ભારતમાં ફેક્ટર ઇન્વેસ્ટિંગનો પેસિવ અભિગમ વ્યાપ વધી રહ્યો છે

અમદાવાદઃ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતની પેસિવ ગ્રોથ સ્ટોરીમાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે સતત વધારો થઈ રહ્યો છે. રૂ. 39 લાખ કરોડની કુલ એયુએમમાં પેસિવ ઇન્વેસ્ટિંગ ફેક્ટર્સનો હિસ્સો 15 ટકા એટલેકે ₹6.04 લાખ કરોડ રહ્યો હોવાનું S&P DOW JONES INDICESના SOUTH ASIA હેડ અને એશિયા ઇન્ડેક્સ પ્રા. લિ.ના સીઇઓ કોયલ ઘોષે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે, ઉદ્યોગમાં વૃદ્ધિ થવાની સાથે અમે એસેટ મેનેજર્સને તેમની પ્રોડક્ટ ઓફરિંગમાં વિવિધતા લાવતા અને ફેક્ટર ઇન્વેસ્ટિંગ જેવી રોકાણની વૈકલ્પિક વ્યૂહરચનાઓ અજમાવતા જોઈ રહ્યાં છીએ. દુનિયામાં ફેક્ટર્સમાં રોકાણ મહત્વપૂર્ણ છે અને 31 માર્ચ, 2022 સુધી ફેક્ટર ETFs દુનિયામાં આશરે 1.6 ટ્રિલિયન ડોલર એસેટનું મેનેજમેન્ટ કરતી હતી, જે 10 વર્ષ અગાઉ 178 અબજ ડોલરથી 24.6 ટકાના સીએજીઆર પરની વૃદ્ધિ ધરાવે છે.

ફેક્ટર ઇન્વેસ્ટિંગ એટલે શું છે?

• ફેક્ટર ઇન્વેસ્ટિંગનો સંબંધ એક અભિગમ સાથે છે, જે લાંબા ગાળે અપેક્ષિત વળતરમાં ફરક તરફ દોરી જતી લક્ષિત સ્ટોકની લાક્ષણિકતાઓ સાથે છે.
• કેટલીક વાર ફેક્ટર ઇન્વેસ્ટિંગનો સંબંધ સ્માર્ટ બીટા કે સ્ટ્રેટેજિક બીટા સાથે છે, કારણ કે ફેક્ટર અભિગમ વ્યવસ્થિત પદ્ધતિમાં માર્કેટ પોર્ટફોલિયો (માર્કેટ બીટા)માંથી અંતર્ભૂત પોર્ટફોલિયો અલગ પડશે.
• કેટલાંક સામાન્ય પરિબળોનું શૈક્ષણિક સાહિત્યમાં સારી રીતે ડોક્યુમેન્ટેશન થયું છે અને રોકાણ ઉદ્યોગે સ્વીકાર્ય છે, જેમાં ઓછી વધઘટ, ગતિવિધિ, ગુણવત્તા અને મૂલ્ય છે.
• જ્યારે એક્ટિવ ફંડ મેનેજર્સ અને સંસ્થાગત રોકાણકારો ઘણી વાર ફેક્ટર-આધારિત અભિગમનો ઉપયોગ વ્યૂહાત્મક રચનાત્મક પોર્ટફોલિયો બનાવવા કે તેમના પોર્ટફોલિયોને ફેક્ટર રિસ્ક પ્રીમિયમ વળવા કરે છે, ત્યારે ફેક્ટર-આધારિત ઇન્વેસ્ટિંગનો અમલ ફેક્ટર સૂચકાંકોની મદદ સાથે કરી શકાશે, જેનો ઉદ્દેશ ચોક્કસ પરિબળો પ્રત્યે રોકાણની તક આપવાનો છે, જેમાં નિયમો-આધારિત પદ્ધતિઓને અનુસરવામાં આવે છે, જે સક્રિય મેનેજ પોર્ટફોલિયો કરતાં વધારે વાજબી ખર્ચ અને પારદર્શકતા ધરાવે છે.

