અમદાવાદઃ ગુરુવારે  સેન્સેક્સ 382 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 142 પોઈન્ટ સુધરી 60806.22 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. નિફ્ટી પણ નજીવા વધારા સાથે ટેક્નિકલ સપાટી જાળવતાં 17,893.45 પર બંધ થયો હતો. ફેડ રિઝર્વની આગામી જાહેરાતની પૂર્વે નવાં લેણમાં સાવધાની સાથે રોકાણકારો હાલ સાવચેત બન્યા છે. સેક્ટોરલ ઈન્ડાઈસિસમાં પણ ખાસ વધઘટ જોવા મળી નથી. આઈટી અને ટેક્નોલોજી શેરોમાં વેલ્યૂ બાઇંગ જોવા મળ્યું હતું. જ્યારે પાવર, રિયાલ્ટી, ટેલિકોમ ઈન્ડેક્સમાં 0.50 ટકાથી 0.90 ટકા સુધી ઘટાડો નોંધાયો હતો. ટેકનોલોજી ઇન્ડેક્સ 0.71 ટકા, અને આઈટી ઇન્ડેક્સ 0.88 ટકા વધ્યો હતો.

અદાણી જૂથની 10માંથી 9 સ્ક્રીપ્સમાં ફરી ધોવાણ

અદાણી જૂથ ઉપર કોર્પોરેટ (ઇકોનોમ), પોલિટિકલ અને સેન્ટિમેન્ટ એમ ત્રણેય તરફથી સતત વધી રહેલા પ્રેશરના પગલે જૂથના શેર્સમાં પ્રત્યેક ઉછાળે બાસ્કેટ સેલિંગ શરૂ થઇ જાય છે. તેના કારણે ગુરુવારે પણ અદાણી જૂથની 10માંથી 9 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. તે પૈકી 5 સ્ક્રીપ્સમાં મંદીની સર્કીટ વાગી હતી.

કંપનીબંધ+/- ટકા
ADANI ENT1927.30-10.27
ADANI PORT582.05-2.90
ADANI POWER172.90-5.00
ADANI TRANS1248.55-5.00
ADANI GREEN761.95-4.96
ADANI TOTAL1324.45-5.00
ADANI WILMAR440.30+5.00
ACC1916.50-2.88
AMBUJA CEM358.00-6.86
NDTV216.55-4.92

માર્કેટબ્રેડ્થ નેગેટિવ, માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગનું

વિગતકુલસુધર્યાઘટ્યા
સેન્સેક્સ301713
બીએસઇ361315791880

સેન્સેક્સ પેકની 30 સ્ક્રિપ્સ પૈકી 17 સ્ક્રિપ્સમાં સુધારો અને 12 સ્ક્રિપ્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 3613 પૈકી 1579 સ્ક્રીપ્સમાં સુધારો અને 1880 સ્ક્રીપ્સમાં ઘટાડો નોંધાયો હતો. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી. પરંતુ માર્કેટ સેન્ટિમેન્ટ વેલ્યૂ બાઇંગ રહ્યું હતું. 75 સ્ટોક્સ વર્ષની ટોચે અને 119 સ્ટોક્સ વર્ષના તળિયે પહોંચ્યા હતા.