SEBI અને NISM એ સિક્યોરિટીઝ માર્કેટ પરના સિમ્પોઝિયમ સંવાદનું આયોજન કર્યું
મુંબઇ, 14 જાન્યુઆરીઃ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સે NSE, BSE, NSDL અને CDSL સાથેના સહયોગમાં મુંબઈમાં NSE ખાતે 10-11 જાન્યુઆરી, 2025 દરમિયાન કેપિટલ ફોર ગ્રોથ થીમ પર સિક્યોરિટીઝ માર્કેટ પરના સિમ્પોઝિયમ ‘સંવાદ’નું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટને NISM, NSE, BSE, NSDL અને CDSL દ્વારા લાઇવ સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ સિમ્પોઝિયમમાં આર્થિક વૃદ્ધિને આગળ લઈ જવામાં ભારતના સિક્યોરિટીઝ માર્કેટની વિકસતી ગતિશીલતા અને તેની મહત્વની ભૂમિકાઓ અંગે વિવિધ ચર્ચાઓ કરી હતી.
આ કાર્યક્રમમાં નીતિ આયોગના વાઇસ ચેરમેન સુમન બેરી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે SEBIના ચેરપર્સન ચલ્લા શ્રીનિવાસુલુ સેટ્ટીએ મુખ્ય વક્તા તરીકે સંબોધન કર્યું હતું. SEBIના ચેરપર્સન માધવી પુરી બુચે ઉપસ્થિત લોકોને સંબોધીને ભારતના કેપિટલ માર્કેટ્સ માટે આગામી માર્ગ અંગે તેમનું વિઝન રજૂ કર્યું હતું. પહેલા દિવસે ‘પ્લોટિંગ ધ ફ્યુચર પાથ’ થીમ હેઠળ ચાર પેનલ ડિસ્કશન યોજી હતી જેને SEBIના પૂર્ણકાલિન મેમ્બર્સે મોડરેટ કરી હતી. આ ચર્ચામાં નીચે મુજબના મહત્વના વિષયો ચર્ચાયા હતાઃ
મૂડી નિર્માણ અંગેના વિચારો | રોકાણકારો પ્રથમઃ જાગૃતતા અને પારદર્શકતા દ્વારા વિશ્વાસનું નિર્માણ |
સોશિયલ સ્ટોક એક્સચેન્જ (એસએસઈ) 2.0 – સામાજિક પ્રભાવમાં વધારો | ભવિષ્યના માર્કેટ ઇન્ટરમીડિયરીઝઃ ડિજિટાઇઝેશન અને એઆઈને અપનાવવું |
વધુ મૂડી નિર્માણ, રોકાણકારોની જાગૃતતા અને પારદર્શકતા વધારવા, હાલના સોશિયલ સ્ટોક એક્સચેન્જની મિકેનિઝમ વધારવા તથા વિવિધ માર્કેટ ઇકોસિસ્ટમમાં ઓપરેશનલ કાર્યદક્ષતા હજુ વધારી શકાય તે અંગેના વિવિધ માર્ગો પર મૂલ્યવાન આંતરદ્રષ્ટિ સાથે દિવસ સંપન્ન થયો હતો.
‘રિફ્લેક્શન્સ એન્ડ આઇડિયાઝ’ થીમ હેઠળના બીજા દિવસે પાંચ વિચારપ્રેરક સેશન્સ યોજાયા હતાઃ
વિકસિત ભારત માટે બોન્ડ્સઃ કોર્પોરેટ બોન્ડ માર્કેટને ગહન બનાવવા નવી પ્રોડક્ટ્સ તથા વ્યૂહરચનાઓ સિક્યોરિટીઝ માર્કેટ્સ થકી નાણાંકીય સમાવેશકતાઃ તકો અને અવરોધો
ઇક્વિટીઝ ઉપરાંત સિક્યોરિટીઝ માર્કેટને પ્રોત્સાહનઃ વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે બજાર વિસ્તરણ તથા એસેટ એલોકેશન માટેની વ્યૂહરચનાઓ | રેગટેક અને સુપટેકઃ સુપરવિઝન અને કમ્પ્લાયન્સનું ભવિષ્ય |
મૂડી નિર્માણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ધિરાણઃ માંગ અને પુરવઠા વચ્ચે સંતુલનનો વિચાર
બે દિવસના સિમ્પોઝિયમે સલાહ-મસલત અને સહયોગ થકી પોલિસીના પડકારો અને તકોને સંબોધવા માટેની SEBIની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સિમ્પોઝિયમમાંથી ઉદ્ભવેલા વિચારો ટકાઉ આર્થિક વિકાસ હાંસલ કરવા, બજારની સ્થિતિસ્થાપકતાને ગહન બનાવવા અને સિક્યોરિટીઝ માર્કેટમાં રોકાણકારોનો વિશ્વાસ વધારવામાં લાંબા ગાળે મદદરૂપ થશે.