ફેક્ટર સૂચકાંકો કેવી રીતે કામ કરે છે

• ફેક્ટર સૂચકાંકો માર્કેટ-કેપ-વેઇટેડ સૂચકાંકોનું સ્થાન લેવા ડિઝાઇન થયા નથી. જ્યારે વ્યાપક-આધારિત કે માર્કેટ-કેપ-વેઇટેડ સૂચકાંકો બજારના સહભાગીઓ માટે રોકાણ કરી શકાય એવી સંપૂર્ણ તકનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે ફેક્ટર સૂચકાંકો નિયમ-આધારિત અને પારદર્શક સૂચકાંક પદ્ધતિને અનુસરી લક્ષિત જોખમનો લાભ લેવા આતુર હોય છે.
• આ સૂચકાંકો માટે સ્ટોકની પસંદગી ચોક્કસ ફેક્ટર માપદંડોની સાથે સ્ટોક વેઇટ પર આધારિત હોય છે, જેનો સંબંધ સ્ટોકના ફેક્ટર સ્કોર સાથે છે, જેનો ઉપયોગ સૂચકાંક પોર્ટફોલિયોની અંદર ફેક્ટર ટિલ્ટ ઊભા કરવા થાય છે.
• વ્યાપક-આધારિત સૂચકાંકો પર આધારિત પેસિવ ઉત્પાદનોથી વિપરીત ફેક્ટર-આધારિત વ્યૂહરચનાઓ બજારના સહભાગીઓને માર્કેટ-કેપ-આધારિત પોર્ટફોલિયોથી અલગ તેમના સક્રિય અભિપ્રાયો વ્યક્ત કરવાની તક પ્રદાન કરી શકે છે. એટલે એક્ટિવ ફંડ્સની જેમ ફેક્ટરની કામગીરીનું મૂલ્યાંકન લાંબા ગાળે માર્કેટ-કેપિટલાઇઝેશન-વેઇટેડ બેન્ચમાર્કની સામે થવું જોઈએ.
• જો આપણે જોઈએ કે એસએન્ડબી બીએસઇ ફેક્ટર સૂચકાંકો કેવી રીતે સ્થાનિક બજારમાં કેવી રીતે કામ કરે છે, તો અમારા કેટલાંક તારણો દર્શાવે છે કે, એસએન્ડપી બીએસઇ લૉ વોલેટાલિટી, એસએન્ડપી બીએસઇ મોમેન્ટમ અને એસએન્ડપી બીએસઇ ક્વોલિટી ફેક્ટર્સે વર્ષ 2015થી હાલ 17 વર્ષ સુધી ભારતીય બજારમાં સારી કામગીરી કરી છે, તો વેલ્યુ ફેક્ટરે બજારમાં પ્રમાણમાં નબળી કામગીરી કરી છે. એસએન્ડપી બીએસઇ વેલ્યુ ફેક્ટર ઇન્ડેક્સ અન્ય ત્રણ ફેક્ટર્સ સાથે નકારાત્મક સહસંબંધ ધરાવતો હતો.

મલ્ટિ ફેક્ટર સ્ટ્રેટેજી શું છે

• જ્યારે સિંગલ-ફેક્ટર સ્માર્ટ બીટા સ્ટ્રેટેજીઓ લાંબા ગાળે બજાર કરતાં વધારે વળતર આપવાનો અભિગમ ધરાવે છે, ત્યારે તેઓ તેમના ચક્રની લાક્ષણિકતાઓને આધારે વિવિધ
વિસ્તૃત આર્થિક સ્થિતિસંજોગોમાં ઓછા વળતરના ગાળાનો અનુભવ ધરાવે છે.
• ફેક્ટર રોકાણનું ડાઇવર્સિફિકેશન કરવા પોર્ટફોલિયોમાં મિશ્ર પરિબળો તમામ વ્યવસાય અને બજારના ચક્રોમાં સરળતાપૂર્વક વધારે વળતર મેળવવામાં મદદરૂપ થઈ શકે છે, જેનો આધાર તમામ પરિબળોની સાથે વળતરન સહસંબંધની અસરકારક નિર્ભરતા સાથે છે.
• ચાર એસએન્ડપી બીએસઇ ફેક્ટર ભેગા થઈને મલ્ટિ-ફેક્ટર સ્ટ્રેટેજી પરંપરાગત ઇક્વિટી ફાળવણીનો વિકલ્પ બની શકે છે. અગાઉના ગાળા (વર્ષ 2015થી 17 વર્ષ) મલ્ટિ-ફેક્ટર સ્ટ્રેટેજીએ દર વર્ષે 2 ટકાથી વધારે વળતર આપ્યું છે, જેમાં 5 ટકા ટ્રેકિંગ ખામીઓ સામેલ છે તેમજ બજારની વિવિધ સ્થિતિમાં ઊંચું વળતર આપ્યું હતું.

તારણ:

ફેક્ટર-આધારિત સૂચકાંકોની વધતી લોકપ્રિયતા અને અપીલ મલ્ટિ-ફેક્ટર ઇન્વેસ્ટિંગ સ્પેસમાં ઇનોવેશન તરફ દોરી ગઈ છે. વધારે વિસ્તારોમાં મલ્ટિ-ફેક્ટર ઇન્ડેક્સની રેન્જનુનં વિસ્તરણ થવા ઉપરાંત વિવિધ ફેક્ટરનો સમન્વય પણ લાગુ થઈ શકે છે.