અમદાવાદ/અબુધાબી૧ જૂન: અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિ. (APSEZ)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અદાણી ઈન્ટરનેશનલ પોર્ટ્સ હોલ્ડિંગ્સ Pte Ltd. (AIPH) તાંઝાનિયા પોર્ટ્સ ઓથોરિટી સાથે કન્ટેનર ટર્મિનલ 2ના સંચાલન અને કામકાજ માટે 30-વર્ષના કન્સેશન કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ચાર બર્થ સાથે કન્ટેનર ટર્મિનલ-2  વાર્ષિક 1 મિલિયન TEUsની  કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા ધરાવે છે. 2023ના વર્ષમાં 0.82 મિલિયન TEUs કન્ટેનરનું પરિવહન કર્યું હતું, જે તાંઝાનિયાના કુલ કન્ટેનર વોલ્યુમના અંદાજે 83% છે. AIPH, AD પોર્ટ્સ ગ્રુપ અને ઈસ્ટ હાર્બર ટર્મિનલ્સ લિ.  (EHTL) ના  સંયુક્ત સાહસ તરીકે ઈસ્ટ આફ્રિકા ગેટવે લિ. (EAGL)ને સામેલ કરવામાં આવ્યું છે. APSEZ નિયંત્રક શેરધારક હશે અને EAGLને તેની બુક્સ પર એકીકૃત કરશે.

       EAGL એ હચિસન પોર્ટ હોલ્ડિંગ્સ લિ. (અને તેની સંલગ્ન હચિસન પોર્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ લિમિટેડ) અને હાર્બર્સ ઇન્વેસ્ટમેન્ટ લિ. પાસેથી તાંઝાનિયા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ સર્વિસિસ લિ (TICTS) માં 95% હિસ્સો હસ્તગત કરવા  માટે શેર ખરીદી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હાલમાં TICTS પોર્ટ સંચાલનના તમામ સાધનોની માલિકી ધરાવે છે અને માનવબળને રોજગારી આપે છે. અદાણી TICTS મારફત CT2નું કામકાજ કરશે.

       APSEZના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું કે દાર એસ સલામ પોર્ટ પર કન્ટેનર ટર્મિનલ 2ના સંચાલન માટે કન્સેશન પર કરવામાં આવેલા હસ્તાક્ષર એ APSEZની 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે સૌથી મોટા પોર્ટ ઓપરેટર્સમાંના એક બનવા તરફના મહત્વાકાંક્ષાના માર્ગ ઉપર આગળ વધવા માટે અનુરૂપ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)