NIFTY OUTLOOK: SUPPORT 18167- 18090, RESISTANCE 18291- 18339
અમદાવાદઃ મંગળવારે નિફ્ટી-50એ 3 દિવસના કરેક્શન બાદ ફરી રાહત રેલીના દર્શન કરાવ્યા હતા. છેલ્લે 84 પોઇન્ટના સુધારા સાથે 18244 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ જોકે, ફ્લેટ- નેગેટિવ રહી હતી. પરંતુ માર્કેટ ટ્રેન્ડ પોઝિટિવ રહ્યો છે.
મંગળવારે યુએસ માર્કેટ્સમાં પણ ડાઉજોન્સ 400 પોઇન્ટ ઉછળ્યો છે.આમ, વૈશ્વિક શેરબજારોમાં પણ સુધારો જોવાયો છે તે ઉપરાંત ઘરઆંગણે ટેકનિકલી નિફ્ટીએ ડબલ બોટમ પેટર્ન 18140ના લેવલ આસપાસ બનાવીને તેની અગાઉની તમામ ડેઇલી ફોલિંગ ટ્રેન્ડને તોડી છે. ડેઇલી ચાર્ટ ઉપર પણ બેરિશ કેન્ડલને ક્રોસ કરેલી છે. પરંતુ ટેકનિકલ ઇન્ડિકેટર્સ નેગેટિવ શોર્ટટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ સંકેત દર્શાવી રહ્યા છે. જોકે, બાય સિગ્નલ અને કરન્ટ 18300 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ થયા પછી જોવા મળી શકે તેવી શક્યતા છે. માટે 18300- 18440ના લેવલ્સ ક્રોસ થયા પછી માર્કેટમાં સંગીન સુધારાની ચાલ જોઇ શકાય. નીચામાં 18140 પોઇન્ટનો સપોર્ટ જળવાઇ રહેવો જરૂરી છે.
NIFTY | 18244 | BANK NIFTY | 42457 | IN FOCUS |
S-1 | 18167 | S-1 | 42367 | ASTRAL |
S-2 | 18090 | S-2 | 42276 | HDFCLIFE |
R-1 | 18291 | R-1 | 42528 | RAMCOCEM |
R-2 | 18339 | R-2 | 42599 | SUNTV |
BANK NIFTY OUTLOOK: SUPORT 42367- 42276, RESISTANCE 42528- 42599
મંગળવારે બેન્ક નિફ્ટીએ 111 પોઇન્ટના ગેઇન સાથે 42457 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો 42350- 42200 પોઇન્ટની બન્ને રેન્જને ક્રોસ કરવા સાથે 42500 તરફની ગતિનો સંકેત આપ્યો છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ ડેઇલી ચાર્ટ ઉપર પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. જેમાં બેન્ક નિફ્ટી માટે 42700- 43000 પોઇન્ટના લેવલ્સની શક્યતા વિશેષ જણાય છે. નીચામાં 42367- 42276 પોઇન્ટના મહત્વના સપોર્ટ પણ ધ્યાને રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ એનાલિસ્ટ્સ આપી રહ્યા છે.
ડાઉજોન્સમાં 400 પોઇન્ટનો ઉછાળો
DJIA | 34098 | +398 |
S&P | 4003 | +54 |
NASDAQ | 11174 | +140 |
Market lens by Reliance Securities
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)