અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી એનર્જી QIP મારફત 2.5 અબજ ડોલર એકત્ર કરશે
અમદાવાદ, 4 જુલાઇઃ અદાણી એન્ટરપ્રાઇઝ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ સામૂહિક રીતે, $3.5-4 બિલિયનના ભંડોળ એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપવાનું વિચારી રહ્યા હોવાનું જાણવા મળે છે. બજેટ પછી બે QIP લોન્ચ કરાય તેવી શક્યતા છે. જેમાં અદાણી એનર્જી સોલ્યુશન્સ લગભગ $750 મિલિયન (અંદાજે રૂ. 6,266 કરોડ) અને અદાણી એન્ટરપ્રાઇઝિસ આશરે $1.5 બિલિયન (અંદાજે રૂ. 12,532 કરોડ) એકત્ર કરશે.
બંને કંપનીઓ આ રકમનો ઉપયોગ કેપેક્સ અને ગ્રોથ પ્લાનને ફંડ કરવા તેમજ કંપનીના અમુક ઋણ ચૂકવવા માટે કરવાની યોજના ધરાવે છે. ઇન્વેસ્ટમેન્ટ બેંક જેફરીઝ અને એક્સિસ કેપિટલને બે કંપનીઓની ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયાનું સંચાલન કરવા માટે નિમણૂક કરવામાં આવી છે. બંને કંપનીઓએ તાજેતરમાં તેમની ભંડોળ ઊભુ કરવાની યોજના માટે શેરધારકોની મંજૂરી મેળવી છે. અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરધારકોએ રૂ. 16,600 કરોડ સુધી એકત્ર કરવાની યોજનાને મંજૂરી આપી હતી જ્યારે અદાણી એનર્જી સોલ્યુશન્સના શેરધારકોએ રૂ. 12,500 કરોડ સુધીના ભંડોળ એકત્ર કરવાની મંજૂરી આપી હતી. સંભવિત ઇક્વિટી ડિલ્યુશન દ્વારા ભંડોળ ઊભું કરવાની યોજના એવા સમયે આવી છે જ્યારે અદાણી જૂથના શેરોએ જાન્યુઆરી 2023ના હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટની અસરને દૂર કરી દીધી છે અને પ્રી-હિંડનબર્ગ સ્તરે પહોંચી ગયા છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)