28 નવેમ્બર, 2024: ઈન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઈઝર કોઓપરેટિવ લિમિટેડ ના મેનેજિંગ ડિરેક્ટર ડો. ઉદય શંકર અવસ્થીને પ્રતિષ્ઠિત રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ 2024થી સન્માનિત કરવામાં આવ્યા છે. ડો. વર્ગીસ કુરિયન બાદ આ એવોર્ડ મેળવનાર તે બીજા ભારતીય બન્યા છે.  ડો. કુરિયનને 2001માં આ એવોર્ડથી બિરદાવવામાં આવ્યા હતા. વર્ષ 2000માં શરૂ થયેલો રોશડેલ પાયોનિયર્સ એવોર્ડ ઈન્ટરનેશનલ કો-ઓપરેટિવ અલાયન્સ (આઈસીએ) દ્વારા આપવામાં આવતુ સર્વોચ્ચ સન્માન છે. જેનો ઉદ્દેશ વિશેષ પરિસ્થિતિમાં ઈનોવેટિવ અને નાણાકીય રીતે ટકાઉ સહકારી કામગીરીમાં યોગદાન આપનારા વ્યક્તિ કે સહકારી સંસ્થાઓના જુસ્સાને બિરદાવવાનો છે, કે જેની મદદથી  સંસ્થાને નોંધનીય લાભ થયો હોય.

કેમિકલ એન્જિનયિર ઉદયશંકર 1976માં ઈફકોમાં જોડાયા હતાં. તેમના નેતૃત્વ હેઠળ કોઓપરેટિવની ઉત્પાદન ક્ષમતા 292 ટકા અને નેટવર્થ 688 ટકા વધી હતી. નેતૃત્વ હેઠળ ઈફકોનો બિઝનેસ વિવિધ સેગમેન્ટમાં વિસ્તરિત થયો હતો. ભારતના ખેડૂતો માટે ઈનોવેટિવ અને વિચારશીલ પ્રયાસ નેનો ફર્ટિલાઈઝર્સ વિકસિત કર્યું હતું.

નેનો ડીએપી લિક્વિડની 44 લાખ બોટલનું ઉત્પાદન કરીને અને નેનો યુરિયા લિક્વિડની 2.04 કરોડથી વધુ બોટલનું વેચાણ કરીને IFFCO એ નોંધપાત્ર કાર્યકારી સફળતા હાંસલ કરી છે. તેણે 80,000 ક્ષેત્ર પ્રદર્શનો, 80,000 ખેડૂતો અને 1,500 ગ્રામીણ સાહસિકોને તાલીમ આપી છે. કુલ ખાતર ઉત્પાદન 88.95 લાખ ટન સુધી પહોંચ્યું છે, જેમાં 48.85 લાખ ટન યુરિયા અને 40.10 લાખ ટન NPK, DAP, WSF અને વિશેષતા ખાતરનો સમાવેશ થાય છે. સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય વેચાણ કુલ 112.26 લાખ ટન થયું છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)