અમદાવાદઃ અદાણી ગ્રીન એનર્જીએ 31 ડિસેમ્બરના અંતે પુરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 110 ટકા વૃદ્ધિ સાથે રૂ. 103 કરોડ (રૂ. 49 કરોડ) નોંધાવ્યો છે. કંપનીની કુલ આવકો 53 ટકા વધી રૂ. 2258 કરોડ (રૂ. 1471 કરોડ) થઇ છે. અદાણી ગ્રીન એનર્જી લિ.ના મેનેજિંગ ડાયરેકટર અને સીઇઓ વિનીત એસ.જૈને જણાવ્યું કે  અમે ભારતમાં પોસાય તેવી સ્વચ્છ ઉર્જાને મોટા પાયે અપનાવવા તરફ દોરી જવાના અમારા પ્રયાસોમાં સતત પ્રગતિ કરી રહ્યા છીએ અને અમે અમારા લાંબા ગાળાના રિન્યુએબલ ક્ષમતા વધારાના લક્ષ્યને હાંસલ કરવાના માર્ગે છીએ. અમારા સહયોગીઓના અવિરત પ્રયાસોએ મોટા પાયે હાઇબ્રિડ ક્ષમતાના વિકાસને સક્ષમ બનાવ્યો છે, જે માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં સૌથી વિશાળ છે. સૂર્યની શક્તિનો ઉપયોગ કરવા અને પવન સંસાધનોમાંથી  ઓછા ખર્ચે પાવર નિષ્કર્ષણને સક્ષમ કરવા માટે અત્યાધુનિક તકનીકોનો આ ક્ષમતાઓ ઉપયોગ કરવા સાથે જ તે રાષ્ટ્રીય ગ્રીડમાં વધુ સારી સ્થિરતા અને એકીકરણ સાથે ભવિષ્ય ભારતને તૈયાર કરે છે.

Operational Performance – Q3 & 9M FY23:

ParticularsQuarterly performanceNine month performance
Q3 FY23Q3 FY22% change9M FY239M FY22% change
Operational Capacity7,3245,41035%7,3245,41035%
Solar4,9134,7633%4,9134,7633%
Wind97164750%97164750%
Solar-Wind Hybrid1,4401,440
       
Sale of Energy (Mn units) 3,6212,50445%10,2356,45659%
Solar2,5072,3009%7,5855,38041%
Wind30020447%1,3921,07629%
Solar-Wind Hybrid8141,258
       
Solar portfolio CUF (%)23.3%21.9% 24.0%22.6% 
Wind portfolio CUF (%)14.0%18.6% 27.1%33.2% 
Solar-Wind Hybrid (%)32.9% 34.0%