SBIN, BOB અને CBK 2025 સુધીમાં આકર્ષક વૃદ્ધિના માર્ગે
અમદાવાદઃ SBIN, BOB અને CBK સહિત ટોચની 7 PSU બેન્ક્સ FY25માં 1.3 લાખ કરોડનો નેટ પ્રોફીટ નોંધાવે તેવી શક્યતા છે. તેની સામે આ બેન્કોએ FY18માં રૂ. 594 અબજની ખોટ નોંધાવી હતી. તે જોતાં એવું કહી શકાય કે, આ બેન્કોનો RoA/RoE અનુક્રમે 0.9%/14.2% થઈ જશે. સાતેય બેન્કો FY22-25E 14-19% ની સરખામણીમાં 12-23% રેન્જમાં ઊંચી વૃદ્ધિ હાંસલ કરે તેવી શક્યતા છે. મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ દ્વારા જારી કરાયેલા એક રિપોર્ટ અનુસાર બેન્કોની કામગીરીમાં સુધારાની સાથે સાથે તેમના શેર્સનું પ્રદર્શન પણ નોંધપાત્ર સુધરવાનો આશાવાદ સેવાય છે. PSU બેન્કિંગ સ્પેસમાં MOFSL ટોચની પસંદગીઓમાં SBIN, BOB અને CBKનો સમાવેશ કરાયો છે. જાહેર ક્ષેત્રની બેંકો (PSBs)એ છેલ્લાં પાંચ વર્ષમાં એટલેકે FY18માં INR594bની ખોટથી FY23માં અંદાજિત INR909bના નફા સુધીનો સુધારો કર્યો છે. આ બેન્કોએ FY04-13 દરમિયાન એટલેકે 10 વર્ષમાં 1.1%નો RoA નોંધાવ્યો હતો. ત્યારબાદ FY16-20 દરમિયાન પાંચ વર્ષ માટે AXSB અને ICICIBCનો સરેરાશ RoA અનુક્રમે 0.6% અને 0.9% હતો.
PSBs કમાણીની દ્રષ્ટિએ નોર્મલાઇઝેશનમાંથી પસાર થવાના ટ્રેક પર છે, જે નીચા ક્રેડિટ ખર્ચ દ્વારા સહાયિત છે. સાત PSBsની સરેરાશ ક્રેડિટ ખર્ચ FY25 સુધીમાં FY18-21ના 3.3% સામે 1.2% સુધી મધ્યમ રહેશે. એકંદરે, કમાણીમાં વૃદ્ધિની દ્રષ્ટીએ આ બેન્કો FY22-25માં 29% CAGRની અપેક્ષા રાખે છે અને અનુક્રમે FY25માં આ PSBsના RoA/RoE 0.9%/14.2% સુધી સુધરશે. તેવી ધારણા છે.
ટોચની PSU બેન્ક્સના શેર્સનો ટાર્ગેટ એક નજરે
બેન્ક | કરન્ટ | ટાર્ગેટ | સુધારો (ટકા) |
SBI | 600 | 735 | 22 |
BOB | 185 | 240 | 30 |
સીબીકે | 325 | 410 | 26 |
UNBK | 79 | 100 | 27 |
INBK | 285 | 330 | 16 |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)