અદાણી ગૃપે ભારતનો સર્વપ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેકટ કાર્યાન્વિત કર્યો
અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણી બાંગલાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યા
ઢાકા/અમદાવાદ, ૧7 જૂલાઇ: ભારતના ગોડ્ડા ખાતેના અદાણી ગૃપના અલ્ટ્રા સુપર-ક્રિટીકલ થર્મલ પાવર પ્લાન્ટમાંથી બાંગ્લાદેશને સંપૂૂર્ણ લોડ સાથે વીજ પુરવઠો પૂરો પાડવાનું શરૂ કર્યા બાદ અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીએ શનિવારે ઢાકામાં બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળ્યા હતા. ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ્સમાં અદાણી સમૂહના પ્રવેશને દર્શાવતા કાર્યાન્વિત કરવામાં આવેલો ભારતનો ગોડ્ડા ખાતેનો USCTPP સર્વ પ્રથમ ટ્રાન્સનેશનલ પાવર પ્રોજેક્ટ છે જેમાંથી 100% ઉત્પાદિત પાવર અન્ય રાષ્ટ્રને સપ્લાય કરવામાં આવે છે.
આ મુલાકાત બાદ ગૌતમ અદાણીએ એક ટ્વીટમાં કહ્યું હતું કે ૧૬૦૦ મેગાવોટના અલ્ટ્રા સુપર ક્રિટિકલ ગોડ્ડા પાવર પ્લાન્ટના સંપૂર્ણ લોડનો આરંભ કરીને સોંપવા પરત્વે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાને મળવા બદલ સન્માન અનુભવું છું. ભારત અને બાંગ્લાદેશની સમર્પિત ટીમોને હું સલામ કરું છું જેમણે કોવિડના કપરા કાળમાં હિંમતપૂર્વક ત્રણ વર્ષના વિક્રમી સમયમાં પ્લાન્ટને તેની મંજિલે પહોંચાડી કાર્યાન્વિત કર્યો છે.
અદાણી પાવર લિ.ની પૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી પાવર ઝારખંડ લિ. (APJL)એ ૧૨ જુલાઈના રોજ ગોડ્ડા પ્લાન્ટની ભરોસાપાત્ર ક્ષમતાનું પરીક્ષણ પૂર્ણ કર્યું હતું. બાંગ્લાદેશ સાથે થયેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) હેઠળ આધારભૂત ક્ષમતા પરીક્ષણની ફરજિયાત જરૂરિયાત અનુસાર વીજ પુરવઠો આપવાનું શરૂ કર્યા બાદ પ્લાન્ટના બંને એકમોની કામગીરીનું એક સાથે મૂલ્યાંકન કરવા માટે નિર્ધારિત છ કલાકના સમયગાળામાં હાથ ધરવામાં આવ્યું હતું.
ભારતના ઝારખંડ રાજ્યમાં આવેલા ગોડ્ડાના ૮૦૦ મેગાવોટની ક્ષમતાના પ્લાન્ટના પ્રથમ યુનિટે તા.૬ એપ્રિલના રોજ વ્યાપારી ધોરણે કામગીરી શરૂ કરી હતી અને ૮૦૦ મેગાવોટની ક્ષમતાના બીજા યુનિટે પણ ૨૬ જૂનના રોજ આ કામકાજ શરુ કર્યું હતું. અદાણી પાવર ઝારખંડ લિ.(APJL) બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડને નવેમ્બર ૨૦૧૭માં ૨૫ વર્ષના સમયગાળા માટે કરવામાં આવેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ બાંગ્લાદેશ ગ્રીડ સાથે જોડાયેલ ૪૦૦ kV સમર્પિત ટ્રાન્સમિશન સિસ્ટમને. ગોડ્ડા USCTPPમાંથી ૧,૪૯૬ મેગાવોટ સપ્લાય કરશે.
ગોડ્ડા USCTPPના કાર્યાન્વયન સાથે અદાણી સમૂહે વિશ્વ-કક્ષાના પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને એસેટ મેનેજમેન્ટ ક્ષમતાઓનું આકર્ષક ઉદાહરણ પુરુ પાડ્યું છે. ફાઇનાન્શિયલ ક્લોઝર અને જરૂરી મંજૂરીઓ પ્રાપ્ત કર્યા પછી ૧૦૫ કિમી-લાંબી ૪૦૦ kV ડબલ સર્કિટ ટ્રાન્સમિશન લાઇનની સ્થાપના સહિત પ્રોજેક્ટ સંબંધિત સમાવિષ્ટ નોંધપાત્ર લોજિસ્ટિકલ પડકારો વચ્ચે માત્ર ૪૨ મહિનાના વિક્રમજનક સમયમાં USCTPPનું કમિશનિંગ સવિશેષ નોંધપાત્ર છે જેમાં ખાનગી રેલ્વે લાઇનનું નિર્માણ અને ગંગામાંથી પાણીની વ્યાપક પાઇપલાઇનનું અમલીકરણ પણ સામેલ હતું.