SENSEX CLOSES FINANCIAL YEAR WIRH 571 POINTS LOSS

FINACIAL YEAR 2022-23: ઓલટાઇમ હાઇથી સેન્સેક્સે 5623 પોઇન્ટનું કરેક્શન નોંધાવ્યું

અમદાવાદ, 29 માર્ચઃ સેન્સેક્સ વર્ષ દરમિયાન 63583 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી અને 50921 પોઇન્ટની વર્ષની નીચી સપાટી વચ્ચે રમવા સાથે 12662 પોઇન્ટની વોલેટિલિટીના અંતે 57900 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી જાળવવામાં રહ્યો સફળ. આઇટી, ટેકનોલોજી, હેલ્થકેર સહિતના સેક્ટર્સમાં જોવા મળેલી સર્વોચ્ચ સપાટીઓથી પણ ખાસ્સો ઘટાડો નોંધાયો છે. ડિસેમ્બર-22માં જોવાયેલી સર્વોચ્ચ સપાટીથી માર્કેટ્સ હાલમાં સ્ટેગ્ટન્ટ કન્ડિશનમાં રમી રહ્યા છે. જેના કારણે વોલ્યુમ્સ અને વોલેટિલિટી પણ ઘટી ગયા છે.

છેલ્લા દિવસે સેન્સેક્સમાં 346 પોઇન્ટની રાહત રેલી

દરમિયાનમાં ગુરુવારે નાણાકીય વર્ષ 2022-23ના છેલ્લા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 346.37 પોઇન્ટની રાહત રેલી સાથે 57960.09 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સ પેકની એચસીએલ ટેકનો 2.55 ટકા, અલ્ટ્રાટેક 2.21 ટકા, ઇન્ડસઇન્ડ બેન્ક 2.02 ટકા સુધર્યા હતા. જ્યારે ભારતી એરટેલ, રિલાયન્સ, એશિયન પેઇન્ટ અને આઇસીઆઇસીઆઇ બેન્કમાં નોમિનલ ઘટાડાની ચાલ રહી હતી.

BSE સેન્સેક્સ ઉપરમાં 58,124.20 અને નીચામાં 57,524.32 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 346.37 પોઈન્ટ્સ અથવા 0.60 ટકા વધીને 57,960.09 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ ઉપરમાં 17,126.15 અને નીચામાં 16,940.60 પોઈન્ટ્સની સપાટી વચ્ચે અથડાયા બાદ 129.00 પોઈન્ટ્સ અથવા 0.76 ટકાના ઉછાળા સાથે 17,080.70 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

SENSEX CLOSES FINANCIAL YEAR WIRH 571 POINTS LOSS

MonthOpenHighLowClose
Apr 2258,530.7360,845.1056,009.0757,060.87
May 2256,429.4557,184.2152,632.4855,566.41
Jun 2255,588.2756,432.6550,921.2253,018.94
Jul 2252,863.3457,619.2752,094.2557,570.25
Aug 2257,823.1060,411.2057,367.4759,537.07
Sep 2258,710.5360,676.1256,147.2357,426.92
Oct 2257,403.9260,786.7056,683.4060,746.59
Nov 2261,065.5863,303.0160,425.4763,099.65
Dec 2263,357.9963,583.0759,754.1060,840.74
Jan 2360,871.2461,343.9658,699.2059,549.90
Feb 2360,001.1761,682.2558,795.9758,962.12
Mar 2359,136.4860,498.4857,084.9157,960.09