાં સ્વચ્છ અને ગ્રીન ઊર્જાની 80 ટકા ક્ષમતા હાંસલ કરવાની અમારી કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ, જેથી ભારતનાં સ્વચ્છ ઊર્જા લક્ષ્યાંકો તરફ પ્રદાન થશે.”
નીતિન ચુગ એસબીઆઈમાં ડીએમડી અને ડિજિટલ બેંકિંગના હેડ તરીકે જોડાયા
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)ના ડિજિટલ બેંકિંગના હેડ અને ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર (ડીએમડી) તરીકે નીતિન ચુગની નિમણૂક કરી છે. આ ભૂમિકામાં નીતિન ડિજિટલ વ્યૂહરચનાઓને પરિભાષિત અને અમલ કરવાની સાથે ડિજિટલ માધ્યમો દ્વારા ગ્રાહકોની વૃદ્ધિને વેગ આપવા માટે જવાબદાર રહેશે. નીતિન ચુગ અનુભવી બેંકર અને ડિજિટલ બેંકિંગ નિષ્ણાત છે, જેઓ આશરે 3 દાયકાનો બહોળો અનુભવ ધરાવે છે. એસબીઆઈમાં સામેલ થયા અગાઉ તેઓ ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં એમડી અને સીઇઓ તરીકે કાર્યરત હતા. તેમણે એચડીએફસી બેંકમાં 18 વર્ષની લાંબી અને અસરકારક કામગીરી પણ કરી હતી, મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી ધરાવવા ઉપરાંત નીતિન કુરુક્ષેત્રની એનઆઇટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્ડ કમ્પ્યુટર સાયન્સમાં બી.ટેકની ડિગ્રી ધરાવે છે.
પ્રવિણ બાથે એન્જલ વનના ચિફ લિગલ, કોમ્પ્લાયંસ ઓફિસર

બદલાતી નાણાંકીય ઉદ્યોગની પરિસ્થિતિમાં રેગ્યુલેટરી અનુપાલનને વળગી રહેવાની પ્રતિબદ્ધતા ધરાવતી ફિનટેક કંપની એન્જલ વન લિમીટેડ (અગાઉ એન્જલ બ્રોકીંગ તરીકે જાણીતી)એ ડૉ પ્રવિણ બાથેની ચિફ લિગલ અને કોમપ્લાયંસ ઓફિસર તરીકે નિમણૂંક કરી છે. ડૉ. બાથે વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરુ પાડવા માટે 21 વર્ષનો સમૃદ્ધ અનુભવ ધરાવે છે. તેઓએ એડલવિસમાં સંપૂર્ણ કોમ્પ્લાયંસ, સર્વેઇલન્સ અને ઇન્સ્પેક્શન ડિપાર્ટમેન્ટની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો અને ટ્રેડ સર્વિલન્સ, દેખરેખ અને ઇન્સાઇડર ટ્રેડીંગ પ્રિ-ક્લિયરન્સીસ, પીએમએલએ હેઠળ ક્લાયંટ સ્ક્રીનીંગ અને અન્ય અસંખ્ય અનુપાલન સંબધિત પ્રવૃત્તિઓ વિકસાવી હતી.
સીએનએચ ઇન્ડસ્ટ્રિયલે અદ્યતન ટેકનોલોજી સેન્ટર શરૂ કર્યું
કૃષિ અને નિર્માણમાં આંતરરાષ્ટ્રીય લીડર સીએનએચ ઇન્ડસ્ટ્રિયલ (NYSE:CNHI / MI:CNHI)એ નવી દિલ્હીના દક્ષિણપશ્ચિમમાં સ્થિત ગુરુગ્રામ શહેરમાં એના નવા ઇન્ડિયા ટેકનોલોજી સેન્ટરનું સત્તાવાર ઉદ્ઘાટન કર્યું હતું. આ વ્યૂહાત્મક કેન્દ્ર પ્રોડક્ટ ડેવલપમેન્ટ અને ડિજિટલ સોલ્યુશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરતા કંપનીના આંતરરાષ્ટ્રીય આરએન્ડટી કામગીરીનો ભાગ છે. ટેકનોલોજી સેન્ટર સીએનએચ ઇન્ડસ્ટ્રિયલ માટે દેશમાં પ્રથમ પ્રકારનું છે, જે અદ્યતન ટેકનોલોજી અને ક્ષમતાઓ સાથે સજ્જ છે, જેમાં ઇનોવેશન સેન્ટર, વ્હિકલ સિમ્યુલેશન અને અદ્યતન એક્ષ્ટેન્ડેડ રિયાલિટી/વર્ચ્યુઅલ રિયાલિટી લેબોરેટરી સામેલ છે, જે વૈશ્વિક ટેકનોલોજી-સંચાલિત ઉત્પાદનોને ટેકો આપે છે. સેન્ટરે માર્ચ, 2021માં કામગીરી શરૂ કરી હતી અને એના પર વહેલાસર વળતરને ધ્યાનમાં રાખીને સંવર્ધક ઉત્પાદન, સંલગ્ન સોફ્ટવેર ડેટા એનાલીટિક્સ અને અદ્યતન સિમ્યુલેશન ક્ષમતાઓ સાથે યુઝર ઇન્ટરફેસ એન્ડ યુઝર એક્સિપિરિયન્સ (યુઆઇ/યુએક્સ) માટે વધારે ડિઝાઇન ડેવલપમેન્ટ સ્પેસનો વધારો નજીકમાં છે.
ICICI લોમ્બાર્ડે બુદ્ધિશાળી વર્ચ્યુઅલ સહાયક ‘RIA’ ની રજૂઆત કરી

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે મહિલા દિવસ નિમિત્તે, RIA (રિસ્પોન્સિવ ઇન્ટેલિજન્ટ આસિસ્ટન્ટ), એક NLP-સક્ષમ ચેટબોટ રજૂ કર્યું છે જે અંતિમ વપરાશકર્તા અનુભવને સુધારવામાં મદદ કરશે. ચેટબોટ માનવ જેવા અવતારમાં આવે છે જે ગ્રાહકો સાથે અંગ્રેજીમાં વાતચીત કરવા સક્ષમ બનાવે છે અને ટૂંક સમયમાં તે હિન્દીમાં પણ વાત કરી શકશે. RIA કુદરતી ભાષાને ઇનપુટ તરીકે પ્રક્રિયા કરવા માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને તે હેતુ માઇનિંગ મોડ્યુલથી સજ્જ છે જે ગ્રાહકોને વાતચીતનો ઉત્તમ અનુભવ પ્રદાન કરવામાં મદદ કરશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના ચહેરા તરીકે સેવા આપતું RIA પ્લેટફોર્મ WhatsApp, Telegram અને સત્તાવાર વેબસાઇટ જેવા બહુવિધ પ્લેટફોર્મ દ્વારા ગ્રાહકોના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં મદદ કરશે. આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના સર્વિસ, ઓપરેશન્સ એન્ડ ટેક્નોલોજી ચીફ ગિરીશ નાયકે જણાવ્યું હતું કે, “સંવાદાત્મક AI જ્યારે NLP દ્વારા સમર્થિત હોય, ત્યારે ઓટોમેશનની એકવિધતા અને માનવ જોડાણ સાથે સંકળાયેલ વ્યક્તિગત ધ્યાન વચ્ચેના વિભાજનને દૂર કરે છે. અમારો પ્રયાસ આ ટેકનોલોજીને અમારા ગ્રાહકો માટે સરળતા અને કાર્યક્ષમતાના સ્ત્રોતમાં ફેરવવાનો છે.