મુંબઇ, ૨૯ માર્ચ: હાજર બજારોમાં લેવાલીનાં અભાવે કૄષિ પેદાશોનાં ભાવોમાં એકંદરે નરમાઇ હતી. જેની વાયદામાં પણ અસર જોવા મળી હતી. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ગુવારેક્ષ આજે સવારે ૭૫૬૭.૩૦ ખુલી સાંજે ૭૫૨૭.૧૦ અંક બંધ રહ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે ઉપર ખુલ્યા બાદ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.

NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે ગુવાર ગમનાં વાયદા કારોબાર ૧૫૬ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૨૦૩ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, ગવાર ગમ, ગુવાર સીડ, જીરૂ, હળદર તથા સ્ટીલનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ,  ધાણા તથા કપાસનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૨૫૮ રૂ. ખુલી ૬૨૩૮  રૂ., દિવેલનાં ભાવ ૧૨૯૧ રૂ. ખુલી ૧૨૯૧ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૧૮ રૂ. ખુલી ૨૭૯૩ રૂ., ધાણા ૬૬૮૦ રૂ. ખુલી ૬૭૦૦ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૭૧૧ રૂ. ખુલી ૫૬૫૮ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૯૧૫  રૂ. ખુલી ૧૧૭૫૨ રૂ., જીરાનાં ભાવ ૩૫૮૦૦ રૂ. ખુલી ૩૫૪૩૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૫૦.૦૦ રૂ. ખુલી ૧૫૭૭.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૫૫૦ ખુલી ૪૮૫૧૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૯૧૮  રૂ. ખુલી ૬૮૨૬ રૂ. બંધ રહ્યા હતા.